• Gujarati News
  • International
  • Olena Said Look At The Mother Of The Russian Soldiers; Our Children Are Imprisoned In The Dungeon Of Hunger And Thirst, They Are Being Beaten By Cattle

યુક્રેનના ફર્સ્ટ લેડી ભાવુક થયા:ઓલેનાએ કહ્યું- રશિયન સૈનિકોની માતા જુઓ; અમારા બાળકો ભૂખ્યા તરસ્યાં ભોયરમાં કેદ છે, તેમને ઢોર માર મરાઈ રહ્યો છે

5 મહિનો પહેલા
ઓલેના અને વોલોદિમિર ઝેલેન્સ્કીની ફાઈલ તસવીર

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પત્ની ઓલેના ઝેલેન્સ્કીએ ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે રશિયન સૈનિકોની માતાને આ યુદ્ધના ભયંકર પાસા પર નજર ફેરવવા અપીલ કરી છે. આ દરમિયાન ઓલેનાએ કહ્યું કે યુદ્ધના કારણે અમારા યુક્રેનના બાળકો ભોયરમાં ભૂખ્યા તરસ્યાં બેઠા રહ્યા છે. તમે આ તો જુઓ. અહીંયા તેમની સારવારથી લઈ ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવી રહી છે.

રશિયાની મહિલાઓને આ પાસુ બતાવો
પોતાની પોસ્ટમાં ઓલેનાએ મીડિયાને અપીલ કરી છે કે આ યુદ્ધનું એક ગંભીર પાસું છે. રશિયાના સૈનિકો અમારા બાળકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ તમામ તસવીરો રશિયન આર્મીની માતાને પણ બતાવો. શું આ યુદ્ધનું ગંભીર પાસુ કોઈના ધ્યાનમાં નથી આવી રહ્યું!

તે બાળકો જેમની પાસેથી બાળપણ ઝૂંટવી લેવાયું
ઓલેનાએ 18 મહિનાની કીરિલનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે આ બાળકીને ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જેના પરિણામે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ ત્યાં પણ કોઈ એનો જીવ બચાવી શક્યું નહીં. તો બીજી બાજુ ઓખ્તિર્કા શહેરની રહેવાસી એલિસ 8 વર્ષની થઈ ગઈ હતી. પરંતુ ફાયરિંગ દરમિયાન તે દાદા જોડે મોતને ભેટી ગઈ હતી. કીવની પોલિના પણ અમારી રાજધાનીમાં ફાયરિંગ દરમિયાન મૃત્યુ પામી છે. તો તેની બહેનની સ્થિતિ ગંભીર છે.

અત્યારસુધી 38 બાળકોએ જીવ ગુમાવ્યા
ઓલેનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રશિયન સૈનિકોએ અત્યારસુધી 38 બાળકોના જીવ લીધા છે. વળી આ સંખ્યામાં સતત વધારો પણ થઈ શકે છે કારણ કે અહીં સતત ફાયરિંગ થતું રહે છે. જ્યારે રશિયન સૈનિકો એમ કહી રહ્યા છે કે અમે સામાન્ય જનતાને નુકસાન નથી પહોંચાડી રહ્યા ત્યારે તેમને આ તસવીરો બતાવો. હવે હજુ કેટલા બાળકોના ભોગ લઈને રશિયન આર્મી ફાયરિંગ બંધ કરશે અને હ્યૂમેનેટેરિયન કોરિડોરની અનુમતિ આપશે?

અમારા બાળકોને બચાવી લો
ઓલેનાએ વધુમાં જણાવ્યું કે ઘણા શહેરોમાં માનવતાવાદી કોરિડોર્સની જરૂર છે. ભોયરાઓમાં જમવા અને સારવારની અછતના કારણે સેંકડો લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિલ્ડિંગોમાંથી જે જે પરિવાર બહાર નીકળે છે તેને રશિયન આર્મી નિશાન બનાવે છે. ઓલેનાએ વધુમાં જણાવ્યું કે અમારા બાળકોને બચાવો.

અન્ય સમાચારો પણ છે...