વિશ્વમાં ફરી એકવાર ખૂબ ઝડપથી કોરોના વાઇરસ બેકાબૂ બની રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે ઝડપથી ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BF.7 લોકોને સંક્રમિત કરી રહ્યો છે. એ દુનિયાભરના દેશો માટે એક ખતરાની ઘંટી સમાન છે. હાલમાં ચીનની બદતર સ્થિતિ અંગે વાત કરીએ તો ઓમિક્રોનના સબ-વેરિયન્ટથી અત્યારસુધીમાં ચીનમાં હોસ્પિટલ દર્દીઓથી ફુલ અને સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનમાં અત્યારસુધીની સૌથી મોટી કોવિડ-19ની લહેર આવી હોવાનું મનાય છે.
ચીનમાં કેટલી ખરાબ સ્થિતિ ?
ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આગામી કેટલાક મહિનામાં કોવિડ-19થી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે અને એક રિપોર્ટ અનુસાર ચીનમાં મૃતકોની સંખ્યા 5 લાખ થાય એવી સંભાવના છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ચીને પોતાની ઝિરો કોવિડ પોલિસીને રદ કરી હતી અને ત્યાર બાદ ત્યાં સંક્રમિતોની સંખ્યા એટલી વધી કે સ્મશાનોમાં એકસાથે અંતિમસંસ્કાર કરવા પડ્યા. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ટ્વિટર પર વાઇરલ થતા વીડિયો જોતાં લાગે છે કે ચીનમાં કેસ અને મોતના સત્તાવાર આંકડા તેમજ એની હકીકત વચ્ચે ઘણો તફાવત છે. ચીનમાં કોરોનાથી કેવી બદતર સ્થિતિ છે એ જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.