તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબૂલાત:ઈમરાનના મંત્રીએ કહ્યું- પાકિસ્તાનમાં માત્ર ભારતવિરોધી ચૂરણ વેચાય છે, આથી અમારો સત્તા પક્ષ મજબૂર છે

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે કેબિનેટ મંત્રી ફિરદૌસ આશિક અવાન. - Divya Bhaskar
પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે કેબિનેટ મંત્રી ફિરદૌસ આશિક અવાન.

પાકિસ્તાનની સૂચના અને પ્રસારણમંત્રી ફિરદૌસ આશિક અવાને કબૂલ્યું છે કે તેમના દેશમાં સત્તા પક્ષ ભારતનો વિરોધ કરવા માટે મજબૂર છે, કારણ કે અહીં લોકોને આ પસંદ કરે છે અને એ જ વેચાય છે. ફિરદૌસ પંજાબ પ્રાંતના CMના સલાહકાર છે. તેણે ટીવી ઈન્ટરવ્યુમાં આ વાત કરી છે.

દેશની સરખામણી દુકાન સાથે
ફિરદૌસે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે અમારા દેશમાં લોકો ભારતવિરોધી વાતો સાંભળવાનું પસંદ કરે છે. જ્યારે લોકોને પસંદ છે તો તેની સામે સત્તા પક્ષ પણ મજબૂર છે. તેઓ પણ ભારતના વિરોધમાં વાતો કરે છે. સીધી વાત એ છે કે દુકાનમાં જે માલ વધારે વેચાય એ જ રાખવામાં આવે છે. અમારે ત્યાં ભારતવિરોધી ચૂરણ વધારે વેચાય છે.

અવાનને એ પૂછવામાં આવ્યું કે તો શું ભારતવિરોધી વાતો પર જ તેની પાર્ટી ટકેલી છે. તો તેણે આ વાતને ટાળી દીધી હતી. તેણે કહ્યું હતું કે બધા આવું કરે છે એટલે સરકાર પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો