મિશિગન યુનિવર્સિટીનો સરવે:7થી 9 વર્ષનાં ત્રીજા ભાગનાં બાળકો સોશિયલ મીડિયા પર, 40% પેરેન્ટ્સે માન્યું- તેઓ નજર નથી રાખી શકતાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10થી 12 વર્ષનાં લગભગ અડધાં બાળકો સોશિયલ મીડિયા પર
  • પેરેન્ટ્સનો સૌથી મોટો ડર- બાળકો ખોટી સાઇટ્સ પર ન જાય

સોશિયલ મીડિયાએ બાળકોને પોતાના સકંજામાં જકડી લીધાં છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના એક સરવે મુજબ 7થી 9 વર્ષનાં ત્રીજા ભાગનાં અને 10થી 12 વર્ષનાં લગભગ અડધોઅડધ બાળકો સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. સરવેમાં સામેલ આ બાળકો પૈકી 40% બાળકોનાં પેરન્ટ્સે મજબૂરી દર્શાવી કે તેઓ બાળકો પર નજર નથી રાખી શકતાં.

સ્થિતિ એવી છે કે 12 વર્ષ સુધીનાં દર 6માંથી 1 બાળક પેરન્ટલ લૉક વિનાની ઍપ્સ યુઝ કરે છે જ્યારે પેરન્ટ્સને સૌથી મોટો ડર એ રહે છે કે તેમના બાળકો સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા દરમિયાન ખોટી વેબસાઇટ્સ પર ન જાય. તેમાં પોર્ન અને અશ્લીલ સાઇટ્સ સામેલ છે. અમેરિકામાં ઘેર-ઘેર સ્માર્ટફોન, લેપટોપ છે. પેરન્ટ્સ બાળકોને આ બધા જ ગેજેટ્સ આપે છે.

સરવે મુજબ, હાલ અમેરિકી બાળકોમાં ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય છે. આ ઍપ્સમાં બાળકો માટે હાનિકારક ગણાતું કન્ટેન્ટ સરળતાથી ઉપલબ્ધ છે. સરવેની કોઓર્ડિનેટર સારા ક્લાર્કે જણાવ્યું કે અમેરિકી સમાજમાં ચર્ચાનો વિષય છે કે બાળકોને કઇ ઉંમરે અને કેટલા સમય માટે મોબાઇલ તથા અન્ય ગેજેટ્સ આપવા જોઇએ પણ સોશિયલ મીડિયાનું જોખમ યથાવત રહે છે.

18% પેરેન્ટ્સ બાળકોને એકેય ઍપ યુઝ નથી કરવા દેતાં
સરવે દ્વારા માલૂમ પડ્યું કે 10થી 12 વર્ષનાં બાળકોનાં 18% પેરન્ટ્સ પોતાનાં બાળકને એકેય ઍપ યુઝ નથી કરવા દેતા. મોટા ભાગનાં પેરન્ટ્સ બાળકોને પેરન્ટલ લૉક વિનાની સોશિયલ મીડિયા ઍપ્સ યુઝ કરવાની મંજૂરી આપવાની તરફેણમાં નહોતાં.

અન્ય સમાચારો પણ છે...