જેકપોટ:અમેરિકામાં મહિલાએ ફેસ માસ્ક સીવીને લોટરી ટિકિટ ખરીદી અને 96 લાખ રૂપિયા જીતી ગયાં

ઓરેગોન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં એક મહિલાનું નસીબ રાતોરાત ચમકી ગયું છે. ઓરેગોન રાજ્યમાં રહેતી મહિલા હાલ દેશને મદદ કરવા માટે ઘરે માસ્ક સીવે છે. ફેસ માસ્કમાંથી મળેલા રૂપિયાથી તેમણે લોટરી ટિકિટ ખરીદી અને તેઓ 96 લાખ રૂપિયા જીતી ગયા છે.

લોર્નાએ કહ્યું કે, હું લોટરીની ગેમ વધારે રમતી નથી, પણ મેં વિચાર્યું કે હું લોકોને હાલ મદદ કરી રહી છું કદાચ મારા નસીબ સારા હશે તો હું જીતી પણ શકીશ. આટલી મોટી રકમ હું ક્યારેય જીતી નથી. લોર્ના રેસ્ટોરાંમાં જોબ કરતા હતાં, પણ કોરોનાને લીધે તેમણે નોકરી ગુમાવી દીધી. ત્યારબાદ તેઓ કરિયાણાની દુકાનમાં પાર્ટટાઈમ નોકરી કરે છે અને પૈસાની તંગીને પહોચી વળવા ઘરે ફેસ માસ્ક પણ સીવે છે. ફેબ્રિકનાં ફેસ માસ્ક વેચીને મળેલા રૂપિયાથી તેમણે લોટરી ટિકિટ ખરીદી અને જીતી ગયાં. 

લોર્ના આટલા રૂપિયા જીત્યા હોવા છતાં પણ માસ્ક સીવીને લોકોની મદદ કરવાનું તો ચાલુ જ રાખશે. 

અન્ય સમાચારો પણ છે...