ભાસ્કર વિશેષ:એક આવો પણ રિવાજ, શાહી પરિવારની 10 લાખ મધમાખીઓને જણાવાયું - હવે તેઓના રાજા ચાર્લ્સ

લંડન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહી કીપરે મધમાખીઓને કહ્યું - ક્વીન એલિઝાબેથ હવે નથી રહ્યાં

બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન બાદ હવે તમારા નવા રાજા ચાર્લ્સ હશે, જે ક્વીનની જેમ જ સારા છે. વાસ્તવમાં, આ પ્રકારનો સંદેશ શાહી પરિવારની 10 લાખથી વધુ મધમાખીઓને આપવામાં આવ્યો છે. જેથી કરીને તે નવા રાજા સાથે સારો વ્યવહાર કરે અને મધ બનાવવાનું યથાવત્ રાખે.

વાસ્તવમાં, માન્યતા છે કે રાજા અથવા રાણી બદલવાની જાણકારી મધમાખીઓને આપવામાં ન આવે તો નિરાશ થઇને મધ બનાવવાનું છોડી દે છે. પોતાનો મધપૂડો છોડી દે છે અથવા મરી જાય છે. આ જ માટે સદીઓ જૂના રિવાજ મુજબ બકિંઘમ પેલેસ અને ક્લેરેંસ હાઉસમાં પાળેલી મધમાખીઓની દેખરેખ કરતા શાહી મધમાખી પાલક (રોયલ બી કીપર)ને આ સંદેશ મધમાખીઓ સુધી પહોંચાડવો પડે છે.

સત્તાવાર રીતે પેલેસમાં મધમાખીની દેખરેખ રાખતા 79 વર્ષીય જોન ચેપલ અને તેમની પત્ની કેથ અનુસાર તેઓને મધમાખીઓનું પાલન કરવાનો શોખ છે. જેને માટે તેઓએ શાહી મહેલમાં નોકરી કરી. જોન જણાવે છે કે શાહી મહેલમાં બોક્સમાં પળાતી મધમાખીઓના મધપૂડાને ધીરેથી ટેપ કરે છે અને પછી તેને સંદેશ આપે છે.

તેમણે જણાવ્યું કે તેઓને બકિંઘમ પેલેસના મુખ્ય માળી પાસેથી અહીં આવવા તેમજ મધમાખીઓ વિશે વાત કરવા એક ઇમેલ મળ્યો. તેમણે વિચાર્યું કે આ લોકોને કદાચ મધમાખીઓથી કોઇ સમસ્યા હશે, પરંતુ અહીં આવીને જાણવા મળ્યું કે તેઓ મધમાખીઓને રાખવા માગે છે અને માટે જ મધમાખીઓને સાચવવાની જવાબદારી તેઓને સોંપવા માગે છે.

મધમાખીઓના બોક્સ પર કાળું કપડું લગાડાયું
જોન છેલ્લા 30થી વધુ વર્ષથી શાહી પરિવારની મધમાખીઓનું પાલન કરે છે. શાહી પરિવારની મધમાખીઓને સંદેશ આપવા માટે તેમના બોક્સ પર કાળુ કપડું બાંધવામાં આવે છે. આ પછી ધીમા અવાજથી દરેક બોક્સ પાસે જઇને સંદેશ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...