ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે. 700થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તા સહિત આસપાસના વિસ્તારમાં લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.6 હતી અને કેન્દ્ર જાવાના સિયાંજપુરમાં હતું. એક અધિકારીએ કહ્યું કે, એક હોસ્પિટલમાં 20 લોકોના મોત થયા છે. મોતન આંકડા વધવાની આશંકા વર્તાઈ રહી છે.
લોકોએ ભૂકંપ પછીની તસવીરો શેર કરી હતી
આફ્ટરશોક્સના ડરથી ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી
સોશિયલ મીડિયામાં ભૂકંપના કેટલાક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં તૂટેલી ઈમારતો, કાટમાળ અને ક્ષતિગ્રસ્ત ગાડીઓ દેખાઈ રહી છે. એક અધિકારીએ કહ્યું કે, અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પોતાની ઈમારતોથી બહાર રહે, કારણકે આફ્ટરશોક્સની આશંકા છે. રાજધાની જકાર્તામાં એમ્બ્યુલન્સના અવાજ સતત સંભળાઈ રહ્યા છે.
ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ આવે છે
27 કરોડની વસતિ ધરાવતા ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ આવે છે. આનું કારણ છે કે તે 'રિંગ ઓફ ફાયર'માં આવે છે. ત્યાં ઘણા નાના-મોટા જ્વાળામુખી છે. ભૂકંપ પછી ત્સુનામીનું પણ જોખમ છે. છેલ્લા ઘણા વર્ષોમાં કુદરતી આપત્તિઓનો સામનો કરવા મોટા સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દુનિયામાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે
દર વર્ષે દુનિયામાં ઘણા ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક સેન્ટર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે. આમાંથી 100 ભૂકંપ એવા હોય છે જેમાં નુકસાન ચોક્કસ થાય છે. ભૂકંપ કેટલીક સેકેન્ડ અથવા કેટલીક મિનિટ સુધી રહે છે. અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ સમય રહેલો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.