• Gujarati News
  • International
  • One Hour Before The Anxiety, No watch Will Tell You By Vibration, Advise To Take Deep Breath, Take A Short Walk.

ટેક ફોર હેલ્થ:ચિંતા થવાના એક કલાક પહેલાં જ નો-વૉચ વાઈબ્રેશનથી જણાવી દેશે, સલાહ આપશે કે ઊંડા શ્વાસ લો, થોડું વૉક કરો

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણીવાર ધીમે ધીમે ચિંતા વધી જતી હોય છે. જોકે, હવે કાંડા પર પહેરી શકાય એવી સોય ધરાવતી નો-વૉચ ટેન્શન લેવલ વધવાના આશરે એક કલાક પહેલાં જ તમને સાવચેત કરી દેશે. આ નો-વૉચ સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલને પરસેવા થકી ટ્રેક કરશે. જો શરીરમાં કાર્ટિસોલનું સ્તર વધશે,તો આ ડિવાઈસ તમારા કાંડા પર વાઈબ્રેટ થશે. આ સાથે ઓડિયો થકી સૂચન કરશે કે, લાંબા શ્વાસ લો, બહાર લટાર મારવા જાઓ અને થોડું વૉક કરો.

હકીકતમાં કાર્ટિસોલનું સ્તર સ્થૂળતા, અનિદ્રા અને હૃદય સંબંધિત બિમારીઓના કારણે હોય છે. કાર્ટિસોલ લેવલ વધવાની સાથે જ નો-વૉચ કાંડા પર પરસેવાના આધારે ટ્રેક કરશે. તેમાં લાગેલા ઈલેક્ટ્રિકલ સેન્સર ડેટા અલ્ગોરિધમ સાથે સ્ટ્રેસનું વિશ્લેષણ કરશે. નો-વૉચના નિર્માતાઓનું માનવું છે કે, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો સ્ટ્રેસ લેવલને ડિિજટલ રીતે નંબરોના આધારે ડિસ્પ્લે કરાય, તો તે પણ સ્ટ્રેસ લેવલ વધારે છે. એટલે નો-વૉચમાં ડિસ્પ્લે ફિચર નથી. તે આરોગ્યના ડેટા સ્ટોર કરે છે, પરંતુ યુઝર્સને બતાવતું નથી.

અમેરિકાના લાસ વેગારમાં થનારી સીઈએસ કોન્ફરન્સમાં આ ડિવાઈસ પ્રદર્શિત કરાયું હતું. આશરે રૂ. 57 હજારનું નો-વૉચ આગામી વર્ષે માર્ચ સુધી બજારમાં આવી જશે. કંપનીનું કહેવું છેકે, વર્ક પ્લેસની સાથે નો-વૉચને કારના ડેશબોર્ડ પર પણ કનેક્ટ કરી શકાશ, જેનાથી ડ્રાઈવિંગ કરતી વખતે પણ સ્ટ્રેસ લેવલ જાણી શકાશે.

‘ડોન્ટ લુક અપ’ ફિલ્મમાં પણ આવું ડિવાઈસ બતાવાયું છે
નેટફ્લિક પર હાલમાં જ રિલીઝ ફિલ્મ ‘ડોન્ટ લુક અપ’ પર પણ આવું જ સ્ટ્રેસ મોનિટર ડિવાઈસ બતાવાયું છે. નો-વૉચના ડાયલમાં જેમસટોન લગાવાયું છે, જેની નીચે ઈલેક્ટ્રોડર્મલ સેન્સર લગાવાયા છે. નો-વૉચ સ્ટ્રેસ લેવલ તપાસવા માટે શરીરનું તાપમાન, ધબકારા, લોહીમાં ઓક્સિજનનું સ્તર વગેરે મોનિટર કરે છે.

અન્ય સમાચારો પણ છે...