ચોકાવનારી થિયરી સામે આવી:માનવ કોષોને ઘાતક રીતે અસર કરે તેવો કોરોના વાઈરસ વુહાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો અને પછી લેબમાંથી લિક કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ આરોગ્ય સંસ્થા અને ચીન સરકાર કોરોના વાઈરસ અંગે ગમે તે માહિતી આપે, પણ સંખ્યાબંધ પૂરાવા સ્પષ્ટ જણાવે છે કે વિશ્વ માટે વુહાન લેબ જ કોરોનાની એપી સેન્ટર છે - Divya Bhaskar
વિશ્વ આરોગ્ય સંસ્થા અને ચીન સરકાર કોરોના વાઈરસ અંગે ગમે તે માહિતી આપે, પણ સંખ્યાબંધ પૂરાવા સ્પષ્ટ જણાવે છે કે વિશ્વ માટે વુહાન લેબ જ કોરોનાની એપી સેન્ટર છે

સમગ્ર વિશ્વને મહામારીમાં ધકેલી દેનાર અને આશરે 32 લાખ લોકોનો જીવ લેનારા કોરોના વાઈરસનું સર્જન વુહાનમાંથી જ થયું હતું તેવી વધુ એક થિયરી સામે આવી છે. મોલેક્યુલર બાયોલોજી એન્ડ ઈવોલ્યુશન નામના જર્નલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેવર એક્યુટ રિસ્પાઈરેટરી સિંડ્રોમ કોરોનાવાઈરસ 2 (SARS-CoV-2)નો સૌ પ્રથમ કેસ ચીનના વુહાનમાંથી જ નોંધાયો હતો અને ત્યારબાદ તે કોરોના વાઈરસ ડિસિસ 2019 (COVID-19) વુહાનમાંથી લીક થતા મહામારીનું સ્વરૂપ ધારણ કરી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. આ મહામારીની શરૂઆત થઈ ત્યારબાદ તેના વિવિધ પ્રકારોને પણ અભ્યાસમાં ટ્રેક કરવામાં આવ્યા છે. વિશ્વભરમાં અત્યાર સુધી કોરોનાના 15 કરોડ 78 લાખ 26 હજાર કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં 32 લાખ 88 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

સંશોધન અને પ્રકાશિત અહેવાલોમાં શું કહેવામાં આવ્યું

  • વાઈરલ જીનોમિકના સેંકડો નમુનાઓનો ઉપયોગ કરીને જીનોમિક સિક્વસિંગનું સર્જન કરવામાં આવ્યું છે. સંશોધનકર્તાઓએ આ સિક્વન્સિસનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને માહિતી મેળવી છે કે વાઈરસ વિવિધ સમય ગાળામાં તથા વિવિધ વિસ્તારોમાં કેવી રીતે સ્વરૂપ બદલે છે.વિજ્ઞાન બાબતના સંશોધનમાં પણ એવી માહિતી પ્રકાશિત થઈ છે કે જેમા કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 એ ચાઈનિઝ વેટ માર્કેટમાં આકસ્મિક રીતે શોધવામાં આવ્યો ન હતો, પણ તે ખાસ રીતે વુહાનની લેબમાંથી લીક કરવામાં આવ્યો હતો.
  • બીજી બાજુ સાયન્સ મેગેઝીન તથા ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથે લાંબા સમય સુધી કામ કરનારા લેખત નિકોલસ વાડેના જણાવ્યા પ્રમાણે વુહાન લેબમાંથી કોરોના વાઈરસની લેબ લીકને સમર્થન કરતા પૂરાવા છે. આ પૂરાવા બે સંભાવના પર આધાર ધરાવે છે. કોવિડ-19 પશુઓમાંથી જ કુદરતી રીતે ઉભરી આવેલી મહામારી છે, બીજી થિયરી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વિરોલોજીમાંથી તે લીક થયેલ છે.
  • જો પહેલી થિયરીને જોવામાં આવે તો સાર્ક-કોવ-2નો ઉદભવ ચામાચિડીયામાંથી થયો હોવાનો ચીનના અધિકારીઓ દ્વારા દાવો કરાયેલો છે, સત્તાવાળાઓએ 80,000 પશુઓનું ટેસ્ટીંગ કર્યું છે, આ સંશોધનમાં એવી નક્કર માહિતી રજૂ કરવામાં આવી નથી કે ચામાચિડીયામાંથી સિવિટ (પ્રાણી)માંથી માનવીમાં આ વાઈરસ ફેલાયેલો. અલબત વર્ષ 2002માં સાર્કનું સંક્રમણ ચામાચિડીયામાંથી માનવીમાં ફેલાયેલું. પણ કોવિડ-19માં વિજ્ઞાનિકોને એવું કોઈ ઈન્ટરમીડિએટ જણાયું નથી કે જે માનવીમાં આ સંક્રમણ ફેલાવેલું હોય.
  • આ સાથે વાડેએ ચીન સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેને લઈ પણ પ્રશ્ન કર્યો છે. જો વુહાન વેટ માર્કેટમાં કોવિડ-19નું ઉદભવ સ્થાન હોય તો તે શા માટે અન્ય કોઈ વેટ માર્કેટમાં પણ ન ફેલાયો કે પછી ત્યાં કોઈ કેસ ન નોંધાયો. તેમ જ કુદરતી રીતે આ મહામારી વુહાનમાં ફેલાઈ હોય તો અન્ય સ્થળો પર પણ તે શા માટે ન ફેલાઈ?
  • આ ઉપરાંત એવી અનેક થિયરી સ્પષ્ટપણે દર્શાવે છે કે કોરોના એ લેબ-લીક થીયરી છે. એ બાબત હવે છૂપી રહી નથી કે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વિયરોલોજી કોરોના વાઈરસ પર સંશોધન કરતી રહી હતી. વુહાનના વિજ્ઞાનિકોએ જ એવા ખાસ કોરોના વાઈરસનું સર્જન કર્યું કે જે માનવ કોષો માટે સૌથી અસરકારક રીતે સંક્રમિત થતો હતો.
  • કોરોના વાઈરસનો સ્ક્રેઈન, SARS-COV-2 વુહાનમાં જ પેદા કરવામાં આવ્યો હતો, જેણે આજે વિશ્વમાં 30 લાખ લોકોના ભોગ લીધા છે.
  • વિશ્વમાં મહામારીની શરૂઆત થઈ તેના બે વર્ષ અગાઉ વર્ષ 2018માં યુ.એસ.સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ વુહાન ફેસિલિટીઝની મુલાકાત લીધા બાદ ફેડરલ ગર્વનમેન્ટને એેવી ચેતવણી પણ આપી હતી કે વુહાન ફેસિલિટીઝમાં સુરક્ષિત રીતે સંશોધન કરી શકાય તે માટે તાલીમ પામેલા ટેકનિશિયનો અને તપાસકર્તાઓનો મોટા સંખ્યામાં અભાવ છે.
  • આ સાથે કોરોના વાઈરસને લગતા સંશોધન પ્રોજેક્ટના વડા ડો.શી ઝેનગલીએ પણ અગાઉ સાયન્સ મેગેઝીન સાથેની મુલાકાતમાં સ્વીકાર કર્યો હતો કે તેમની કામગીરી આવશ્યકતા કરતાં ઓછા સેફ્ટી લેવલ સાથે તેઓ કામગીરી કરતા હતા.

અન્ય નિષ્ણાતોનું શું કહેવું છે
અમેરિકાની નેશનલ પબ્લિક રેડિયો (NPR)માં આ અંગે નિષ્ણાતોને ટાંકી માહિતી આપવામાં આવી છે. એશિયા બાબતના ભૂતપુર્વ એડવાઈઝર ડેવિડ ફેથના જણાવ્યા પ્રમાણે વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થવી અને વુહાનમાં જ વાઈરસ અંગે સંશોધન કરનારી લેબોરેટરી હોવી આ બન્ને બાબત કોઈ સંયોગ કે આકસ્મિત બાબત હોઈ શકે નહીં. ફેથ વર્ષ 2019માં એ લોકો પૈકી એક હતા કે જેમણે આ મહામારી ફેલાઈ ત્યારે વુહાન પર વિશેષ ધ્યાન આપ્યું હતું.

WHOનો અહેવાલ
વુહાનમાંથી જ કોરોના ખૂબ ઝડપથી વિશ્વમાં ફેલાયો અને વિશ્વના દેશોએ પોતાને ત્યાં આ મહામારીને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રીત રહ્યું. આ સંજોગોમાં વાઈરસનું મૂળ ઉદગમ સ્થાનની માહિતી મેળવવાની વાત ઠંડી પડી ગઈ. પણ માર્ચના અંત ભાગમાં WHOએ બેઈજીંગ સાથે મળી વાઈરસના મૂળ સ્થાન અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે લેબમાંથી કોરોના વાઈરસ ફેલાયો તે અફવા છે અને તે શક્ય નથી.