ચિંતા:અફઘાનિસ્તાનમાં સતત પાંચમા વર્ષે અફીણના ઉત્પાદનમાં વધારો

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અફીણનો બેફામ પ્રસાર

જેનો ડર હતો એ જ થયું. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં અફીણના ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો છે. યુએનના રિપોર્ટ મુજબ ત્યાં સતત પાંચમા વર્ષે અફીણનું ઉત્પાદન 6 હજાર ટનનો આંકડો પાર કરી ગયું. આ વર્ષે 8 ટકા વૃદ્ધિ સાથે 6,800 ટન અફીણનું ઉત્પાદન થયું છે.

ઓગસ્ટમાં દેશ પર કબજો કરનારા તાલિબાને સપ્ટેમ્બરમાં જ અફીણના ભાવ વધારી દીધા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે 2022માં અફીણનો પાક ચાલુ મહિને ખેડૂતો દ્વારા લેવાનારા નિર્ણયો પર આધારિત હશે. અફઘાનિસ્તાનને આ વર્ષે અફીણથી 13 હજાર કરોડથી 20 હજાર કરોડ રૂ.ની આવક થઇ. અફીણમાંથી હેરોઇન, મેથામફેટામાઇન, મોર્ફિન અને કોકેન સહિત ઘણાં નશીલા પદાર્થો અને દવાઓ બને છે.

અફીણના કુલ ઉત્પાદનમાં અફઘાનિસ્તાનનો 87% હિસ્સો
અફીણના વૈશ્વિક ઉત્પાદનમાં અફઘાનિસ્તાનનો અંદાજે 87% હિસ્સો છે. તે અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. નશીલી દવાઓનું ગેરકાયદે ઉત્પાદન રોકવા અમેરિકાના 66 હજાર કરોડ રૂ.ના રોકાણ અને બે દાયકાના પ્રયાસો છતાં તેમાં કોઇ ઘટાડો લાવી શકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...