શ્રીલંકામાં કટોકટી:ઇંધણ ખૂટતાં સ્કૂલ-ઑફિસો બંધ કરવાનો આદેશ; સરકારી તિજોરી તળિયાઝટક થતા સ્થિતિ કફોડી

કોલંબો18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શ્રીલંકાની સરકારે ઈંધણ કટોકટી વચ્ચે આગામી સપ્તાહથી સરકારી ઓફિસો અને સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરી છે. સોમવારથી તેની શરૂઆત થશે. શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે કોલંબો શહેરની સરહદે તમામ સરકારી અને સરકારી માન્યતા પ્રાપ્ત ખાનગી સ્કૂલોના શિક્ષકો આગામી સપ્તાહથી ઓનલાઈન ક્લાસ ચલાવવા કહ્યું છે.

વર્તમાન ઈંધણના સ્ટૉકમાં ઝડપથી થઇ રહેલા ઘટાડા સાથે શ્રીલંકા સામે વધુ આયાત કરવા માટે વિદેશી ચલણ પ્રાપ્ત કરવાનું ભારે દબાણ છે. તેના લીધે દેશના અર્થતંત્ર પર જાણે બ્રેક વાગી ગઈ છે. પરિણામે શ્રીલંકામાં ફિલિંગ સ્ટેશનો પર ગ્રાહકો કલાકો સુધી ઈંધણની લાંબી લાઈનોમાં ઊભા રહે છે. શ્રીલંકાના લોકપ્રશાસન અને ગૃહમંત્રાલયે શુક્રવારે જારી એક સર્ક્યુલરમાં કહ્યું કે ઈંધણ સપ્લાયમાં ગંભીર મર્યાદા, નબળી જાહેર પરિવહન પ્રણાલી અને ખાનગી વાહનોનો ઉપયોગ કરવામાં મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પગલું ભરાયું છે.

શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે લાંબા સમય સુધી વીજકાપને લીધે કોલંબો શહેરની સરહદમાં આવતી તમામ સરકારી અને સરકાર દ્વારા ગ્રાન્ટ મેળવતી ખાનગી સ્કૂલો આગામી સપ્તાહે બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...