• Gujarati News
  • International
  • Ordered Confiscation Of Government Of India Assets In Paris On The Basis Of A Petition From Devas Shareholders

ફ્રાંસની કોર્ટે આદેશ આપ્યો:દેવાસના શેરધારકોની અરજીના આધારે પેરિસમાં ભારત સરકારની સંપત્તિ જપ્ત કરવા હૂકમ કરાયો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

ફ્રાંસની એક કોર્ટે પેરિસમાં રહેલી ભારત સરકારની એક પ્રોપર્ટીને ફ્રિઝ કરવા આદેશ કર્યો છે. દેવાસના શેરધારકોએ સેટેલાઈટ કોન્ટ્રેક્ટ રદ્દ કરવા અંગે 1.3 અબજ ડોલરના આર્બિટ્રેશન વળતર મેળવવા માટે માગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી હતી, જેને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે દેવાસના શેરધારકોને પેરિસમાં પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટને ન્યાયિક ગીરવે તરીકે નોંધવા પણ મંજૂરી આપી છે. અગાઉ આ ઈમારત ભારતીય ઉપપ્રમુખના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને તેનું મૂલ્ય 3.8 મિલિયન યુરો છે.

અમે ઘણીબધી મિલકતોને જપ્ત કરવાની યોજના ધરાવી છીએ
દેવાસના શેરધારકોના સિનિયર એડવાઈઝર જય ન્યુમેને જણાવ્યું હતું કે ભારત આ પ્રકારની વિશ્વભરમાં મિલકતો ધરાવે છે. અને આતો એક શરૂઆત છે. અમે ઘણીબધી મિલકતોને જપ્ત કરવાની યોજના ધરાવી છીએ. દેવાસના આ પગલાં અંગે ISRO કે ભારત સરકાર તરફથી કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી. આ સંપત્તિ એ જ છે કે જેને બ્રિટનની કેઈન એનર્જીએ ગયા વર્ષે જુલાઈમાં નવી દિલ્હીને 1.2 અબજ ડોલરની ચુકવણી કરવાના પ્રયાસમાં જપ્ત કરી હતી અને આ અંગેનો ચુકાદો ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો હતો,જે કંપનીના પાછોત્તરી અસરથી કરવેરાની વસૂલાતને લગતા કેસ સાથે જોડાયેલ હતો.

ઈસરો અને દેવાસને લગતી શું સમજૂતી થયેલી
વર્ષ 2005માં દેવાસ મલ્ટીમીડિયાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની વાણિજ્યક શાખા એન્ટ્રિક્સ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા, જે ભાડાપટ્ટા પર S-બેન્ડ ઉપગ્રહ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરનારા મોબાઈલ વપરાશકર્તાઓને મલ્ટીમીડિયાને લગતી સર્વિસ પૂરી પાડવા સાથે સંકળાયેલ હતી.

અન્ય સમાચારો પણ છે...