ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી તોશાખાન કેસમાં જાહેર કરાયેલ ધરપકડ વોરંટ છતા પોલીસ ઈમરાનખાનની ધરપકડ કરી શકી નથી. ઘણા કલાકો સુધી ડ્રામા ચાલ્યો હતો. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાન ઘરે હાજર નથી. કોર્ટની નોટિસને પણ તેમના સ્ટાફે રિસીવ કરી હતી.
ઘણા કલાકો બાદ જ્યારે પોલીસ પરત ફરી તો ઈમરાન બહાર આવ્યા હતા. ખાને સરકાર, પોલીસ, સેના અને ISI પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યો છે કે ઈમરાન ધરપકડથી બચી શકશે નહીં. તેમની ધરપકડ કરવા માટે સ્પેશિયલ કમાન્ડર ફોર્સ તહેનાત છે.
ઈમરાન શું કરી રહ્યા છે
ધરપકડથી બચવા માટે ઈમરાન ખાને લાહોરમાં પોતાના ઘર જમાન પાર્કની બહાર પોતાના સમર્થકોને ભેગા કર્યા છે. જમાન તરફ ચાર રસ્તા આવે છે, આ ચાર રસ્તા પર તેમના સમર્થકો લાકડીઓ લઈને હાજર છે. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લોકોને ત્યાં જ ભોજન અને પાણી આપવામાં આવી રહ્યું છે.
ઈમરાને ગયા દિવસોમાં જેલભરો આંદોલન શરુ કર્યું હતું. તેમની પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. ખાસ વાત એ છે કે ઈમરાન પોતે જેલમાં જવાથી ભાગી રહ્યા છે. તેમણે આ માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી છે.
સરકાર અને પોલીસની તૈયારી બીજી
રવિવારે શું થયું હતું
ઈમરાનને 7 માર્ચે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે
આ પહેલા ઈમરાનની ધરપકડ કરવા ગયેલી પોલીસે કહ્યું હતું કે તેમના ઘરે જવા પાછળ તેમની ધરપકડ કરવાનો હેતુ નહોતો. જો એવું જ કરવું હોત તો કોઆ અમને રોકી શકતું નહોતું. ઈમરાન અમને મળ્યા પણ નથી. અમે ઈમરાન વતી પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને 7 માર્ચે કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી છે. ઈસ્લામાબાદ પોલીસે પણ ટ્વીટ કર્યું હતું કે ઈમરાન ધરપકડથી બચવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.
ખાને 7 માર્ચે ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવાનું છે. બીજી બાજુ,પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે.
મોટો સવાલઃ ઈમરાન ખાનની ધરપકડ થશે?
ઈમરાન ખાન ભલે રવિવારે ધરપકડથી બચી ગયા હોય, પરંતુ તેમણે પોતે જ પોતાની મુશ્કેલીઓ વધારી દીધી. ખરેખરમાં, જ્યારે ઇસ્લામાબાદ પોલીસ તેમની ધરપકડ કરવા પહોંચી હતી. ત્યારે તેમણે ઘરના ત્રણેય રસ્તા પર હજારો સમર્થકોને એકઠા કર્યા હતા. આ પછી, જ્યારે એસપી તારિક બશીર નોટિસ સાથે ખાનના ઘરમાં પ્રવેશ્યા તો તેમને કહેવામાં આવ્યું તે ખાન ઘરમાં હાજર નથી.
પોલીસ જ્યારે પરત ફરી તો ઈમરાન ખાનના ઘરની બહાર આવ્યા અને સમર્થકોને સંબોધન કર્યું. ઈમરાને વડાપ્રધાનને ક્રાઈમ મિનિસ્ટર કહ્યા. બીજા બધા નેતાઓને ચોર, ડાકુ, લૂંટારા અને ગુંડા હોવાનું જણાવ્યું. સેના અને ISIને સીધો પડકાર કર્યો. હવે કોર્ટ તેમના પર વધુ સકંજો કસશે.
પ્રથમ- સમર્થકોને ઉશ્કેરીને પોલીસના કામમાં દખલગીરી કરવી.
બીજું- તે જૂઠું બોલવું કે હું ઘરે નહોતો.
ખાન કહી રહ્યા છે કે તે 7 માર્ચે પોતે કોર્ટમાં રજૂ થશે, પરંતુ કોર્ટ ઈચ્છે છે કે તેમની ધરપકડ કરવામાં આવે. તેથી, તે તદ્દન શક્ય છે કે તેમને કોઈપણ દિવસે ગમે તે સમયે ઘરેથી ઝડપી લેવામાં આવશે. એવો દાવો પાકિસ્તાની મીડિયા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.