તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Opposition And Ruling Party Clash During Budget Debate, Parliament Becomes Battleground, Women MPs Injured

પાકિસ્તાનની સંસદમાં બબાલ:બજેટ પર ચર્ચા સમયે વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે સંગ્રામ સર્જાયો, સંસદ બની યુદ્ધનું મેદાન, મહિલા સાંસદ ઈજાગ્રસ્ત થયાં

ઈસ્લામાબાદ3 મહિનો પહેલા
સંસદમાં સર્જાયેલી ધાંધલમાં ઈમરાનની પાર્ટીનાં સાંસદ મલેકા બુખારી ઈજાગ્રસ્ત થયેલાં (ફાઈલ ફોટો).

પાકિસ્તાનની સંસદમાં મંગળવારે ખૂબ જ હંગામો, અપશબ્દો અને મારઝૂડનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્થિતિ ત્યાં સુધી બગડી ગઈ હતી કે સાંસદોએ પોતાની જગ્યાએથી ભાગી જવાની નોબત સર્જાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સાંસદ ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે ઈમરાન ખાન સરકારે પોતાનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષે આ બજેટને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું અને ગરીબોવિરોધી જણાવ્યું હતું. મંગળવારે આ અંગે ચર્ચા થવાની હતી, પણ સ્થિતિ ત્યાં સુધી કથળી ગઈ કે ચર્ચા તો દૂર, આ અંગે દરખાસ્ત પણ રજૂ કરી શકાઈ ન હતી.

શા માટે સર્જાયો હંગામો
બજેટ દરખાસ્ત અંગે ચર્ચા માટે મંગળવારે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. શુક્રવારે નાણામંત્રી શોકત તરીને બજેટ રજૂ કર્યું હતું. ઈમરાન સરકારને અત્યારે ત્રણ વર્ષ થયાં છે અને શોકત તેમના ચોથા નાણામંત્રી છે. શોકત અને તેમના ભાઈ જહાંગીર તરીન પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ છે. વિપક્ષનો આરોપ છે કે શૌકત અને જહાંગીરને એટલા માટે બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે તે ઈમરાનના નજીકના છે. વિપક્ષના નેતા શહબાજ શરીફ જેવા બોલવા માટે ઊભા થયા તો સત્તા પક્ષના લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. શરીરે પોતાનું ભાષણ બંધ કરી દેવું પડ્યું હતું. જોકે ત્યાં સુધીમાં સંસદ યુદ્ધના મેદાનમાં તબદિલ થઈ ચૂક્યું હતું.

વડાપ્રધાન હસતા રહ્યા
કેટલાક સમયમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદ એકબીજાની સામે આવી ગયા હતા. બજેટની નકલો એકબીજા પર ફેંકી હતી. ત્યાર બાદ મેજ પર રાખવામાં આવેલા સામાન એકબીજા પર ફેંકી હુમલો કર્યો. ત્યાર બાદ કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા છે.
ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાનનાં મહિલા સાંસદ મલેકા બુખારી આ હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ગયાં. જોકે સૌથી વધારે ચર્ચા ઈમરાનની પાર્ટીના સાંસદ અલી અવાનની થઈ રહી છે. તેમણે ખુલ્લેઆમ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને મારઝૂડ કરી. ત્યાર બાદ તેમણે સંપૂર્ણ દોષ વિપક્ષ પર ઢોળી દીધા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે આ ધમાલ ચાલી રહી હતી ત્યારે વડાપ્રધાન સહિત સત્તાપક્ષના નેતાઓ હસી રહ્યા હતા.