તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેપાળનું રાજકારણ:ઓલીએ સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યો, હવે રાજીનામુ આપવું પડશે;આશરે 2 વર્ષ સુધી ચાલ્યો રાજકિય ઘટનાક્રમ

કાઠમંડુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેપાળમાં આશરે બે વર્ષથી ચાલી રહેલા રાજકિય ખેંચતાણનો છેવટે અંત આવ્યો છે. ઘણી મુશ્કેલી બાદ વિશ્વાસ મતનો સામનો કરવા તૈયાર થયેલા વડા પ્રધાન ઓલીને સંસદમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તેમને રાજીનામુ આપી દેવું પડશે. તેમના જ પક્ષના નેતાઓ લાંબા સમયથી રાજીનામાની માંગ કરી રહ્યા હતા. જોકે, રવિવારે એક સમયે એવું લાગતુ હતું કે ઓલી ગમે તેમ કરીને પણ પોતાની ખુરશી બચાવી લેશે. પણ આ વખતે આ શક્ય ન બન્યું. ઓલીને ચીનના ખૂબ જ નજીકના નેતા માનવામાં આવે છે અને તેમણે અનેક વખત ભારત વિરોધી નિવેદનો પણ આપ્યા હતા. ભારત નેપાળના આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

વિરોધમાં 124 મત પડ્યા
સોમવારે મતદાન સમયે કુલ 232 સાંસદોએ ભાગ લીધો હતો. તે પૈકી 124 મત ઓલીની વિરોધમાં પડ્યાં હતા, જ્યારે 93 મત તેમના પક્ષમાં પડ્યા હતા. 15 સાંસદ ન્યૂટ્રલ રહ્યા. ઓલી સરકારને બચાવવા માટે 136 મતની જરૂર હતી. નેપાળની સંસદમાં કુલ 271 સભ્ય છે. માધવ નેપાલ અને ઝાલાનાથ ખનાલ ગ્રુપ વોટીંગમાં સામેલ થયા ન હતા. સંસદની હવે પછીની બેઠક આગામી ગુરુવારે યોજાશે. તે સમયે રણનીતિ પર વિચાર કરવામાં આવશે. ​​​​​​​

દરેક વખતે ખુરશી બચાવી લીધી
ઓલી ફેબ્રુઆરી,2018માં બીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારથી પ્રથમ વખત 271 બેઠક વાળી સંસદમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરી રહ્યા હતા. ઓલીને સમર્થન આપી રહેલા મહત્વના મધેશી પાર્ટીએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી એવું લાગી રહ્યું છે સરકાર પડી જશે. જોકે, 2 વર્ષમાં અનેક વખત આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. પણ દરેક વખતે ઓલી તેમની સરકાર અને ખુરશી બચાવવામાં સફળ થઈ ગયેલા.

ઓલીએ પોતાની પાર્ટી અને જનતા સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે બેઠકો બાદ રવિવારે સાંજે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ પાર્ટીના વફાદાર નેતા અને કાર્યકર્તા પાર્ટી તથા કોમ્યુનિસ્ટ આંદોલનને નુકસાન પહોંચાડવાનું કામ નહીં કરે.

બેઠકોનું ગણિત આ પ્રમાણે છે
ઓલીની પાર્ટી CPN (UML) પાસે નીચલા ગૃહમાં 121 બેઠક છે. મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસ પાસે 63 અને પ્રચંડના નૈતૃત્વવાળી માઓવાદી પાર્ટી પાસે 49 તથા જનતા સમાજવાદી પાર્ટી પાસે 32 બેઠક છે. અન્ય પાર્ટીઓ પાસે બે સાંસદ છે. નેપાળી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના બે-બે સાંસદ સસ્પેન્ડ છે.

નવી રાજકિય ચાલ કામ ન આવી, લઘુમતીની સરકાર બની ચૂંટણી યોજવા ઈચ્છતા હતા. તેમણે જાતે જ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીને ફ્લોર ટેસ્ટ કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની ભલામણ કરી હતી. આ સંજોગોમાં કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ફ્લોર ટેસ્ટ યોજવું એ તેમની નવી ચાલ હતી. તે લઘુમતિ સરકાર બનવા ઈચ્છતા હતા અને કોર્ટને દેખાડવા ઈચ્છતા હતા કે તેમણે બહુમતિ ગુમાવી દીધી છે. ત્યારબાદ તેઓ સીધા ચૂંટણી યોજવા ઈચ્છતા હતા. નેપાળની વર્તમાન સંસદનો કાર્યકાળ 2022માં પૂરો થઈ રહ્યો છે.

નેપાળની રાજનીતિમાં ભારત શા માટે મહત્વનું?
વર્તમાન રાજકિય સંકટમાં ભારતની કોઈ જ ભૂમિકા નથી. પણ, ઓલી જ્યારથી વડા પ્રધાન બન્યા છે ત્યારથી તેઓ સતત પોતાની ઉપર આવેલા સંકટથી ધ્યાન અન્યત્ર વાળવા માટે ભારત વિરોધી રાજનીતિનો સહારો લઈ રહ્યા છે. ઓલીએ જ્યારે પ્રથમ વખત લઘુમતિમાં આવવા બદલ રાજીનામુ આપવું પડ્યું ત્યારે પણ ભારત પર આ અંગે આરોપ લગાવ્યો હતો.

પ્રચંડ સાથે સરકાર બનાવ્યા બાદથી જ્યારે જ્યારે તેઓ સંકટમાં આવ્યા છે ત્યારે તેઓ કોઈને કોઈ રીતે ભારત વિરોધી મુદ્દો ઉછાળતા રહ્યા છે. પછી તે નેપાળના નકશાનો મુદ્દો હોય કે ભારત-નેપાળ સીમા વિવાદ હોય.

આ તમામ વિવાદોમાં ચીનના રાજદૂત યાંગકીની ભૂમિકા ઘણી મહત્વની માનવામાં આવે છે. નેપાળના પ્રધાનમંત્રીના કાર્યાલયથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી તેમની સીધી પહોંચ છે. નેપાળના ચીફ ઓફ આર્મી સ્ટાફ પૂર્ણચંદ્ર થાપા તેમના નજીકના માનવામાં આવે છે.