તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • One Of The Governments Now Versus Facebook, OC. PM Seeks Modi's Support, British MP Says He Will Be Forced To Kneel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુકને ફેસ કરવાનો વારો આવ્યો:ફેસબુક વિરુદ્ધ હવે સરકારો એક, ઓસી. પીએમએ મોદીનો સાથ માંગ્યો, બ્રિટિશ સાંસદે કહ્યું- ઘૂંટણ ટેકવવા મજબૂર કરીશું

સિડની / લંડન / ન્યૂયોર્ક / નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડિલીટ ફેસબુક, બોયકોટ ઝુકરબર્ગ જેવા અભિયાન તેજ બન્યાં
  • બની શકે કે ફેસબુક દુનિયા બદલતું હોય પણ એ દુનિયા ચલાવશે તે ભ્રમ છેઃ મોરિસન

ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ અને ઇમરજન્સી પોસ્ટ બંધ કરીને ફેસબુક ફસાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે તેઓ ટેક કંપનીઓની ધમકીથી ડરશે નહીં. તેમણે આ મુદ્દે ટેકો મેળવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના વડાપ્રધાન સાથે કરેલી વાતચીત પરથી તેમના ઇરાદાનો ખ્યાલ આવે છે. ઓસ્ટ્રેલિયા ફેસબુક પર કાર્યવાહી માટે કાનૂની લડાઈની પણ તૈયારી કરી રહ્યું છે. દરમિયાન સોશિયલ મીડિયા પર ડિલીટ ફેસબુક અને બોયકોટ ઝુકરબર્ગ જેવા અભિયાન તેજ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા કંપનીથી ખફા મોરિસને કહ્યું છે કે ફેસબુકનું આ પગલું સાબિત કરે છે કે મોટી ટેક કંપનીઓ વિચારે છે કે તેઓ સરકારથી પણ મોટી થઈ ગઈ છે અને હવે તેમના પર કોઈ નિયમ લાગુ પડતા નથી. તેઓ દુનિયા બદલતા હશે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ હવે દુનિયા પણ ચલાવશે.

તેઓ સંસદ પર દબાણનો પ્રયાસ કરે છે કારણ કે અમે ન્યૂઝ મીડિયા બારગેનિંગ કોડ પર વોટિંગ કરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા પછી ટેક કંપનીઓને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ કંટેંટનો ઉપયોગ કરવા બદલ મીડિયા કંપનીઓને ચૂકવણી કરવી પડશે. ઓસ્ટ્રેલિયાની સંસદે નીચલા ગૃહમાં આ બિલ બુધવારે પસાર કર્યું હતું. હવે સેનેટમાં પસાર થતાં જ તે કાયદો બનશે. બીજી તરફ ફેસબુકની નીતિઓથી પરેશાન અન્ય દેશો પણ ખુલીને સામે આવી રહ્યાં છે.

બ્રિટનના ડિજિટલ, કલ્ચર અને મીડિયા કમિટીના વડા જુલિયન નાઈટે કહ્યું કે ફેસબુકને ઘુંટણ ટેકવવા પર મજબૂર કરવાની જરૂર છે. તેણે બ્રિટનમાં પણ ન્યૂઝ કંટેંટ માટે ચૂકવણી કરવી પડશે. ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ સહિત તમામ કંટેંટ પર પ્રતિબંધ લાદીને લોકશાહીને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ હરકત દુનિયાભરના નેતાઓને તેમની વિરુદ્ધ કાયદો લાવવા મજબૂર કરી રહી છે. બીજી બાજુ કન્ઝરવેટિવ સાંસદ સોલિહલે કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાની સાથે છે. અમેરિકાના ડેમોક્રેટ સાંસદ ડેવિડ સીસી લાઈને પણ કહ્યું કે ફેસબુકની વેબસાઈટ લોકતંત્રની વિરુદ્ધ છે.

સમગ્ર દેશને ધમકાવીને ફેસબુકે જણાવી દીધું કે તે પોતાની મોનોપોલી ચલાવવા માંગે છે. બ્રિટનના અનેક નેતાઓએ ફેસબુક એપ ડિલીટ કરવાની પણ માંગ કરી છે.તેમાં ફેસબુક ઓસ્ટ્રેલિયાના સીઈઓ રહી ચૂકેલા સ્ટિફન ચીલર પણ સામેલ છે.

તેમણે કહ્યું કે ઝુકરબર્ગ પૈસા અને પાવરથી પ્રેરિત થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધથી ગુરુવારે ફેસબુકના શેર 1.5 ટકા ઘટ્યા હતા. હાલમાં ફેસબુકની પ્રાથમિકતા છે કે કાયદામાં સુધારો કરવામાં આવે. આથી માર્ક ઝુકરબર્ગ ઓસ્ટ્રેલિયન ટ્રેજરર જોશ ફ્રાઇડેનબર્ગ સાથે બેવાર મુલાકાત કરી ચૂક્યા છે. આ સપ્તાહના અંતે વધુ એક મુલાકાત થવાની છે.

ફેસબુક જાહેરાત જોનારાઓનો આંકડો વધારીને જણાવે છે
કેલિફોર્નિયામાં દાખલ કરાયેલા દીવાની કેસમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ફેસબુક પર કેટલા લોકો જાહેરાત જુએ છે અને તેનું અનુમાન કંપની બઢાવી-ચઢાવીને જણાવે છે અને વધુ આવક મેળવવા સમસ્યાઓને અવગણે છે. એટલું જ નહીં કંપનીના મેનેજર જાણે છે કે તેમના માપદંડ ગેરમાર્ગે દોરનારા છે પણ આવક ઘટવાના ડરથી તેઓ તેને સુધારતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો