તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Opposition To The Bill, Which Empowers The Police, Has Intensified, With 600 Organizations Demanding The Government Withdraw The Bill

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટનમાં ‘કિલ ધ બિલ’ અભિયાન તેજ:પોલીસને વધુ સત્તા આપતા બિલનો વિરોધ વધુ ભડક્યો, 600 સંગઠનોએ સરકારને આ બિલ પાછું ખેંચવા માગ કરી

લંડન14 દિવસ પહેલાલેખક: અન્ના સોફિયા સૉલિસ
 • કૉપી લિંક

બ્રિટનમાં પોલીસને વધુ શક્તિશાળી બનાવનારા બિલના વિરોધમાં દેખાવો તેજ બન્યા છે. ગુનાખોરી, પોલીસ, સજા અને અદાલતો વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારે પણ લંડનમાં ભારે દેખાવો થયા. ખાસ વાત એ છે કે દેખાવો કોઇ એક સંગઠન દ્વારા નહીં પણ ઘણાં માનવાધિકાર સંગઠનો તથા વ્યક્તિગત રીતે સોશિયલ મીડિયા કેમ્પેન દ્વારા શરૂ થયા છે.

લંડન હોય કે બ્રિસ્ટલ, એડિનબર્ગ હોય કે એસેસ્ટર, બ્રિટનના દરેક ખૂણામાં લોકો હવે આ બિલનો વિરોધ કરી રહ્યા છે. બ્રિસ્ટલ સહિત ઘણાં સ્થળે દેખાવો હિંસક પણ બન્યા. બિલનો વિરોધ એટલા માટે થઇ રહ્યો છે કે લોકોને ડર છે કે પોલીસ આ અધિકારોનો દુરુપયોગ કરીને જનતાને હેરાન કરી શકે છે, લોકોને પોતાના હક માટે અવાજ ઉઠાવતાં પણ અટકાવી શકે છે.

બિલની જોગવાઇઓ અને શા માટે બિલનો વિરોધ થઇ રહ્યો છે?: બ્રિટનની સંસદે પોલીસ, ક્રાઇમ, સેન્ટેન્સિંગ એન્ડ કોર્ટ બિલ રજૂ કર્યું છે. 300 પેજના આ બિલમાં પોલીસ, ગુના અને સજા અંગેના મહત્ત્વના પ્રસ્તાવ છે. તેમાં ગંભીર ગુના માટે કડક સજા કરવાની, સજા કાપી લીધા પહેલાં કેદીઓને જેલમાંથી છોડવાની નીતિ રદ કરવા સહિતની ઘણી ભલામણો છે. વર્તમાન કાયદામાં પોલીસ જાન-માલનું જોખમ હોવાનું સાબિત ન કરે ત્યાં સુધી દેખાવો રોકી શકતી નથી જ્યારે નવા કાયદા કયા દેખાવોથી કેટલું જોખમ છે તે પોલીસને જ નક્કી કરવાની સત્તા આપે છે. પોલીસને દેખાવોનો સમય અને અવાજની લિમિટ નક્કી કરવાનો પણ અધિકાર હશે. કોઇ સ્મારક કે સ્ટેચ્યૂને નુકસાન પહોંચાડનારાઓને 10 વર્ષ સુધીની જેલની પણ જોગવાઇ છે. અંદાજે 600 સંગઠનોએ સરકારને આ બિલ પાછું ખેંચવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો