તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાન શાસન LIVE:પંજશીરના લડાકુઓથી ડર્યુ પાકિસ્તાન, વિદેશ મંત્રીને અફઘાનિસ્તાનના પાડોશી દેશો પાસે મળવા મોકલ્યા; તાજિકિસ્તાન બોલ્યું- તાલિબાનની સરકાર મંજૂર નહી

કાબુલએક મહિનો પહેલા
  • અત્યારસુધી 626 લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા
  • અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ

પંજશીરમાં અફઘાનિસ્તાન અને નોર્ધન અલાયંસના લડાકુઓથી તાલિબાનની સાથે પાકિસ્તાન પણ ગભરાયેલું છે. દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને અફઘાનિસ્તાનના પાડોશી દેશો સાથે મળવાની જવાબદારી સોપીં છે.

કુરૈશી બુધવારે તાલિબાનિઓના સમર્થનમાં અફઘાનિસ્તાનના પાડોશી દેશોને મળવામાં લાગી ગયા છે. આ ક્રમમાં તેઓ તુર્કમેનિસ્તાન, ઉબ્જેકિસ્તાન અને તાજિકિસ્તાન પહોચ્યા. રિપોર્ટ અનુસાર તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામ રહમાને કુરૈશીને કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં તાજિક મૂળના 46% લોકો રહે છે. તાજિકિસ્તાન એવી સરકારને સ્વિકારશે નહી જેમા દરેક વર્ગોનું પ્રતિનિધિત્વ ના હોય. તેમણે આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનમાં તાજિક મૂળના લોકોને નિશાન બનાવામાં આવી રહ્યા છે. પંજશીર ઘાટીમાં પણ મોટાભાગના તાજિક લોકો રહી રહ્યા છે.

એક અંદાજ મુજબ અફઘાનિસ્તાનની એક ચતુર્થાંશ વસતિ તાજિક મૂળની છે. તાજિકિસ પશ્તુન્સ પછી અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું વંશીય જૂથ છે. થોડા દિવસો પહેલા રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે તાજિકિસ્તાને પંજશીર લડવૈયાઓને શસ્ત્રો અને અન્ય પુરવઠો મોકલ્યો હતો. જોકે આ સમાચારની પુષ્ટિ થઈ શકી નથી.

પંજશીર આ સમયે ચારેય બાજુથી તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોથી ઘેરાયેલો છે અને ત્યાં અત્યારે માત્ર હવાઈ માર્ગથી જ આવન-જાવન થઈ શકે છે. તેવામાં તાજિકિસ્તાનના પંજશીરમાં હથિયાર મોકલવાના દાવાની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. તાજિકિસ્તાનના ભારત સાથે નજીકના સંબંધો છે.

તાલિબાને કહ્યું- ઈસ્લામના જાણકાર જ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવશે, પંજશીર પર પણ અમારો ઝડપથી કન્ટ્રોલ હશે
તાલિબાને કહ્યું છે કે ઈસ્લામના જાણકાર જ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવશે. તાલિબાને જણાવ્યું કે 20 વર્ષનો અમારો સંઘર્ષ ખાલી જવા દઈશું નહિ. નવી સરકારની આગેવાની ઈસ્લામના જાણકાર જ કરશે. અફઘાનિસ્તાની ખામા પ્રેસના જણાવ્યા મુજબ, તાલિબાને ઘણા ધર્મના જાણકારોને બોલાવ્યા છે. તાલિબાન તેમની પાસે મજબૂત રાજકીય વ્યવસ્થા તૈયાર કરવા માટે સમર્થન માંગવા જઈ રહ્યાં છે.

જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું છે કે તે એવી સરકાર બનાવી રહ્યાં છે, જેમાં તમામ લોકોના અધિકારો સુરક્ષિત હશે. તેમણે કહ્યું કે ભાષા, સંપ્રદાય અને વિચાર ભલે અલગ હોય પરંતુ દરેકે અફઘાનિસ્તાનના વિકાસ માટે આગળ આવીને કામ કરવું જોઈએ. બીજી તરફ તાલિબાને દાવો કર્યો છે કે પંજશીર ઝડપથી તેમના કન્ટ્રોલમાં હશે. પંજશીરમાં તાલિબાન અને નોર્થન અલાયન્સની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઓલ-ગર્લ અફઘાન રોબોટિક્સ ટીમે મેક્સિકોમાં શરણ લીધું
તાલિબાની શાસનને સહન કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો કોઈ પણ રીતે પોતાનો દેશ છોડવા ઈચ્છે છે. આ દરમિયાન ઓલ-ગર્લ અફઘાન રોબોટિક્સ ટીમની 5 છોકરીઓ શરણ માટે મંગળવારે સાજે મેક્સિકો પહોંચી છે. મેક્સિકો સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અહીંના મંત્રી માર્થા ડેલગોડોએ છોકરીઓનું સ્વાગત કર્યું છે.

પાકિસ્તાને તાલિબાનને સોંપ્યું મોસ્ટ-વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ
પાકિસ્તાને તાલિબાનના પ્રમુખ હેબ્તુલ્લા આખુંદજાદાને આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના મોસ્ટ-વોન્ટેડ આતંકીઓના નામ સોંપ્યા છે. આ સંગઠન અફઘાનિસ્તાનમાં સક્રિય છે. પાકિસ્તાન આ આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી ઈચ્છે છે.

પાકિસ્તાનનો દાવો છે કે TTP અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ક્રોસ-બોર્ડર આતંક ફેલાવવા માટે કરી રહ્યું છે. અખુંદજાદાએ પાકિસ્તાનના આ દાવાની તપાસ કરવવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.

અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ
અફઘાનિસ્તાનથી મંગળવારે ભારત આવેલા 78 લોકોમાંથી 16ને કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ 78 લોકોને ક્વોરન્ટીન કરાયા છે. આ તમામ 16 લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષણ નથી. 16 લોકોમાં ત્રણ શીખ પણ સામેલ છે, જેઓ કાબુલથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ કોપી માથા પર ઉઠાવીને લાવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દિલ્હી એરપોર્ટ પર એક કોપીને પોતાના મસ્તક પર રાખીને ચાલ્યા હતા. અત્યારસુધી 626 લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા છે, જેમાં 77 અફઘાનિસ્તાની શીખ, 228 ભારતીય છે.

મંગળવારે અફઘાનિસ્તાનની ચિંતાને લઈને G7 દેશોની બેઠક યોજાઈ હતી.
મંગળવારે અફઘાનિસ્તાનની ચિંતાને લઈને G7 દેશોની બેઠક યોજાઈ હતી.

G7 દેશ 31 ઓગસ્ટ પછી પણ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ રાખશે
વિશ્વની મોટી અર્થવ્યવસ્થાવાળા 7 દેશ (G7)એ સોમવારે તાલિબાનને સ્પષ્ટ કહ્યું છે કે 31 ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઓપરેશન ચાલુ રહેશે. તાલિબાનને બસ એટલું કહેવાનું છે કે તે સુરક્ષિત રસ્તો આપે. આ સમૂહમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન દેશ સામેલ છે.

જો બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થઈ શકે છે તેથી અમે સેનાને વધારે સમય ત્યાં રોકી શકીએ તેમ નથી.
જો બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થઈ શકે છે તેથી અમે સેનાને વધારે સમય ત્યાં રોકી શકીએ તેમ નથી.

સમૂહે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોનું જીવન સુરક્ષિત બને એ અમારી જવાબદારી છે. અમારી કોશિશ હશે કે મહિલાઓના અધિકાર સહિત આતંકવાદ અને માનવાધિકાર પ્રત્યે તાલિબાનને જવાબદાર બનાવવામાં આવશે. બીજી તરફ યુરોપીય સંઘે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સમક્ષ એવી માગ કરી છે કે રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકાની સેના કાબુલ એરપોર્ટ પર તહેનાત રહે.

જો બાઈડન પોતાના વચન પર અડગ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને G7 સામેલ દેશોને કહ્યું કે 31 ઓગસ્ટ સુધી કોઈપણ સંજોગોમાં અમેરિકાની સેના અફઘાનિસ્તાન નહીં છોડે. તેમણે કહ્યું હતું કે કાબુલ એરપોર્ટનું સંચાલન હાલ અમારી સેના કરી રહી છે, પરંતુ સ્થિતિ એવી છે કે તેઓ પર ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો સમયસર અહીંથી નીકળવું જ યોગ્ય છે.

બાઈડનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તાલિબાની પ્રવક્તા છેલ્લા બે દિવસથી અમેરિકાને સતત સમયસર દેશ છોડવાની ચેતવણી આપી રહ્યા છે.

તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે મહિલાઓને કામ કરવા દેવામાં આવશે.
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે મહિલાઓને કામ કરવા દેવામાં આવશે.

તાલિબાનની અફઘાનીઓને અપીલ-દેશ છોડીને ન જાઓ
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે અમેરિકાને ચેતવણી આપી હતી કે કોઈપણ સ્થિતિમાં નાટોની સેના 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી જતા રહે. અમે નક્કી કરાયેલો સમય વધારવા માંગતા નથી. અમેરિકાને અનુરોઘ છે કે તેઓ અફઘાનિસ્તાનના સારા માણસોને ન લઈને જાય.

ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અમેરાકાએ ડોક્ટરો, ઈન્જીનિયરો અને ભણેલા લોકોને પોતાના દેશમાં આવવા માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ. એરપોર્ટ પર અફરાતફરીના માહોલને કારણે અફઘાનીસ્તાનના નાગરિકોને એરપોર્ટ જવા દેવામાં આવતા નથી. તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દેશ છોડીને ન જાય. મહિલાઓએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું જોઈએ.

તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે જે લોકો દેશ છોડીને ગયા છે તેઓ પરત આવે. અમે ભૂતકાળની દરેક વાત ભૂલી ગયા છીએ.
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે જે લોકો દેશ છોડીને ગયા છે તેઓ પરત આવે. અમે ભૂતકાળની દરેક વાત ભૂલી ગયા છીએ.

તાલિબાનના પ્રવક્તાની 5 મોટી વાતો
મહિલાઓને કામ કરતી રોકવામાં નહીં આવે. ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે તાલિબાન પંજશીર મુદ્દાને શાંતિથી ઉકેલવા માંગે છે. તાલિબાન કોઈના નિશાન નહીં બનાવે અને ઘરે ઘરે તલાશી લેવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે તેઓ નવી વ્યવસ્થા, નવી સરકાર બનાવવા ઈચ્છે છે અને રાષ્ટ્ર નિર્માણ કરવા ઈચ્છે છે. કાબુલમાંથી તમામ બેરિયરો હટાવાશે અને બેન્કોને ખોલવાની જાહેરાત પણ કરી.

અફઘાનિસ્તાનના નાગરિકોને દેશ છોડીને ન જવાની પણ સલાહ આપી. જેઓ દેશ છોડીને ગયા છે તેઓને પરત આવવા કહ્યું. સાથે એમ પણ કહ્યું કે તાલિબાન જૂની વાતોને ભૂલી ગયું છે.

તમામ દેશોને અપીલ કરી છે કે તોઓ પોતાના દુતાવાસને ચાલુ રાખે. તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...