નેપાળની સ્થાનિક એકમની ચૂંટણીમાં અત્યાર સુધી પરિણામો અને ટ્રેન્ડમાં ચીન સમર્થક મનાતા મુખ્ય વિપક્ષી દળ સીપીએન-યુએમએલના અધ્યક્ષ અને પૂર્વ પીએમ કે.પી.શર્મા ઓલીની પાર્ટી પાછળ રહી ગઈ છે. ઓલીના ગૃહ જિલ્લા ઝાપામાં અમુક સ્થાનિક સરકારોમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ જીત મેળવી છે. આ ટ્રેન્ડ નેપાળમાં નવેમ્બરમાં યોજાનાર સામાન્ય ચૂંટણીની તસવીર પણ રજૂ કરી રહ્યા છે.
નેપાળમાં 13ના રોજ સ્થાનિક સ્તરે ચૂંટણીના પરિણામ અને ટ્રેન્ડમાં સત્તારુઢ નેપાળી કોંગ્રેસ અને તેના સહયોગી ડાબેરી પક્ષોને પણ વધુ સીટ મળતી દેખાતી નથી. જનકપુરના ધનુષામા ચૂંટણી ક્ષેત્ર સહિત, જનકપુરના અમુક જિલ્લામાં જે કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિમલેન્દ્ર નિધિનો મતવિસ્તાર છે અપક્ષ ઉમેદવારોએ કાં તો લીડ મેળવી છે કાં જીત મેળવી છે.
આ પરિણામોએ મુખ્યધારાના રાજકીય પક્ષોએ હચમચાવી મૂક્યા છે.નેપાળ સરકારના પૂર્વ સચિવ અને સામાન્ય ચૂંટણી પર્યવેક્ષક સમિતિના સભ્ય ખેમરાજ રેગ્મીએ કહ્યું કે શરૂઆતના ચૂંટણી પરિણામોને જોતા મતદારો નિરાશ લાગી રહ્યા હતા. તેનાથી જાણ થાય છે કે મતદારો જૂનાપક્ષોને છોડી નવા ચહેરાને શોધી રહ્યા છે.
ભક્તપુરમાં નેપાળી મજદૂર કોંગ્રેસ પાર્ટીનો વિજય
કાઠમંડુની નજીકના ભક્તપુરમાં જૂની રાજકીય પાર્ટી મજદૂર કિસાન પાર્ટીએ જીત મેળવી છે. નેપાળી કોંગ્રેસ અને યુએમએલ સહિત મોટા પક્ષોના વોટ જોવામાં આવે તો તેમનું પ્રભુત્વ ખૂબ જ ઓછું રહ્યું. નેપાળ મજદૂર કિસાન પાર્ટીના સુનીલ પ્રજાપતિએ 30 હજાર વોટથી વિજય મેળવ્યો. નેપાળી કોંગ્રેસ ઉમેદવારને 3000 જ વોટ મળ્યા.
ઓલીની પાર્ટી માઓવાદીઓ સાથે ગઠબંધનના પ્રયાસમાં
ઓલીની પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ નેતાઓ નવી રણનીતિ બનાવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીએ સરકારને સંસદ ચલાવવા અને બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આગામી ચૂંટણીમાં માઓવાદીઓ સાથે ગઠબંધન બનાવવા મુદ્દે પાર્ટીની અંતર વાતો થવા લાગી છે. નેપાળમાં રાજકારણ બે પક્ષો વચ્ચે વહેંચાયેલું છે.
કાઠમંડુ : કર્ણાટકથી એન્જિનિયરિંગ કરનાર બાલેન લોકપ્રિય
કાઠમંડુના મેયરની ચૂંટણીમાં 31 વર્ષીય બાલેન્દ્ર સાહૂ ભારે લોકપ્રિય થઇ રહ્યા છે. તેમણે કર્ણાટકથી એન્જિનિયરિંગ કર્યું છે. તે નેપાળમાં હિપહોપ સિંગર બાલેન નામે ચર્ચિત છે. અપક્ષ ચૂંટણી લડી રહેલા બાલેન્દ્રનો ચૂંટણી ચિહ્ન છડી છે.તે દેશની વર્તમાન રાજનીતિ પર વ્યંગ્યવાળા ગીતો ગાય છે. તેમનું કહેવું છેકે આ છડી નેપાળના રાજકારણને સુધારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.