તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિસર્ચ:ઈટાલીમાં મૌખિક, પાક.માં લેખિત અને અમેરિકામાં ઓનલાઈન પરીક્ષા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં પરીક્ષાઓને લઈને આખરે શું નિર્ણયો કરાયા?
  • મોટા ભાગના દેશોમાં ઓનલાઈન પરીક્ષાઓ પર જોર, અનેક દેશે નિયમિત ટેસ્ટ રદ કરી

દેશમાં સ્કૂલો ખોલવા અને પરીક્ષાને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યંત ચિંતિત છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે બેઠક પણ કરી, પરંતુ કોરોનાની સ્થિતિ અને રાજ્યો તરફથી આવેલી મિશ્ર પ્રતિક્રિયાના કારણે કોઈ નિર્ણય ના લઈ શકાયો.

બીજી તરફ, દુનિયાના બીજા દેશોની વાત કરીએ તો અમેરિકા, બ્રિટન સહિત મોટા ભાગના દેશોએ ગયા વર્ષે તો પરીક્ષાઓ રદ કરી દીધી, પરંતુ આ વર્ષે નવા વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. તેમાં ઓનલાઈન, ગ્રેડ સિસ્ટમ, એસેસમેન્ટની મદદથી પરીક્ષાઓ આગળ વધારવાના નિર્ણયો સામેલ છે. ગયા વર્ષે બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, આયર્લેન્ડ, નોર્વે અને સ્વિત્ઝર્લેન્ડ જેવા અનેક દેશોની સ્કૂલોની ફાઈનલ પરીક્ષાઓ રદ કરાઈ હતી.

ડેનમાર્ક, ઈઝરાયલ અને ઓસ્ટ્રિયાએ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. આ વર્ષની વાત કરીએ, તો અમેરિકામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ છે. ઈટાલી અને ફ્રાન્સમાં જૂનમાં પરીક્ષાઓ યોજાશે, જેમાં ઈટાલી ફક્ત મૌખિક પરીક્ષા લેશે. પાડોશી દેશ પાકિસ્તાન લેખિત પરીક્ષા લેશે. આ વખતે અહીં મેમાં પરીક્ષાઓ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે ઓક્ટોબર-નવેમ્બર સુધી તારીખ લંબાવાઈ છે.

2021 માટે તૈયારી તેજ, સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવાઈ રહ્યા છે

બ્રિટન
અલગોરિધમ સિસ્ટમ મુદ્દે વિવાદ થયો, તો એસેસમેન્ટ લાગુ કરાયું. તેમાં ટેસ્ટ, મૉક ટેસ્ટમાં પ્રદર્શનના આધારે મૂલ્યાંકન થશે. આ વર્ષે પણ આવું જ થશે.

અમેરિકા
88% સ્કૂલ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણે છે. આ વર્ષે પરીક્ષાઓ ઓનલાઈન-ઓફલાઈન સ્તરે 100% સિલેબસ પૂછાશે. લોસ એન્જસલમાં પરીક્ષાઓ નહીં.

ફ્રાન્સ
2020માં પરીક્ષાઓ રદ કરાઈ. એસેસમેન્ટ અને કોર્સ વર્કના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ અપાયા. આ વખતે મુખ્ય વિષયોની જ પરીક્ષાઓ જૂનમાં યોજાશે.

ઈટાલી
50% ક્ષમતાથી સ્કૂલો શરૂ. ફાઈનલ પરીક્ષાઓ જૂનમાં મૌખિક યોજાશે. સેકન્ડરી સ્કૂલો અને પરીક્ષાઓ માટે આશરે રૂ. 265 કરોડનું બજેટ ફાળવાશે.

જર્મની
શરતો સાથે ઓનલાઈન પરીક્ષાઓ યોજાશે. પરંપરાગત કોર્સની તુલનામાં સરળ કોર્સ સામેલ કરાયો છે. પરીક્ષા અને માર્ક્સનું ફોર્મેટ યથાવત્ રખાયું છે.

સ્પેન
કોર્સ, પ્રશ્નો સરળ કરાયા છે. યુનિવર્સિટીમાં 5માંથી 3 જ પ્રશ્ન કરવાના હતા. લૉકડાઉનમાં ભણાવેલા કોર્સ બહારના પ્રશ્નો નહીં પૂછાય. પરીક્ષા મુદ્દે કોઈ નિર્ણય નહીં.

નેધરલેન્ડ્સ
સ્કૂલો અને યુનિવર્સિટીમાં સંપૂર્ણ અભ્યાસ ડિસ્ટન્સ લર્નિંગથી ચાલુ છે. જોકે, પ્રેક્ટિકલ તાલીમ અને પરીક્ષાને લઈને શરતો સાથે વિકલ્પ અપાયા છે.

પાકિસ્તાન
ગયા વર્ષે પણ પરીક્ષાઓ રદ કરાઈ હતી. આ વર્ષે મેના બદલે નવેમ્બરમાં પરીક્ષાઓ થશે. 10-12ની પરીક્ષા જુલાઈમાં થશે. સિલેબસ 25% ઘટાડાયો છે. ​​​​​​​

ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાનમાં આ વખતે લેખિત પરીક્ષાવિત

​​​​​​​ચીન: ગયા જુલાઈમાં 1.07 કરોડ સ્કૂલ વિદ્યાર્થીએ પરીક્ષા આપી. આ વર્ષે પ્રોટોકોલ સાથે લેખિત પરીક્ષા થશે.​​​​​​​

જાપાન: જાન્યુ.માં પરીક્ષાઓ લેવાઈ હતી. આ 5.30 લાખ વિદ્યાર્થીમાંથી ગયા વર્ષે બીમાર હતા, તેમને બીજી તક અપાશે.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...