USAની ગ્રેબિયલ બની મિસ યુનિવર્સ:ભારતની હરનાઝે પહેરાવ્યો તાજ, ભારતની દિવિતા ટોપ 5માં ન પહોંચી શકી

12 દિવસ પહેલા

USAની ગેબ્રિયલને 71મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. રનર-અપ વેનેઝુએલાની કન્ટેસ્ટન્ટ ડાયના સિલ્વા હતી. આ સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં 25 વર્ષની દિવિતા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, જે ટોપ 5માં પહોંચી શકી નહોતી. દિવિતા ઈવનિંગ ગાઉન રાઉન્ડથી બહાર થઈ ચૂકી હતી.

ડોમિનિકન રિપબ્લિક, વેનેઝુએલા અને USAના સ્પર્ધકોએ ટોપ 3માં સ્થાન મેળવ્યું છે.
ડોમિનિકન રિપબ્લિક, વેનેઝુએલા અને USAના સ્પર્ધકોએ ટોપ 3માં સ્થાન મેળવ્યું છે.

2021માં હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. હરનાઝને 12 ડિસેમ્બર 2021ના રોજ 70મો મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. જેમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પહેલા મિસ યુનિવર્સ કોમ્પિટિશન ડિસેમ્બર 2022માં યોજાવાનું હતું, પરંતુ ફિફા વર્લ્ડ કપના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

મિસ ડિવા યુનિવર્સનું ટાઈટલ જીતી ચૂકી છે દિવિતા
કર્ણાટકની રહેવાસી 25 વર્ષીય દિવિતા રાય મોડલ છે. તેણે આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો છે. હાલ તે મુંબઈમાં રહે છે. દિવિતાએ 28 ઓગસ્ટ 2022ના રોજ મિસ દિવા યુનિવર્સ 2022નો ખિતાબ જીત્યો હતો.

કોસ્ચ્યુમ રાઉન્ડમાં 'સોને કી ચીડિયા' બની પહોંચી
કોમ્પિટિશનના નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં દિવિતા રાય 'સોને કી ચીડિયા' બનીને સ્ટેજ પર પહોંચી હતી. તેના ગોલ્ડન કલરના ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હકીકતમાં ભારતને એક સમયે 'સોને કી ચીડિયા' કહેવામાં આવતું હતું. દિવિતાએ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતની સમાન છબી બતાવવા પ્રયાસ કર્યો હતો.

દિવિતાના કોન્ફિડન્ટ વોક અને સ્ટાઈલના કારણે ઘણી ચર્ચામાં છે.
દિવિતાના કોન્ફિડન્ટ વોક અને સ્ટાઈલના કારણે ઘણી ચર્ચામાં છે.
સ્વિમસૂટ રાઉન્ડમાં દિવિતાએ પિંક બિકીની સાથે સ્ટાઇલિશ શ્રગ કેરી કર્યું હતું. તે ચંદીગઢના LGBTQ સમુદાયના એક ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સ્વિમસૂટ રાઉન્ડમાં દિવિતાએ પિંક બિકીની સાથે સ્ટાઇલિશ શ્રગ કેરી કર્યું હતું. તે ચંદીગઢના LGBTQ સમુદાયના એક ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

હરનાઝ સંધૂ વિનરને તાજ પહેરાવશે
જો દિવિતા રાય આ સૌંદર્ય સ્પર્ધા જીતશે તો તે આવું કરનાર ચોથી ભારતીય હશે. 2021ની વિજેતા હરનાઝ સંધુ દિવિતાને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવશે. હરનાઝ સંધુએ 12 ડિસેમ્બર, 2021ના ​​રોજ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો. લારા દત્તા 1994માં સુષ્મિતા સેન બાદ વર્ષ 2000માં મિસ યુનિવર્સ બની હતી.

ભારતમાં મિસ યુનિવર્સ 2022 સ્પર્ધા Voot એપ પર સ્ટ્રીમ કરવામાં આવશે. તે થાઈ ન્યૂઝ નેટવર્ક JKN18ની YouTube ચેનલ પર લાઈવ સ્ટ્રીમ દ્વારા પણ જોઈ શકાય છે.

દિવિતાને મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ સંધૂએ મિસ દિવા યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.
દિવિતાને મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ સંધૂએ મિસ દિવા યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.

બ્યૂટી કોમ્પિટિશન કોણ હોસ્ટ કરી રહ્યું છે?
કોમ્પિટિશનને જેની માઈ અને મિસ યુનિવર્સ 2012ર ઓલિવિયા કુલ્પો હોસ્ટ કરી રહી છે. 2014માં તેમણે બેકસ્ટેજ હોસ્ટ તરીકે કામ કર્યું હતું.

મિસ થાઈલેન્ડે કચરાથી બનેલો ડ્રેસ પહેર્યો
મિસ થાઈલેન્ડ એના સુએન્ગમૈયામએ કોલ્ડડ્રિંક કેનના એલ્યુમિનિયમના ઢાંકણાથી બનેલો ડ્રેસ પહેર્યો. સિલ્વર કલરના આ ડ્રેસની લોન્ગ લેન્થ અને ફ્રન્ટ સ્લિટ તેને ગ્લેમરસ બનાવે છે. એનાએ આ ડ્રેસ પોતાના પિતાને ટ્રિબ્યુટ આપવા પહેર્યો હતો.

એનાએ સોશિયલ મીડિયા પર આ ડ્રેસ પસંદ કરવાનું કારણ જણાવ્યું. તેમણે લખ્યું-આ ગાઉન મારા બાળપણના માહોલથી પરિચિત છે. કચરો વીણનાર માતા-પિતા સાથે મોટા થતા મારું જીવન કચરાના ઢગલા અને રિસાયક્લિંગ વચ્ચે પસાર થયું છે. આ ડ્રેસને ખાસ રિસાયક્લિંગ અને ખરાબ સામાનમાંથી બનાવવામાં આવ્યો છે.

મિસ યુનિવર્સ 2022 પહેરશે 49 કરોડનો તાજ
આ વર્ષે મિસ યુનિવર્સને નવો તાજ પહેરાવવામાં આવશે. આ તાજનું નામ 'ફોર્સ ફોર ગુડ' રાખવામાં આવ્યું છે. આને મૌવાડ કંપનીએ બનાવ્યો છે.આ તાજ દર્શાવે છે કે મહિલાઓએ જે ભવિષ્યનું નિર્માણ કર્યું છે તે શક્યતાઓની મર્યાદાથી આગળ છે. તેની કિંમત 6 મિલિયન ડોલર એટલે કે લગભગ 49 કરોડ રૂપિયા છે.

ધ ફોર્સ ફોર ગુડ ક્રાઉનમાં 48-કેરેટ સફેદ હીરા, 110-કેરેટ વાદળી નીલમ (એક પ્રકારનું) અને મધ્યમાં 45.14-કેરેટ શાહી વાદળી નીલમ લાગેલા છે.
ધ ફોર્સ ફોર ગુડ ક્રાઉનમાં 48-કેરેટ સફેદ હીરા, 110-કેરેટ વાદળી નીલમ (એક પ્રકારનું) અને મધ્યમાં 45.14-કેરેટ શાહી વાદળી નીલમ લાગેલા છે.

મિસ યુનિવર્સ સંસ્થા ઓર્ગેનાઈઝ કરે છે બ્યુટી કોમ્પિટિશન
આ બ્યુટી કોમ્પિટિશન મિસ યુનિવર્સ સંસ્થા ઓર્ગેનાઈઝ કરે છે. 2015માં ડોનાલ્ડ ટ્રંપે આ શો વેચી દીધો હતો. હવે થાઈલેન્ડ મીડિયા કંપની JKN ગ્લોબલની CEO જાકાપોન્ગ તેના માલિક છે. આ પહેલીવાર છે જ્યારે મિસ યુનિવર્સ નોન-અમેરિકન પાસે છે. તે ટ્રાન્સજેન્ડર પણ છે. હવે તે મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટથી રિયાલિટી શો પણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ રિયાલિટી શો અમેરિકી શો રનવે અને અમેરિકન આઈડલનું મિશ્રણ હશે.

13-એપિસોડનો આ શો મિસ યુનિવર્સ સ્પર્ધાના સ્પર્ધકોના જીવનનો ઘટનાક્રમ કરશે. મિસ યુનિવર્સ બન્યા બાદ તે કેવું જીવન જીવે છે તે પણ ફિલ્માવવામાં આવશે. એની જેકાપોંગ કહે છે- LGBTQ સમુદાયના લોકોએ પણ આ સ્પર્ધામાં આવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...