• Gujarati News
  • International
  • One Million People Expected To Attend Queen's Funeral, Up To 100 Flight Cancellations; 2 Thousand VVIPs Will Be Present

મહારાણી એલિઝાબેથ દ્વિતીયની આજે છેલ્લી સફર:ક્વીનની અંતિમ વિધિમાં 10 લાખ લોકો ઊમટી પડે એવી શક્યતા, 100 જેટલી ફ્લાઇટ કેન્સલ; 2 હજાર VVIP ઉપસ્થિત રહેશે

15 દિવસ પહેલા
  • 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ IIએ અંતિમ શ્વાસ લીધાં

બ્રિટનની મહારાણી એલિઝાબેથ IIના અંતિમસંસ્કાર આજે કરવામાં આવશે. 96 વર્ષનાં ક્વીને 8 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા. ત્યારે હવે સમગ્ર વિશ્વની નજર તેમના અંતિમસંસ્કાર પર હશે. મહારાણીના અંતિમસંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના અનેક નેતાઓ હાજર રહેશે. VVIP મહેમાનો લંડન પહોંચી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ 2 હજાર VVIP અંતિમસંસ્કારમાં ભાગ લેશે. તો મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંત્યેષ્ટિ કાર્યક્રમમાં 10 લાખ લોકો એકઠા થશે એવી શક્યતા છે.

અંતિમસંસ્કારમાં 2 હજાર VVIP સામેલ થશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ 2 હજાર VVIP અંતિમસંસ્કારમાં ભાગ લેશે. ભારતીય સમય મુજબ અંતિમસંસ્કાર બપોરે 3.30 વાગ્યે થશે, જેનું દુનિયાના અનેક દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં સામેલ થવા માટે લંડનના ગેટરિક પોલીસ સ્ટેશને પહોંચ્યાં, જ્યાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓએ તેમને રિસીવ કર્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં સામેલ થવા માટે લંડનના ગેટરિક પોલીસ સ્ટેશને પહોંચ્યાં, જ્યાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓએ તેમને રિસીવ કર્યા હતા.

રશિયાને આમંત્રણ નથી આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમનાં પત્ની સહિત બેલ્જિયમ, સ્વીડન, નેધરલેન્ડ્સ અને સ્પેનનાં રાજા-રાણી સામેલ થશે. ફ્રાંસ, બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, તુર્કી સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ પહોંચશે. રશિયા, બેલારુસ, મ્યાનમાર, ઈરાનને પણ આમંત્રણ નથી અપાયું.

માનવામાં આવે છે કે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને નથી બોલાવાયા. આશ્ચર્યની વાત એ છે કે ચીનને બોલાવવામાં આવ્યા છે છતાં તેમના રાષ્ટ્રપતિ આવશે કે નહીં એ અંગે હજુ સસ્પેન્સ છે. હાલના દિવસોમાં બ્રિટને બીજિંગ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ટ્રેડ અને જાસૂસી ઉપરાંત બંને દેશ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે.

વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિક પહોંચી રહ્યા છે.
વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિક પહોંચી રહ્યા છે.

અંતિમસંસ્કાર સ્થળ સુધી બસથી જવું પડશે
માત્ર રાષ્ટ્રપ્રમુખ અને તેમના પતિ/પત્નીને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. રવિવારે સાંજે બર્કિંગહામ પેલેસમાં નવા કિંગ ચાર્લ્સ રાષ્ટ્રાધ્યક્ષોને ડિનર આપશે. રાષ્ટ્રાધ્યક્ષોને કોમર્શિયલ ફ્લાઈટથી આવવાનું કહેવામાં આવ્યું છે. અંતિમસંસ્કારવાળી જગ્યાએ અંગત કારમાં નહીં, પરંતુ બસથી જવાનું રહેશે.

બ્રિટનમાં છેલ્લાં 57 વર્ષમાં પહેલી વખત રાજકીય અંતિમસંસ્કારનું આયોજન કરાયું છે. આ પહેલાં 1965માં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ક્વીન પોતાના શાસનકાળ દરમિયાન 15 દેશના રાજપ્રમુખ રહ્યાં હતાં. ક્વીન એલિઝાબેથનું નિધન 8 સપ્ટેમ્બર 2022ના રોજ થયું. એ પછી તેમના પુત્ર ચાર્લ્સ કિંગ બન્યા છે.

10 લાખ લોકો એકઠા થવાની શક્યતા
લંડનના પરિવહન અધિકારીએ કહ્યું હતું કે સોમવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંત્યેષ્ટિ કાર્યક્રમમાં 10 લાખ લોકો એકઠા થશે એવી શક્યતા છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પ્રમુખ એન્ડી બાયફોર્ડે રવિવારે કહ્યું હતું કે 8 સપ્ટેમ્બરે મહારાણીના નિધન પછી લંડનમાં યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. તેમને કહ્યું હતું કે સોમવારે પરિવહનની માગને ઉચ્ચ સ્તરે પહોંચશે એવી શક્યતા છે.

રેલ નેટવર્કના પ્રમુખ પીટર હેન્ડીએ કહ્યું હતું કે દેશભરમાં લગભગ 250 વધારીની ટ્રેન દોડાવવામાં આવશે. તેમણે કહ્યું, લંડન 2012 ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમત પછી સોમવારે સૌથી મોટી સંખ્યામાં લોકો પરિવહન સાધનોનો સહારો લેશે. હીથ્રો એરપોર્ટથી સંચાલિત થનારી 100 વધુ ફ્લાઈટને કેન્સલ કરી દેવાઈ છે, જેથી સોમવાર સવારે વેસ્ટમિન્સ્ટર એબેમાં થનારા અંત્યેષ્ટિ કાર્યક્રમ દરમિયાન વિમાનના અવાજનો સામનો ન કરવો પડે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે અંત્યેષ્ટિ કાર્યક્રમને લઈને સોમવારે તેમની 1200માંથી લગભગ 15 ફ્લાઇટની ઉડાન પ્રભાવિત થશે.

ગન કેરેજ પર થશે ક્વીનની અંતિમ સફર
સૌથી પહેલા વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબે સુધી મહારાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે, એટલે કે તેમના કોફિનને વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવામાં આવશે. આ દરમિયાન મિલિટરી પરેડ થશે. શાહી પરિવારના સભ્ય પણ સામેલ રહેશે. ડ્યૂક ઓફ સસેક્સ એટલે કે પ્રિન્સ હેરી અને તેમના ભાઈ વિલિયમ, એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ મહારાણીના કોફિનની પાછળ ચાલશે. સ્ટેટ ફ્યુનરલ પૂરી થયા બાદ આખા દેશમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવશે.

18મી શતાબ્દી પછીથી વેસ્ટમિન્સ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમસંસ્કાર થયા નથી. જોકે મહારાણીની માના અંતિમસંસ્કાર 2002માં અહીં જ થયા હતા.
18મી શતાબ્દી પછીથી વેસ્ટમિન્સ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમસંસ્કાર થયા નથી. જોકે મહારાણીની માના અંતિમસંસ્કાર 2002માં અહીં જ થયા હતા.

મહારાણીનાના કોફિનને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવાશે. આ ગન કેરેજનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમસંસ્કાર માટે કરાયો હતો, જેને 142 રોયલ નેવી સેલર્સ ખેંચશે. અહીં સ્ટેટ ફ્યુનરનો કાર્યક્રમ સમાપ્ત થઈ જશે. એ બાદ શાહી પરિવારના સભ્યો અને અંગત લોકોની હાજરીમાં એક પ્રાઈવેટ સેરેમની થશે. રાત્રે 8:30 વાગ્યે (બ્રિટિશ સમય મુજબ, સાંજે 4 વાગ્યે) ક્વીનને દફનાવવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર એબેમાં પહોંચ્યા બાદ શાહી રીત-રિવાજો મુજબ ક્વીનના નિધન પર શોક વ્યક્ત કરાશે અને પ્રાર્થના કરાશે. એ બાદ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને NHS સ્ટાફના સભ્યોના નેતૃત્વમાં મહારાણીના કોફિનને વેલિંગ્ટન આર્ક લઈ જવાશે. અહીંથી કોફિનને વિન્સડર કૈસલ લઈ જવાશે. રાત્રે 8:30 વાગ્યે એક સેરેમની પછી મહારાણીને વિન્સડર કેસલના સેન્ટ જ્યોર્જ મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે.

અહીં દફનાવવામાં આવશે મહારાણીને
મહારાણી એલિઝાબેથને કિંગ જ્યોર્જ પાંચમા મેમોરિયલ ચેપલમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપની નજીક જ દફનાવવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર દરમિયાન સમગ્ર બ્રિટન છાવણીમાં બદલાય ગયું છે. મિલિટરીના 5 હજાર જવાન દરેક જગ્યાએ તહેનાત છે, જેમાં 4416 આર્મી જવાન, 847 નેવી અને 686 જવાન વાયુ સેનાના છે. આ ઉપરાંત કોમનવેલ્થ રાષ્ટ્રોના પણ 175 સશસ્ત્ર જવાન અહીં તહેનાત રહેશે. 1650 જવાન યાત્રા દરમિયાન કોફિનની સાથે રહેશે. આ ઉપરાંત એક હજાર જવાન રસ્તા પર ચેઇન બનાવીને ઊભા રહેશે. મિલિટરીના 410 જવાન અંતિમ યાત્રાની સાથે રહેશે.

અન્ય સમાચારો પણ છે...