ઓપન ડોર્સ:અમેરિકામાં ભણતા દર પાંચમાંથી એક વિદેશી વિદ્યાર્થી ભારતીય

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 62 હજારને વિઝા

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકન દૂતાવાસે સોમવારે ઓપન ડોર્સ જારી કરીને કહ્યું છે કે, 2020-21ના શૈક્ષણિક સત્રમાં 200 દેશના 9,14,000થી વધુ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ હાંસલ કરી રહ્યા છે, જેમાં 20% ભારતીય છે.

અત્યારે પણ અમેરિકામાં 1,67,582 ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. દૂતાવાસમાં કાઉન્સેલર મામલાના મંત્રી ડોન હેફિલને કહ્યું કે કોરોના મહામારી છતાં આ વર્ષે 62 હજારથી વધુ વિદ્યાર્થીને વિઝા અપાશે, જે પાછલા કોઈ પણ વર્ષની તુલનામાં વધુ છે.

આ આંકડાથી માલુમ પડે છે કે, વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ઉત્તમ દેશ છે. નોંધનીય છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જાય છે.

મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ અમેરિકા હોય છે. દૂતાવાસના શૈક્ષણિક મામલાના કાઉન્સેલર એન્થની મિરાન્ડાનું કહેવું છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સારી સુવિધા મળી રહી છે. આગામી વર્ષોમાં અમેરિકા તેમાં પણ વધારો કરશે. કોરોના કાળ પછી અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

4500 અમેરિકન કોલેજોમાંથી પસંદગીની તક
ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થી 4500 અમેરિકન કોલેજોમાંથી પસંદગી કરી શકે છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં અમેરિકન સેન્ટરો છે. ત્યાંથી વિદ્યાર્થીઓ માહિતી લઈ શકે છે. અન્ય માહિતી https://educationusa.state.gov/ પર પણ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...