ખુશ કરી દે તેવો ડેનમાર્કનો સર્વે:Omicron કોરોના મહામારીના અંતનો સંકેત, એક-બે મહિનામાં જ પાછી આવી જશે ખુશીની લહેર

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ આખી દુનિયામાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ડેનમાર્કના હેલ્થ ચીફ ટાયરા ગ્રૂવ કોસે ઓમિક્રોન વેરિયન્ટ સાથે મહામારીનો અંત થવાની ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે, ઓમિક્રોન તેની સાથે મહામારીનો અંત લઈને આવ્યો છે અને આગામી બે મહિનામાં જ આપણે આપણાં સામાન્ય જીવનમાં પરત ફરીશું.

એક ન્યૂઝ મીડિયા ચેનલ સાથે વાત કરતાં ડેનમાર્કે સ્ટેટ સીરમ ઈન્સ્ટિટ્યૂટના ચીફ એપિડેમાયોલોજિસ્ટ ટાયરાએ જણાવ્યું કે, ઓર્ગેનાઈઝેશને એક સ્ટડીમાં જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમણમાં હોસ્પિટલમાં દાખલ જવાનું જોખમ ડેલ્ટા કરતા અડધુ છે. આ આંકડાથી અધિકારીઓને આશા છે કે, આગામી બે મહિનામાં ડેનમાર્કમાં મહામારીનો અંત આવશે.

ટાયરાએ સોમવારે તેના નિવેદનમાં જણાવ્યું કે, મને લાગે છે કે, અમને આગામી બે મહિનામાં મહામારીમાથી છૂટકારો મળી જશે. આ દરમિયાન સંક્રમણની સ્પીડ ધીમી પડી જશે અને આપણે આપણાં સામાન્ય જીવનમાં પરત આવી જઈશું.

આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ જ્યારે આ ખતમ થશે ત્યારે આપણે પોતાને એક સારી જગ્યાએ જોઈશું. ડેનમાર્કમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે તે દરમિયાન એક્સપર્ટે કહ્યું કે, ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો તાકાતવર છે. તેથી મોટા બાગના લોકો કોઈ લક્ષણ વગર જ સંક્રમિત થઈ રહ્યા છે. પરિણામે ઓમિક્રોન લોકોને સારી ઈમ્યૂનિટી આપશે.

ડેનમાર્કમાં છેલ્લાં કેટલાક દિવસોમાં કેસની સંખ્યા ખૂબ વધી છે. દેશમાં ગયા સપ્તાહે સાત દિવસના એવરેજ કેસ 20,885 હતા. ડેનમાર્કમાં સંક્રમણનો દર યુરોપમાં સૌથી વધારે છે. અહીં સંક્રમણના સૌથી વધારે કેસ 27 ડિસેમ્બરે 41,035 નોંધાયા હતા.

ટાયરાએ ભાર આપીને કહ્યું છે કે, આગામી મહિનાઓમાં મહામારીને હરાવવા માટે હજી ઘણું કામ કરવાનું બાકી છે. હાઈજીનનો ખ્યાલ રાખવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને શરીરમાં કોઈ પણ લક્ષણ દેખાતા પોતાની જાતને ઘરમાં ક્વોરન્ટિન કરી લેવું. ઓમિક્રોનના વધતા કેસની અસર ડેનમાર્કની હેલ્થકેર સિસ્ટમ પર અત્યારે પણ ચાલુ રહેશે. આવનાર સમયમાં આ એક પડકાર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...