ચીનમાં કોરોનાની 3 લહેર આવશે:આગામી વર્ષે કોરોનાથી 10 લાખ લોકોના મોત થવાની આશંકા; લોકો હજુ પણ વેક્સિન લેવાથી અચકાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીનમાં કડક પ્રતિબંધો દૂર કર્યા બાદ ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે અહીં 2 હજાર લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ આંકડો હજી પણ વધશે. જો કે ઠંડીની ઋતુમાં સંક્રમણ વધું ફેલાશે, માટે આગામી વર્ષે 10 લાખ લોકોના મોત થવાની આશંકા છે.

રજાઓ દરમિયાન સંક્રમણ ફેલાવાની શક્યતાઓ
એપિડેમિયોલોજિસ્ટ વુ જુન્યુએ BBCને જણાવ્યું હતું કે ચીનમાં ત્રણ સંભવિત લહેરોમાંથી પ્રથમ લહેર હાલમાં ચાલી રહી છે. પછી બીજી લહેર જાન્યુઆરીના મધ્યમાં આવશે. હાલમાં, દેશમાં એક અઠવાડિયાથી નવા વર્ષની ઉજવણી ચાલે છે, જેના કારણે દેશમાં લાખો લોકો આવતા-જતા રહે છે. એવામાં દર્દીઓની સંખ્યા વધી શકે છે.

બીજી લહેર નવા વર્ષની ઉજવણી દરમિયાન આવશે.
બીજી લહેર નવા વર્ષની ઉજવણી દરમિયાન આવશે.

જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના એન્ડથી લઈને માર્ચની વચ્ચે આવી શકે છે. તે સમયે તમામ લોકો રજાઓ માણીને પરત ફરશે. એવામાં વધુ લોકોને સંક્રમણ લાગી શકે છે.

2023માં લાખો લોકોના મોતની આશંકા
ચીનમાં કોરોનાથી થનાર મોત મામલે એક હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો છે. અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI)નો એક અંદાજ છે કે 2023માં ચીનમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે. ચીનમાં કોવિડ પ્રતિબંધો દુર થયા બાદ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજ લગાવવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, એપ્રિલની શરૂઆતમાં ચીનમાં કોરોનાના કેસ પીક પર હશે.
રિપોર્ટ અનુસાર, એપ્રિલની શરૂઆતમાં ચીનમાં કોરોનાના કેસ પીક પર હશે.

રિપોર્ટ અનુસાર, એપ્રિલની શરૂઆતમાં ચીનમાં કોરોનાના કેસની પીક આવશે. ત્યાં સુધીમાં મૃત્યુઆંક 3 લાખ 22 હજાર સુધી પહોંચવાની આશંકા છે. IHMIના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેના જણાવ્યા અનુસાર, એપ્રિલ સુધીમાં ચીનની એક તૃતીયાંશ વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હશે.

ચીનમાં લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે
ચીનનું કહેવું છે કે તેની 90% વસ્તીને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે. એટલે કે તેમને વેક્સિનના તમામ ડોઝ મળી ગયા છે. પરંતુ 80 વર્ષથી વધુ ઉંમરના માત્ર 50% લોકોને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે. જ્યારે તેમને જ ગંભીર સંક્રમણ લાગવાનો સૌથી વધુ ડર હોય છે.

ચીનનું કહેવું છે કે 90% વસ્તીએ વેક્સિનના તમામ ડોઝ લઈ લીધા છે.
ચીનનું કહેવું છે કે 90% વસ્તીએ વેક્સિનના તમામ ડોઝ લઈ લીધા છે.

તેનું મુખ્ય કારણ વેક્સિન પ્રત્યે લોકોને ભરોસોં ન હોવાનું છે. તેની આડઅસર કેટલાકમાં જોવા મળે છે, જે અન્ય લોકોને વેક્સિન લેવા માટે ડિમોટિવેટ કરે છે. આવું ખાસ કરીને વૃદ્ધોમાં થાય છે. આ લોકો કહે છે કે વેક્સિન લેવા કરતાં વાયરસનો સામનો કરવાનું વધુ ગમશે. આ સિવાય સરકારે પણ વેક્સિનેશન ફરજિયાત કર્યું નથી.

ચીનમાં કોરોના બાબતના અન્ય સમાચાર પણ વાંચો...
ચીનમાં કોરોનાથી 10 લાખ લોકોના માત થવાનો અંદાજ: અમેરિકન ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં કરવામાં આવ્યો દોવા, એપ્રિલમાં આવશે પીક

ચીનમાં કોરોનાથી થતા મોત મામલે જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટે ચીનની ચિંતા વધારી દીધી છે. અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI)નો એક અંદાજ છે કે 2023 સુધીમાં ચીનમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે.

વૈજ્ઞાનિકનો દાવો- વુહાન લેબમાંથી લીક થયો કોરોનાઃ અમેરિકાએ ચીનને વાયરસ બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો, સુરક્ષામાં ચૂંક થઈ હતી

લગભગ ત્રણ વર્ષ પહેલા ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ દોવા હાલમાં જ એમ્રિકન વૈજ્ઞાનિક એન્ડ્રુ હફે પોતાના પુસ્તક 'ધ ટ્રુથ અબાઉટ વુહાન'માં કર્યો છે. તેમનું કહેવું છે કે યુએસ સરકાર ચીનમાં કોરોના વાયરસ બનાવવાના પ્રોજેક્ટને ફંડ આપી રહી હતી. હફે આ લેબમાં પણ કામ કર્યું છે.