તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Opportunity For Google To Work From Home Disaster; Saved Rs 7,400 Crore By Reducing The Cost Of Publicity And Entertainment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગૂગલ માટે વર્ક ફ્રોમ હોમ આફતમાં અવસર; પ્રચાર અને મનોરંજનનો ખર્ચ ઘટતાં 7,400 કરોડ રૂપિયા બચાવ્યા

વોશિંગ્ટન16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિલિકોન વૅલીના વર્ક કલ્ચર પર ઘણી અસર થઇ

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે મહામારીના સમયમાં તેના મોટા ભાગના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. વર્ક ફ્રોમ હોમનો આ નિર્ણય કંપની માટે આફતમાં અવસરરૂપ બન્યો છે, કેમ કે તેના કારણે કંપનીએ એક વર્ષમાં અંદાજે 7,400 કરોડ રૂ. બચાવ્યા છે.

ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના જણાવ્યા મુજબ, પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રમોશન, ટ્રાવેલ અને એન્ટરટેઇન્મેન્ટનો ખર્ચ અંદાજે 1,980 કરોડ રૂ. ઘટ્યો છે અને એક વર્ષમાં 7,400 કરોડ રૂ.ની બચત થઇ છે. આલ્ફાબેટે ચાલુ વર્ષની શરૂઆતમાં તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2020માં એડવર્ટાઇઝિંગનો તથા પ્રમોશનલ ખર્ચ 140 કરોડ ડોલર (અંદાજે 10,360 કરોડ રૂ.) ઘટ્યો, કેમ કે મહામારીમાં આ ખર્ચ ઘટ્યા છે. તદુપરાંત, ઘણાં કેમ્પેન રિશેડ્યૂલ કરાયા અને મોટા ભાગનાં આયોજનોને ડિજિટલ ફોર્મેટમાં ફેરવી દેવાયાં. તેના કારણે ટ્રાવેલ અને એન્ટરટેઇન્મેન્ટનો ખર્ચ 2,740 કરોડ રૂ. ઘટી ગયો.

ગૂગલને થયેલી આ બચત હજારો કર્મચારીઓને કામ પર રાખવામાં કામ લાગતા અન્ય ઘણાં ખર્ચ ભરપાઇ કરે છે. મહામારી છતાં કંપનીની રેવન્યૂ 34% વધી. મહામારીએ કંપનીને પ્રથમ ત્રિમાસિક ગાળામાં માર્કેટિંગના તથા અન્ય ખર્ચ મર્યાદિત રાખવામાં મદદ કરી. જોકે, ગૂગલ ચાલુ વર્ષના અંતે થોડા કર્મચારીઓ સાથે ફરી વર્ક ફ્રોમ ઓફિસ શરૂ કરવા વિચારે છે. તે માટે કંપની હાઇબ્રિડ મોડલ લાગુ કરવા વિચારી રહી છે.

કેટરિંગ, કોર્પોરેટ રિટ્રીટ જેવાં ભથ્થાંનો ખર્ચ પણ ઘટ્યો
ગૂગલ કર્મચારીઓની સારસંભાળ તથા તેમને સગવડો આપવા માટે જાણીતી છે. કંપની મસાજ ટેબલ, કેટર્ડ ક્વીઝિન્સ તથા કોર્પોરેટ રિટ્રીટ જેવાં ભથ્થાં પણ આપે છે. તેની સિલિકોન વૅલીના વર્ક કલ્ચર પર ઘણી અસર થઇ છે. મોટા ભાગનો સ્ટાફ માર્ચ, 2020થી આ ભથ્થાં વિના કામ કરી રહ્યો હોવાથી તેની પાછળનો ખર્ચ ઘટ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો