• Gujarati News
  • International
  • Omicron Has Lower Hospitalization, ICU And Mortality Rates Than Delta; Pakistani Expert Dr. The Study Of Fahim Yunus

ડેલ્ટા ખરાબ, ઓમિક્રોન ઓછો ખરાબ:ડેલ્ટા કરતાં ઓમિક્રોનમાં હોસ્પિટલાઇઝેશન, ICU અને મૃત્યુનું પ્રમાણ ઓછું; પાકિસ્તાની એક્સપર્ટ ડૉ. ફહીમ યુનુસનો અભ્યાસ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડૉ. ફહીમ યૂનુસના કોરોના અંગેના અભ્યાસ અંગે વિશ્વના નિષ્ણાંત ટાંપીને બેઠા હોય છે

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના જાણીતા એક્સપર્ટ ડૉ. ફહીમ યૂુનુસે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર મહામારીમાં રાહત આપનારા કેટલાંક આંકડાઓ જાહેર કર્યા છે. હાલના એક અભ્યાસના આધારે ડૉ. યુનુસે ઓમિક્રોન વેરિયન્ટને ગત વર્ષે કાળો કહેર ફેલાવનાર ડેલ્ટાથી ઓછો ખતરનાક ગણાવ્યો છે.

આ રિપોર્ટ કોરોના સંક્રમણના અભ્યાસુ ડૉ. યૂનુસ ફહીમે આપ્યો છે. પાકિસ્તાન મૂળના ડૉ. ફહીમ કોરોના અંગે શું કરે છે, કેવો અભ્યાસ કરે છે તે અંગે વિશ્વના નિષ્ણાંત ટાંપીને બેઠા હોય છે. પાકિસ્તાનની વાત ઈસ્લામિક દેશો પણ અવગણે છે ત્યારે ડૉ. ફહીમના અભ્યાસને જાણવાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

કોવિડ-19નો નવો વેરિયન્ટ ઓમિક્રોન નિશ્ચિત રીતે ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક નથી, આવી વાત અમેરિકાના સૌથી મોટા વૈજ્ઞાનિક ડૉ. એન્થની ફોસીએ પણ ફરી જોર આપ્યું. તેમને કહ્યું કે કોરોના વાયરસના B.1.1.1.529 વેરિયન્ટમાં મોટી સંખ્યામાં મ્યૂટેશન જોવા મળે છે, તેમ છતાં આ વધુ જીવલેણ નથી. તેઓએ સ્પષ્ટ કર્યું કે અધ્યયન દરમિયાન કેટલા સંકેત મળે છે કે આ ઓછો ગંભીર હોઈ શકે છે.

પાકિસ્તાની ડોકટર યુનુસે કરેલા અભ્યાસનાં તારણો

  • દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના દર્દી પર થયેલા એક સ્ટડીમાં ઓમિક્રોનથી સંક્મિત 31 ટકા દર્દીમાં જ રેસ્પિરેટરી (શ્વાસ સાથે જોડાયેલી બીમારી)ના ઘાતક લક્ષણ જોવા મળ્યા છે. જ્યારે ડેલ્ટા સંક્રમિતોમાં રેસ્પિરેટરીનો ખતરો 91 ટકા સુધી જોવા મળ્યો હતો. આ દરમિયાન ડેલ્ટાના દર્દીઓને લગભગ સાત દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવા પડતા હતા પરંતુ ઓમિક્રોનના દર્દીઓને 3 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી પડી.
  • સ્ટડી મુજબ ડેલ્ટાના 69 ટકા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર પડતી હતી, જ્યારે ઓમિક્રોનમાં 41 ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર પડી રહી છે. આંકડા જણાવે છે કે ડેલ્ટાના 30 ટકા દર્દીઓને ICUમાં એડમિટ કરવા પડ્યા હતા, જ્યારે ઓમિક્રોનમાં માત્ર 18 દર્દીઓને જ ICUની જરૂરિયાત ઊભી થઈ છે.
  • દર્દીઓને વેન્ટીલેટર પર રાખવાની બાબતે પણ મોટી રાહત જોવા મળી છે. ડેલ્ટાથી સંક્રમિત લગભગ 12 ટકા દર્દીઓને વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત પડી હતી, જ્યારે ઓમિક્રોનના મામલે આ આંકડો માત્ર 1.6% જ રહ્યો છે. આ રીતે ડેલ્ટાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 29% હતો જ્યારે ઓમિક્રોનમાં દર્દીઓનો મૃત્યુદર માત્ર 3 ટકા જ જોવા મળ્યો છે.

અભ્યાસ દરમિયાન ઓમિક્રોનવાળા ગ્રુપમાં મોટા ભાગે યંગસ્ટર્સ હતા
જો કે ડૉ. યૂનુસે કહ્યું, 'આ સકારાત્મક આંકડા સામે આવ્યા છતાં સ્ટડીની કેટલીક મર્યાદાઓ પણ હતી. અહીં ઓમિક્રોનવાળા ગ્રુપમાં મોટાભાગે યંગસ્ટર્સ દર્દીઓ સામેલ હતા અને તેના સારા પરિણામનું એક કારણ ઓમિક્રોન પહેલાં કોઈ વેરિયન્ટથી સંક્રમિત થયો હોય કે વેક્સિનના કારણે ઈમ્યૂનિટી પણ ડેવલપ થઈ હોઈ શકે છે. ડેલ્ટાવાળા ગ્રુપમાં દર્દીઓની સરેરાશ ઉંમર 59 હતી, જ્યારે ઓમિક્રોનવાળા ગ્રુપમાં દર્દીઓની સરેરાશ આયુ 36 વર્ષ હતી.'

તેમણે વધુમાં કહ્યું કે, 'ઓમિક્રોનવાળા ગ્રુપમાં સીક્વેન્સિંગ ડેટા પણ ઉપલબ્ધ ન હતો. જો કે જ્યારે ઓમિક્રોનની વાત આવે છે તો તમામ સ્ટડીઝમાં આ પ્રકારની જ પેટર્ન જોવા મળી છે.'

ડૉ. એન્થની ફોસીએ પણ ડેલ્ટાથી ઓમિક્રોન ઓછો ખતરનાક હોવાનું જણાવ્યું છે. ડૉ. ફોસીએ ન્યૂઝ એજન્સી AFP સાથે વાત કરતાં કહ્યું કે ઓમિક્રોન સાથે જોડાયેલા તથ્યોને પોતાના મંતવ્યો સાર્વજનિક કર્યા છે. તેમને સાઉથ આફ્રિકાનું ઉદાહરણ આપ્યું છે જ્યાં સૌથી પહેલાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો હતો. તેમને કહ્યું કે જ્યારે તમે સાઉથ આફ્રિકાની સ્થિતિ જુઓ છો તો જાણવા મળે છે કે સંક્રમિત થયેલા લોકોની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યાના મામલે ડેલ્ટાની તુલનાએ ઘણો જ ઓછો છે.

સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કર્યો હતો દાવો
બીજી બાજુ સિંગાપોરના વિશેષજ્ઞોએ પણ કહ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટાથી વધુ ખતરનાક હોય તેવા કોઈ પણ પુરાવાઓ સામે આવ્યા નથી. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંબંધિત લક્ષણોના બીજા વેરિયન્ટથી વધુ ખતરનાક હોવાના કે હાલના વેક્સિનેશન તેમજ સારવારની તેના પર બેઅસર હોવાના સંબંધમાં હાલ કોઈ પુરાવાઓ મળ્યા નથી. સિંગાપોર સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલથી એક રિપોર્ટમાં આ વાત કરવામાં આવી છે.

જો કે હાલ કોરોના ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના દાવા મુજબ કોવિડ-19ના આ નવો વેરિયન્ટ લગભગ 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસમાં લાખોની સંખ્યામાં સંક્રમિત લોકોની સંખ્યા જોવા મળે છે. જ્યારે અમેરિકા, રશિયા અને પોલેનન્ટ જેવા દેશોમાં રોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તો ભારતમાં ઓમિક્રોન સંક્રમણના લગભગ 1700થી વધુ કેસ નોંધાયા છે. દેશના અનેક રાજ્યોમાં ઓમિક્રોનની સાથે ડેલ્ટા પણ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...