• Gujarati News
  • International
  • Only 24 Of The 57 Countries Accepted The Invitation; Phone Service Cut Off In Islamabad For 3 Days, Government Holiday Also Announced

પાકિસ્તાનમાં OICની બેઠક પણ સલામત નહીં:57માંથી માત્ર 24 દેશોએ આમંત્રણ સ્વીકાર્યું; ઇસ્લામાબાદમાં 3 દિવસ ફોન સેવા બંધ કરાઇ, સરકારી રજાની પણ જાહેરાત

ઇસ્લામાબાદએક મહિનો પહેલા
  • સાઉદી અરબ આ સમિટની મુખ્ય બેઠકની અધ્યક્ષતા કરશે

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની સમિટ યોજાઇ રહી છે. શનિવારે શરૂ થયેલી આ બેઠક 20 ડિસેમ્બર સુધી ચાલશે. સમિટની મુખ્ય બેઠક આવતીકાલે 19 ડિસેમ્બરે મળશે અને સાઉદી અરબ તેની અધ્યક્ષતા કરશે. 57 મુસ્લિમ દેશ OICના સભ્યો છે. ગુરુવાર સુધી માત્ર 24 દેશોએ જ બેઠકમાં સામેલ થવાનું સ્વીકાર્યું છે. પાકિસ્તાન સરકારે આ દેશોની યાદી પણ જાહેર કરી નથી.

આ સમિટમાં માત્ર સંકળાયેલા દેશોના વિદેશ મંત્રીઓ જ સામેલ થશે. 5 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સભ્યોને પણ સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં લેતા ઇસ્લામાબાદમાં શુક્રવારથી રવિવાર સુધી ફોન અને મોબાઈલ ફોનની સેવા બંધ રહેશે. એટલી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે પાકિસ્તાન સરકારે 18 અને 19 ડિસેમ્બરે રજાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી શેખ રાશિદે જણાવ્યુ હતું કે સોમવારે પણ રજા જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે.

કેમ ખચકાઈ રહ્યા છે મુસ્લિમ દેશ?
પાકિસ્તાનના સમાચાર પત્ર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' મુજબ ગુરુવાર સુધીમાં 57 માંથી 24 મુસ્લિમ દેશોના વિદેશ મંત્રીએ સમિટનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ પણ કબુલ કરી છે. કુરેશીને આશા છે કે હજી પણ કેટલાક દેશોના વિદેશ મંત્રી આ સમિટમાં સામેલ થવાનું સ્વીકારશે. આ ઉપરાંત P5 દેશોના પ્રતિનિધિઓએ પણ સામેલ થઈ શકે છે. P5 દેશો એવા દેશો છે જે UN સિક્યોરિટી કાઉન્સીલના કાયમી સભ્યો છે. આ કેશ છે- અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ.

1 માર્ચ 2019ના રોજ OIC સમિટમાં ભારતને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. તે સામના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમાં હાજરી આપીયા હતી. સાઉદીએ પાકિસ્તાનના આ વાંધાને ફગાવી દીધો હતો.
1 માર્ચ 2019ના રોજ OIC સમિટમાં ભારતને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. તે સામના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમાં હાજરી આપીયા હતી. સાઉદીએ પાકિસ્તાનના આ વાંધાને ફગાવી દીધો હતો.

અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત
15મો ઓગસ્ટે કાબુલની સાથે જ તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. પાકિસ્તાન પૂરી તાકાત લગાવી રહ્યું છે, પરંતુ તે છતાં પણ દુનિયાના કોઈપણ દેશે તાલિબાન સત્તાને માન્યતા આપી નથી. આ બેઠકમાં તાલિબાનને પણ બોલાવવામાં આવ્યું છે. હોઈ શકે છે કે કેટલાક દેશો તાલિબાનને કારણે જ બેઠકમાં સામેલ થવા માટે ખચકાઈ રહ્યા હોય. સમિટનો મુખી એજન્ડા પણ અફઘાનિસ્તાન જ રહેવાનો છે. જો કે તે OICનું સભ્ય નથી. અમેરિકા, યુરોપ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ઓર્ગેનાઇઝેશન તાલિબાનને કોઈપણ પ્રકારની મદદ કરી રહ્યું નથી. સમિટમાં પાકિસ્તાન હંમેશાની જેમ કાશ્મીર રાગ પણ ભાંભરી શકે છે.

પોતાની જ જાળમાં ફસાવાનું જોખમ
મીડિયા રિપોર્ટ મુજબ, આ સમિટના કારણે પાકિસ્તાન પોતાની જ પાથરેલી જાળમાં ફસાઈ શકે છે. સમિટમાં સામેલ દેશ તાલિબાનને આમંત્રણ આપવાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા સામે સવાલ થઈ શકે છે. અમેરિકન કોંગ્રેસની સ્પેશિયલ કમિટી સ્પષ્ટ કહી ચૂકી છે કે પાકિસ્તાને તેમને અફઘાનિસ્તાન મુદ્દે દગો કર્યો છે. ભારતના 50 હજાર ટન ઘઉં અને દવાઓથી ભરેલ ટ્રકોને કાબુલ જવા દેવા માટેની મંજૂરી આપવામાં અવળચંડાઈ કરવાનો મુદ્દો પણ ઉઠી શકે છે. શ્રીલંકાના નાગરિકને સિયાલકોટમાં જીવતો સળગાવવાના મામલે પણ ઈમરાન સરકારનો ઘેરાવ થઈ શકે છે.

તુર્કી, પાકિસ્તાન અને મલેશિયાએ 2020માં OIC જેવા મુસ્લિમ દેશોનું સંગઠન બનાવવાના પ્રયાસો કર્યા હતા. તે એક ઈસ્લામિક ટીવી ચેનલ પણ ખોલવા માંગે છે. સાઉદીએ સખ્ત શબ્દોમાં તેની આ ઈચ્છાને ધ્વસ્ત કરી નાખી હતી.
તુર્કી, પાકિસ્તાન અને મલેશિયાએ 2020માં OIC જેવા મુસ્લિમ દેશોનું સંગઠન બનાવવાના પ્રયાસો કર્યા હતા. તે એક ઈસ્લામિક ટીવી ચેનલ પણ ખોલવા માંગે છે. સાઉદીએ સખ્ત શબ્દોમાં તેની આ ઈચ્છાને ધ્વસ્ત કરી નાખી હતી.

ત્રણ દિવસ મોબાઈલ સેવા બંધ
પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિથી દુનિયા વાકેફ છે. આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહે છે. તેથી આ સમિટના બે દિવસ પહેલા ઈસ્લામાબાદમાં લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવા બંધ કરી દેવાનું જાહેર કરવામાં આવ્યું છે. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકારનું કહેવું છે કે કોઈ ખતરાની આશંકાને ધ્યાનમાં લેતા આ પગલું ભરવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે ફોન સેવાની સાથે ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવી શકાય છે.

ઈસ્લામાબાદમાં સમિટના સ્થળે લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
ઈસ્લામાબાદમાં સમિટના સ્થળે લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

OIC શું છે
1967ના આરબ-ઇઝરાયેલ યુદ્ધ પછી મે 1971માં OICની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેનો હેતુ પેલેસ્ટાઈનને મદદ કરવાનો હતો અને તેને ઈઝરાયલની મુશ્કેલીઓમાંથી મુક્ત કરવાનો હતો. OICની શરૂઆત 30 દેશોથી થઈ હતી, આજે 57 દેશો તેના સભ્ય છે. તેમની કુલ વસ્તી લગભગ 180 કરોડ છે. સામાન્ય રીતે દરેક સમિટમાં સાઉદી અરેબિયાનું વર્ચસ્વ હતું. આના બે કારણો છે. પ્રથમ - મુસ્લિમોની આસ્થાના બે સૌથી મોટા કેન્દ્રો એટલે કે મક્કા અને મદીના સાઉદીમાં છે. બીજું- આર્થિક રીતે અન્ય કોઈ મુસ્લિમ દેશ સાઉદીની નજીક પણ જઈ શકે તેમ નથી.