કતારમાં ભારતીય સેનાના 8 પુર્વ અધિકારીઓની અટકાયત:એકને રાષ્ટ્રપતિ હસ્તે મળી ચુક્યો છે એવોર્ડ, અટકાયત કરવાનું કારણ જાણી શકાયું નથી

દોહાએક મહિનો પહેલા

કતારના દોહામાં આઠ નિવૃત્ત ભારતીય નૌકાદળના અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. જો કે તેની અટકાયતનું કારણ બહાર આવ્યું નથી. તમામ અધિકારીઓ કતારી અમીરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી કંપનીમાં કામ કરતા હતા.

અહેવાલો અનુસાર, દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ વાતની જાણ છે. હાલમાં જ મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું- 57 દિવસથી ભારતીય નૌકાદળના 8 નિવૃત્ત અધિકારીઓને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સહિત અનેક મંત્રીઓને ટેગ કરવામાં આવ્યા છે.
આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સહિત અનેક મંત્રીઓને ટેગ કરવામાં આવ્યા છે.

તમામ અધિકારીઓ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં કામ કરે છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પૂર્વ નેવી અધિકારી દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતાર ડિફેન્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક બિઝનેસ પાર્ટનર છે અને સંરક્ષણ સાધનોની જાળવણી કરે છે. આ કંપનીના CEOનું નામ ખામીસ અલ અજમીક છે . તેઓ રોયલ ઓમાન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર હતા. હવે નિવૃત્ત થઈ ચુક્યા છે.

8માંથી એક અધિકારીને રાષ્ટ્રપતિ હસ્તે મળ્યું હતુ સન્માન
અટકાયત કરવામાં આવેલ આઠ ભારતીયોમાં કમાન્ડર પુર્ણેદુ તિવારી (સેવાનિવૃત્ત) પણ છે.તેમને 2019માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ કોવિંદ હસ્તે ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો.
કેપનીની વેબસાઈટ પર તેમની પ્રોફાઈલમાં લખ્યું છે- પૂર્ણેન્દુએ ભારતીય નૌકાદળમાં માઇનસ્વીપર અને એક મોટા યુદ્ધ જહાજની કમાન સંભાળી હતી.

કંપનીની પ્રશંસા કરી હતી
તેમની વેબસાઇટ પર કંપની વિશે ખૂબ જ સરસ અને પ્રભાવશાળી ઈન્ટ્રોડક્શન પોસ્ટ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કરવામાં આવેલા કામ માટે દોહામાં ભારતીયો મિશન માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે. રાજદૂત દીપક મિત્તલે કહ્યું- કંપની કતાર સંરક્ષણ દળોની ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...