ઈંગ્લેન્ડમાં આતંકી હુમલો:લિવરપૂલમાં મહિલા હોસ્પિટલના પાર્કિંગમાં બ્લાસ્ટ, ટેક્સીમાં થયેલા વિસ્ફોટમાં એકનું મોત

25 દિવસ પહેલા

ઈંગ્લેન્ડનના ઉત્તરી શહેર લિવરપૂલમાં એક મહિલા હોસ્પિટલની બહાર રવિવારે એક કારમાં વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ એક ટેક્સીમાં થયો હતો. જેને વિસ્ફોટ થયો તેને થોડી મિનિટ પહેલાં જ હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટનાની તપાસ આતંકી હુમલો થયો હોય તે રીતે કરવામાં આવી રહી છે. કાઉન્ટર ટેરેરિઝમ ઓફિસર્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે હોસ્પિટલ તરફ જતા તમામ રસ્તાઓને બ્લોક કરી દીધા છે અને સેનાની બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

જે ટેક્સીમાં વિસ્ફોટ થયો તે થોડીવાર પહેલાં હોસ્પિટલમાં જ ઊભી હતી
ધ મિરરના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 11 વાગ્યે જે ટેક્સીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તેને બ્લાસ્ટના થોડા સમય પહેલાં જ હોસ્પિટલની બહાર પાર્કિગમાં લાવવામાં આવી હતી.હજુ તે સ્પષ્ટ નથી થયું કે મૃત્યું પામનાર વ્યક્તિ કાર લઈને આવ્યો હતો કે કોઈ અન્યએ ત્યાં ઊભી રાખી હતી.

મેરિસાઈડ પોલીસના ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડીના જણાવ્યા મુજબ ઘટનાને હજુ આતંકી હુમલો જાહેર નથી કરાયો પરંતુ તપાસ આતંકી હુમલો થયો છે તે દિશામાં જ થઈ રહી છે. તેથી કાઉન્ટર ટેરરિઝમ ઓફિસર્સ તપાસને લીડ કરી રહ્યાં છે.

લિવરપૂલમાં વિસ્ફોટ પછી એક સળગતી કાર અને આગ પર કાબૂ લેવાયા બાદ ગાડીની હાલત
લિવરપૂલમાં વિસ્ફોટ પછી એક સળગતી કાર અને આગ પર કાબૂ લેવાયા બાદ ગાડીની હાલત

પ્રત્યક્ષદર્શીએ સાંભળ્યા અનેક વિસ્ફોટના અવાજ
કારમાં વિસ્ફોટ બાદ રોયર લોજિસ્ટિક કોર્પ્સ આર્મીના બોમ્બ ડિસ્પોઝલ ટ્રક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેને અનેક વિસ્ફોટના અવાજ સાંભળ્યા અને એરિયામાં ધુમાડાઓના ગોટેગોટા જોયા. જો કે પોલીસે હજુ એક જ વિસ્ફોટની પુષ્ટિ કરી છે, પરંતુ ન્યૂઝ વેબસાઈટ લિવરપૂલ ઈકોના અહેવાલમાં જે વીડિયો મુકવામાં આવ્યો છે તેમાં બે વિસ્ફોટના અવાજ સંભળાય છે. વેબસાઈટને આ વીડિયો કોઈ પ્રત્યક્ષદર્શીએ ઉપલબ્ધ કરાવ્યો છે.

ઘટના સ્થળે હાજર પોલીસની ટીમ
ઘટના સ્થળે હાજર પોલીસની ટીમ

સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યાં છે વીડિયો અને ફોટો
પોલીસે ઘટના સ્થળને ચારે બાજુથી ઘેરી લીધું છે, પરંતુ સળગતી કારનો એક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા છે જેને જોરદાર શેર કરવામાં આવી રહ્યાં છે. આ ફોટોમાં સળગતી કાર પાર્કિંગમાં અન્ય વાહનોથી થોડે જ દૂર જોવા મળે છે. આજુબાજુ ઉંચી બિલ્ડિંગ્સ અને હોસ્પિટલની સામે આવેલી હિલ પરથી ઘણાં લોકોએ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં વિસ્ફોટ પછી ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે અને ઈમરજન્સી સાઈરનના અવાજ સંભળાય રહ્યાં છે. ઘટનાની જગ્યાએથી પોલીસ હેલિકોપ્ટર ધ્યાન રાખી રહ્યું છે કે જેથી કોઈ પણ સંદિગ્ધની ઓળખ થઈ શકે.

વિસ્ફોટમાં સળગી ગયેલી કાર
વિસ્ફોટમાં સળગી ગયેલી કાર

લિવરપૂલના સાસંદે ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી
લિવરપૂલમાં બ્રિટનના વિપક્ષી દળ લેબર પાર્ટીના સાંસદ કિમ જોનસન છે. જોનસને ટ્વીટ કરી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ લખ્યું, લિવરપૂલની મહિલા હોસ્પિટલની બહારથી ઘણી જ ચિંતાજનક ન્યૂઝ મળી રહ્યાં છે, જ્યાં મોટી સંખ્યામાં ઈમરજન્સી સમયે લડનારી ટીમ હાજર છે. આશા છે કે હોસ્પિટલનો સ્ટાફ, દર્દી અને વિઝિટર્સ સુરક્ષિત હશે. પ્લીઝ હાલ તે એરિયામાં ન જશો.

હોસ્પિટલે રદ કરી તમામ અપોયમેન્ટ
મહિલા હોસ્પિટલની બહાર ઘણાં દર્દીઓએ વિસ્ફોટ પછી પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો છે. હોસ્પિટલે પણ લગભગ તમામ અપોયમેન્ટ રદ કરી દીધી છે. લિવરપૂલની મહિલા હોસ્પિટલ ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટેની છે.

અન્ય સમાચારો પણ છે...