તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરકાર બચાવવાના પ્રયાસ:પાકિસ્તાનના ગુજરાંવાલામાં આજે વિપક્ષની મેગા રેલી; આંદોલનને કચડવા માટે સેના અને સરકાર એક સાથે

ઇસ્લામાબાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે રાત્રે ગુજરાંવાલાના જિન્નાહ સ્ટેડિયમમાં ઉપસ્થિત પાકિસ્તાન મુસ્લિમ લીગના સમર્થકો. તેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝના કટઆઉટ લઈને આવ્યા હતા. શુક્રવારે યોજાનાર રેલીને નવાઝ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.બિલાવલ ભુટ્ટો અને મૌલાન ફઝલ-ઉર-રહેમાન પણ તેમાં ભાગ લેશે.
  • પાકિસ્તાનના સૌથી મોટા વિસ્તાર પંજાબના ગુજરાંવાલા શહેરમાં વિપક્ષના દળોની સંયુક્ત રેલી યોજાઇ રહી
  • પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ રેલીને વિડીયો કોન્ફરન્સ દ્વારા લંડનથી સંબોધન કરશે

પાકિસ્તાનમાં સેનાની મદદથી સત્તા મેળવનાર વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આહે અહીયાં વિપક્ષના દળોનું સંગઠન પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટ (PDM)ની રેલી યોજાશે. આ રેલી દેશના સૌથી મોટા રાજ્ય પંજાબના ગુજરાંવાલામાં થઈ રહી છે. વિપક્ષના આંદોલનને કચડવા માટે સરકાર અને સેના એકસાથે આવી ગઈ છે. 400થી વધુ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અહિતા લોકોનું એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર કન્ટેનર અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

ગુજરાંવાલામાં શું પરિસ્થિતી છે.
શુક્રવારે સવારે વિપક્ષના દળોના સમર્થક અને નેતા જિન્ના સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. રેલી અહિયાં જ યોજાનાર છે. ઈમરાન સરકારમાં મંત્રી શિબલી ફરાજે આ બાબતે કહ્યું કે, વિપક્ષના દળોને હું ચેલેન્જ કરું છું કે તેઓ સ્ટેડિયમને ભરીને બતાવે. અહીયાં પાંચથી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ, સરકારના ઘણા મંત્રીઓ તે માની ચૂક્યા છે કે જો ભીડને રોકવામાં આવશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને હિંસા થઈ શકે છે. જો આમ થશે તો ઇમરાન સાથે સેના માટે પણ મુશ્કેલીઓ ઉભી થશે.

દરેક રાજ્યમાં આંદોલન
પંજાબના અનેક શહેરો બાદ વિપક્ષના દળ પીઓકે, સિંધ, ગિલગિટ- બાલ્ટિસ્તાન અને કરાચીમાં રેલી કરશે. ઈમરાન સરકાર અને સેના માટે મુશ્કેલી તે છે કે વિપક્ષના તમામ દળ એકસાથે છે. આ ઉપરાંત પીડીએમના પ્રમુખ ધાર્મિક અને સિયાની નેતા મૌલાના ફઝલ-ઉર-રહેમાનને બનાવવામાં આવ્યા છે. તેમના લાખો સમર્થકો છે. પણ, સરકાર કે સેનાએ કોઈ પણ કડક પગલું ભરતા પહેલા વિચારવું જોઈએ.

સેનાને તૈનાત કરવાના આદેશ
રેલીના બે દિવસ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાએ પંજાબ સરકારના સિક્યોરિટી ચીફને પત્ર લખ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે રેલી માટે સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે. તેમાં માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવે જેથી કોઈપણ પ્રકારની હિંસા કે ભાગદોડ ન થાય. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાંવાલાના જિન્ના સ્ટેડિયમમાં 20 ઓકટોબર સુધી વિપક્ષના કાર્યકર્તાઓ એકત્ર રહી શકે છે.

તમામ નેતાઓ સંબોધન કરશે
નવાઝ શરીફ આ રેલીમાં લંડનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. રેલીમાં વિપક્ષના તમામ મોટા નેતાએ ભાગ લેશે જે હાલમાં જેલની બહાર છે. મૌલાના ફઝલ-ઉલ-રહેમાન ઉપરાંત બિલાવલ ભુટ્ટો જરદારી, મરિયમ નવાઝ, પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી અને યૂસુફ રજા ગિલાની પણ સામેલ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો