• Gujarati News
  • Sports
  • Old Video Of Ronaldo's Humility Goes Viral, Users Say, Our Leaders And Big People Learn From Ronaldo

વાઇરલ:રોનાલ્ડોની વિનમ્રતાનો જૂનો વીડિયો વાઇરલ, યુઝર્સે કહ્યું, આપણાં નેતા અને મોટા લોકો રોનાલ્ડો પાસેથી શીખે

8 મહિનો પહેલા

વિશ્વના સૌથી મોટા ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વિનમ્રતા દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે, આ વીડિયો સપ્ટેમ્બર 2020નો છે. રોનાલ્ડો યૂએફા નેશન્સ લીગમાં ક્રોએશિયાની મેચ જોવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે માસ્ક નહોતું પહેર્યું અને તેમની આસપાસ બેસેલાં લોકોએ માસ્ક પહેર્યું હતું. જે બાદ સ્ટેડિયમમાં હાજર એક મહિલા સ્ટાફે રોનાલ્ડોને માસ્ક પહેરવાં કહ્યું અને ખૂબ જ વિનમ્રતાથી રોનાલ્ડોએ કોઈપણ દલિલ કર્યા વગર માસ્ક પહેરી લીધું. હવે આ જૂનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા યૂઝર શેર કરી રહ્યા છે અને તેમની વીડિયો પોસ્ટમાં એવું પણ લખી રહ્યા છે કે, આપણાં નેતાઓ અને મોટા લોકોએ રોનાલ્ડો પાસેથી વિનમ્રતા શીખવી જોઈએ. જો આ રીતે કોઈ મોટા વ્યક્તિને સ્ટાફે માસ્ક પહેરવાનું કોઈ મોટા વ્યક્તિ કે નેતાને સૂચન કર્યું હોત તો તેની નોકરી તરત જ જતી રહી હોત.

અન્ય સમાચારો પણ છે...