તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં હારની અસર:G-7 મીટિંગથી દૂર થયા ટ્રમ્પ, તેમની ટીમે તેના માટે નવી તારીખો અને એજન્ડા પણ તૈયાર કર્યો નથી

વોશિંગ્ટન7 દિવસ પહેલા
વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત પછી ઓવલ ઓફિસ તરફ જતા ડોનાલ્ડ ટ્રમ્પ.

રાષ્ટ્રપતિ ચૂંટણી હારી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભલે સત્યને સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ કેટલાક સંકેતો તેમની ઉદાસીનતા તરફ ઈશારો કરી રહ્યાં છે. મીડિયાના રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ટ્રમ્પ અને તેમની ટીમે જૂનમાં રદ થયેલી G-7 સમિટ માટે હજી સુધી કોઈ તૈયાર કરી નથી. તૈયારી અને એજન્ડા તો દૂર અત્યાર સુધીમાં નવી તારીખો પણ નક્કી કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યુ છે કે જો બાઈડન સત્તા સંભાળ્યા પછી તેની પર વિચાર કરી શકે છે.

ટ્રમ્પનો પ્લાન જ નથી
ટ્રમ્પ અને તેમની ટીમે અત્યાર સુધી G-7 જેવી સૌથી મહત્વના ઈકોનોમિક ફોરમ માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરી નથી. તેની પરથી સંકેત મળે છે કે ટ્રમ્પે G-7 માટે કોઈ પ્લાન તૈયાર કર્યો નથી. કેટલાક જાણકારોનું કહેવું છે કે ટ્રમ્પની ટીમનો ફોકસ રાષ્ટ્રપતિ ચૂંટણી પછી કાયદાકીય મામલાઓ પર વધુ છે.

જૂનમાં થવાની હતી મીટિંગ
વિશ્વમાં સાત આર્થિક મહાશક્તિઓ G-7માં સામેલ છે. જૂનમાં તેનું આયોજન અમેરિકામાં જ કરવામાં આવનાર હતું. જોકે તે સમયે તમામ દેશો મહામારીથી હેરાન હતા. હજી પણ તેનો કહેર ઘટ્યો નથી. અમેરિકા અને યુરોપના દેશોમાં તો સ્થિતિ વધુ બગડી રહી છે. અમેરિકામાં કોવિડ-19થી મૃત્યુ પામનારાઓનો આંકડો 2.56 લાખથી વધુ થઈ ચૂક્યો છે.

બાઈડન જ કરશે હોસ્ટ
રિપોર્ટના જણાવ્યા મુજબ અમેરિકાના ડિપ્લોમેટ એમ માનીને ચાલી રહ્યાં છે કે 20 જાન્યુઆરીએ ઈનોગરેશન પરેડ પછી જ G-7 પર કોઈ નિર્ણય લેવામાં આવશે. આ કારણે જ વિદેશ વિભાગે અત્યાર સુધીમાં આ બાબતે કોઈ માહિતી આપી નથી. જોકે ટ્રમ્પે સાર્વજનિક રીતે હજી સુધી હાર સ્વીકારી નથી. આ સિવાય તેણે બાઈડનને જીતના અભિનંદન પણ પાઠવ્યા નથી. ડિપ્લોમેટિક સૂત્રોના જણાવ્યા મુજબ, જો ખૂબ જરૂરી હશે તો આ સમિટને વર્ચ્યુઅલ કરાવવામાં આવી શકે છે. જોકે તેની શકયતા ખૂબ જ ઓછી છે. વ્હાઈટ હાઉસે મીડિયાના મેલથી પૂછવામાં આવેલા સવાલનો કોઈ જવાબ આપ્યો નથી.

G-8થી G-7
2014 સુધી G-7ને G-8 તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારે રશિયાએ ક્રીમિયા પર એટેક કરીને તેને પોતાના કબ્જામાં લઈ લીધું હતું. હજી પણ તે રશિયાનો જ અધિકાર છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેનો સખ્ત વિરોધ કર્યો અને રશિયાને આ સંગઠનમાંથી બહારનો રસ્તો દેખાડ્યો. ટ્રમ્પ ઈચ્છતા હતા કે રશિયાને ફરીથી સંગઠનમાં સામેલ કરવામાં આવે. જોકે બાકીના દેશો આ વાતને માનવા તૈયાર ન હતા. અમેરિકા સિવાય આ સંગઠનના બીજા દેશો આ રીતે છે- બ્રિટન, ફ્રાન્સ, જાપાન, જર્મની, કેનેડા અને યુરોપીયન યુનિયન(EU).

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો