• Gujarati News
  • International
  • Organizer Tanuja Accused Of Canceling Dalit Thinker's Show Due To Pressure From Gold Employees: Google Also Suffers From Racist Discrimination

ભાસ્કર વિશેષ:સવર્ણ કર્મચારીઓના દબાણથી દલિત ચિંતકનો શૉ રદ કરવાનો આરોપ, ઓર્ગેનાઇઝર તનુજાએ કહ્યું- ગૂગલ પણ જાતિવાદી ભેદભાવથી ગ્રસ્ત

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ પર જાતિવાદી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે, જાણો શું છે આ સમગ્ર વિવાદ

ગૂગલ સામે જાતિવાદી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. એવો આરોપ છે કે ગૂગલે પોતાના સવર્ણ કર્મચારીઓના દબાણ હેઠળ દલિત ચિંતક થેનેમોજી સુંદરરાજનનો કાર્યક્રમ રદ કરી દીધો હતો. આ ઘટના ગત એપ્રિલ મહિનાની છે. ગૂગલ ન્યૂઝની સિનિયર મેનેજર તનુજા ગુપ્તાએ કર્મચારીઓની વચ્ચે ઇક્વાલિટી લેબ્સની સ્થાપક થેનેમોજી સુંદરરાજનને આમંત્રણ આપ્યું હતું. ગૂગલના કેટલાક ભારતીય અમેરિકી કર્મચારીઓએ ભાસ્કરને જણાવ્યું હતું કે સુંદરરાજનના કાર્યક્રમની વાત ફેલાતા જ કેટલાક કર્મચારીઓએ એવું કહીને વિરોધ કર્યો કે સુંદરરાજન હિન્દુ ફોબિયાથી ગ્રસ્ત છે અને તેઓ હિન્દુ વિરોધી છે.

સુંદરરાજન પ્રતિષ્ઠિત દલિત કાર્યકર્તા છે. તેમને માઇક્રોસોફ્ટ, સેલ્સફોર્સ, એરબીએનબી, નેટફ્લિક્સ અને અડોબ જેવી કંપનીઓ કાસ્ટ સિસ્ટમ વિશે વાત કરવા માટે બોલાવી ચૂકી છે. ગૂગલના કર્મચારીઓએ મેનેજમેન્ટને લખેલા ઇમેલમાં જણાવ્યું હતું કે અહીં જાતિવાદી ચર્ચાથી તેમના જીવને જોખમ થઈ શકે છે. સવર્ણ કર્મચારીઓએ 800 ભારતીય અમેરિકી વર્કર્સની સાથે મળીને મેનેજમેન્ટને ઇન્ટરનલ ઇમેલ કર્યો હતો. એ પછી સુંદરરાજનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ગૂગલમાં હિન્દુત્વ સમર્થકોના વધતા વર્ચસ્વ તરીકે જોવામાં આવે છે. બાદમાં આ શોનું આયોજન કરનાર સિનિયર મેનેજર તનુજા ગુપ્તાએ એવું કહીને નોકરી છોડી દીધી કે સુંદરરાજનને આમંત્રણ આપ્યા બાદ તેમને નિશાન બનાવવામાં આવે છે.

પિચાઇને પત્ર: તમારા નેતૃત્વ હેઠળની કંપનીમાં ભેદભાવ થયો
સુંદરરાજને ગૂગલના સીઇઓ સુંદર પિચાઈને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે આપણે બંને તમિલ છીએ. તમે બ્રાહ્મણ પરિવારમાંથી આવો છે અને હું દલિત પરિવારમાંથી. મને તમારા નેતૃત્વ હેઠળની કંપનીમાં જાતિવાદી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. કલ્પના કરો કે જો ગૂગલમાં નીચલી જાતિના કર્મચારી આગળ આવવાની હિંમત કરે તો તેની શું હાલત થશે? માતૃભૂમિથી દૂર હોવા છતાં જાતિની ભયાવહતાએ અમને આકાર આપ્યો છે. ગૂગલના કર્મચારીઓ મારા પ્રત્યે કેવો ભેદભાવ રાખે છે એ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. કારણ કે કંપનીએ મારો એક શો રદ કરી દીધો છે. જાતિગત ભેદભાવ અસુરક્ષિત અને વૈમનસ્ય ધરાવતું વર્કપ્લેસ બનાવે છે. આ પ્રકારના કાર્યક્રમો આ મુદ્દાને સમજવા માટે મદદરૂપ બને છે.

અન્ય સમાચારો પણ છે...