તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરસ મહામારી અને નીતિઓની અસર:ભારતમાં માત્ર 7 ટકા શહેરી મહિલાઓ પાસે જ નોકરી

ન્યુયોર્ક5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરુષોની સરખામણીએ મહિલાઓને બેરોજગારી પછી ફરીથી નોકરી પર લેવાની તક પણ ઓછી

ભારત ટૂંક સમયમાં જ ચીનને પછાડીને દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. જોકે, કેટલાક અનુમાન અનુસાર દેશમાં કામ કરનારા લોકોની સંખ્યા આ સદીના મધ્ય સુધીમાં જ ચીન જેટલી થઈ જશે. હકીકતમાં તેનું એક કારણ ભારતમાં બહુ ઓછી સંખ્યામાં મહિલાઓ નાણા કમાવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અનુસાર, 2019માં ભારતમાં માત્ર 20% મહિલાઓ પાસે જ નોકરી હતી કે તે જોબ પોર્ટલ પર શોધી રહી હતી. જેની સામે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ નવેમ્બર, 2020માં નોકરીઓ અને બીજી કામમાં મહિલાઓની ભાગીદારી માત્ર 7% જણાવી છે.

કોરોના વાઈરસ મહામારી દરમિયાન સૌથી પહેલા મહિલાઓને નોકરીમાંથી હાથ ધોવો પડ્યો હતો. જેની સામે તેમને ફરીથી નોકરીએ રાખવામાં મોડું થયું છે. સ્કૂલો બંધ થવાથી પણ અનેક મહિલાઓને કામ છોડવું પડ્યું છે. કોવિડ-19થી મહિલાઓના રોજગાર પર ખરાબ અસરના સામાન્ય કારણ છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઘરોમાં વાસણ ધોવા, સફાઈ કરવી, રાંધવા જેવું કામ કરે છે, જેમાં ઓછા પૈસા મળે છે. અનેક મહિલાઓ શિક્ષક છે.

દેશમાં ચાર લાખ પચાસ હજાર ખાનગી શાળાઓ બંધ થઈ ગઈ હતી. જે હવે ધીમે-ધીમે ખુલી રહી છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અનુનસાર લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 2010ના 26%થી ઘટીને 2019માં 21% રહી ગઈ હતી. સીએમઆઈઈ લોકોના સક્રિય રીતે કામ કરવા કે કામની શોધના આધારે લેબર ફોર્સની સ્થિતિનું અનુમાન કરે છે. તેની ગણતરી અનુસાર લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 2016ના 16%થી ઘટી 2019માં 11% થઈ ગઈ. આવું મોટી નોટો બંધ કરવા જેવી નુકસાનકારક નીતિઓ અને અર્થતંત્રમાં ઘટાડાને કારણે થયું છે.

કામમાં મહિલાઓની ઓછી ભાગીદારીના કારણે ભારતમાં કામ કરતા લોકોની સંખ્યા વધી શકી નથી. સીએમઆઈઈ અનુસાર તે 2016માં 42 કરોડ હતી અને હવે 40 કરોડ છે. જો ભારતમાં રોજગારનો દર ચીન કે ઈન્ડોનેશિયા જેટલો હોત તો તે 60 કરોડની આસપાસ રહેતો. સીએમઆઈઈના પ્રમુખ મહેશ વ્યાસ કહે છે, સારા સ્તરની નોકરીઓ સાથે કુલ મળીને નોકરીઓના સર્જનમાં નિષ્ફળતા સામે આવી છે. 2018માં એક સરકારી સરવેમાં જોવા મળ્યું કે, 77% લોકો જાતે કામ કરતા હતા કે આકસ્મિક કામદાર હતા. વ્યાસ કહે છે કે, બેરોજગારી વધવા છતાં કંપનીઓનો નફો વધ્યો છે અને શેર મૂલ્ય વિક્રમી સ્તરે પહોંચ્યા છે. કારોબારના નિયમ-કાયદા કામદારો વિરુદ્ધના થઈ ગયા છે.

ગરીબો સૌથી વધુ પ્રભાવિત
કોરોના વાઈરસથી અમેરિકા કે બ્રિટનની સરખામણીએ ભારતમાં પ્રતિ દસ લાખે મૃત્યુનો દર 10 ટકાથી ઓછો છે. નોકરીઓ બાબતે ભારતની સ્થિતિ ખરાબ છે. સૌથી વધુ અસર ગરીબો પર થઈ છે. જાન્યુઆરીમાં મુંબઈમાં એક સરવેમાં જોવા મળ્યું કે, ઉચ્ચ સામાજિક, આર્થિક સ્થિતિ ધરાવતા 9% લોકોની નોકરી ગઈ છે. તેમની સરેરાશ આવક રૂ.1600થી ઘટીને 1200 રહી ગઈ છે. સૌથી નીચેના સ્તરે 47% લોકોની નોકરી ગઈ છે. તેમની રોજની આવક રૂ.430થી ઘટી રૂ.240 રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો