તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઇન્ટરનેટ યુઝ કરતા વૃદ્ધો ડિપ્રેશનમાં ઓછા આવે છે, જીવનની ગુણવત્તા પણ સુધરે છે

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની સરે યુનિવર્સિટીએ લૉકડાઉનમાં રિસર્ચ કર્યું
  • 55થી 75 વર્ષના લોકો પર રિસર્ચ થયું, બ્રિટનમાં વૃદ્ધ યુઝર્સ વધી રહ્યા છે

ઇન્ટરનેટ માત્ર યુવાનો માટે નહીં, વૃદ્ધો માટે પણ ફાયદાકારક છે. ઇન્ટરનેટથી તેમનામાં ડિપ્રેશન ઓછું થાય છે અને જીવનની ગુણવત્તા પણ સુધરે છે. બ્રિટનની સરે યુનિવર્સિટીના રિસર્ચમાં આ બાબત સામે આવી છે. યુનિવર્સિટીના ન્યૂરોસાયન્સ વિભાગે ગત વર્ષે લૉકડાઉન દરમિયાન 55થી 75 વર્ષ સુધીની ઉંમરના 3,491 લોકોનો સરવે કર્યો, જેનાથી જાણવા મળ્યું કે જે વૃદ્ધોએ લૉકડાઉન દરમિયાન સ્વજનો સાથે વાતચીત માટે દિવસમાં એકથી વધુ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો તેમનામાં ડિપ્રેશન લગભગ નહિવત્ હતું.

તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો. આનાથી સાબિત થયું કે ઇન્ટરનેટ વૃદ્ધોમાં એકલાપણાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઘટાડવામાં ઘણું મદદરૂપ થઇ શકે છે. વૃદ્ધો ઇન્ટરનેટ પર કયા-કયા વિષય કેટલીવાર જુએ છે એ પણ જાણવા મળ્યું.

બ્રિટનમાં 99% ઇન્ટરનેટ યુઝર્સ 16થી 44 વર્ષની ઉંમરના છે જ્યારે 75 વર્ષથી વધુ ઉંમરના 54% લોકો ઇન્ટરનેટનો નિયમિતપણે ઉપયોગ કરે છે પરંતુ આવા વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. 2013માં દેશમાં 75 વર્ષથી વધુ વયના ઇન્ટરનેટ યુઝર્સ 29% હતા, જે 2020 સુધીમાં વધીને 54% થઇ ગયા, એટલે કે લગભગ બમણી વૃદ્ધિ થઇ છે.

સ્વાસ્થ્યની માહિતી જોનારા ડિપ્રેશનનો શિકાર
રિસર્ચમાં સામે આવ્યું કે ઇન્ટરનેટ પર આરોગ્ય અંગેની માહિતી સર્ચ કરનારા લોકો પૈકી મોટા ભાગના ડિપ્રેશનનો શિકાર બની ગયા. જોકે, સંશોધકોનું માનવું છે કે તે વખતે કોરોના પિક પર હતો. તેથી આરોગ્ય સંબંધી ચિંતાના કારણે આવું થયું હોય તેવું બને. સરે યુનિ.ના લેક્ચરર ડૉ. સાઇમન ઇવાન્સના કહેવા મુજબ ભવિષ્યમાં ફરી લૉકડાઉન જેવી સ્થિતિનો સામનો કરવો પડે તો વૃદ્ધોનું એકલાપણું દૂર કરવામાં ઇન્ટરનેટ ઘણું મદદરૂપ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...