પાકિસ્તાનમાં હિન્દુ બાળકી સાથે નાપાક કૃત્ય:સિંધ પ્રાન્તમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા; સાલેહ પ્રાંતની હિન્દુ સગીરા હજુ પણ લાપત્તા

ઈસ્લામાબાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરવાનો અને આ પૈકી એક વ્યક્તિએ ગુનો કબુલ્યો હોવાનો દાવો કર્યો

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 11 વર્ષની એક હિંદુ છોકરીનું યૌન શોષણ થયા બાદ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખવામાં આવી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે આ સગીરા શુક્રવારે સાંજે ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ ખૈરપુર મીર વિસ્તારના બબરલોઈ વિસ્તારમાં એક નિર્જન ઘરમાંથી મળ્યો હતો.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને પરિવારના યુવક રાજકુમારને ટાંકી જણાવ્યું છે કે પરિવાર ગુરુ નાનકના જન્મદિવસ (પ્રકાશ પર્વ)ના કાર્યક્રમોમાં વ્યસ્તો હતો. અમને ખબર નથી કે બાળકી કેવી રીતે ગુમ થઈ ગઈ. તે રાત્રે 11 વાગે ઘરમાં મૃત હાસલમાં મળી હતી. આ બાળકી ધોરણ-5માં અભ્યાસ કરતી હતી. ઘટના બાદ વિસ્તારમાં લોકોમાં ભારે ડરનો માહોલ છે.

પોલીસનો દાવો- આરોપીની ધરપકડ, ગુનો કબૂલ્યો
બબરલોઈ પોલીસ સ્ટેશનના SHOએ ઘટનાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે ગુનેગારોએ સગીર સાથે દુષ્કર્મ કર્યાં બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. અમે બે વ્યક્તિની ધરપકડ કરી છે. આ પૈકી એક વ્યક્તિએ ગુનો કબુલ્યો છે.

સગીર સાથે દુષ્કર્મ આચર્યાંના પૂરાવા મળ્યા
સુક્કુર જિલ્લાના બાળ સંરક્ષણ અધિકારી જુબૈર મહારે કહ્યું કે સગીરાના શરીર પર પ્રતાડન અને દુષ્કર્મના નિશાન મળ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં આ વિસ્તારમાં આ પ્રકારની બીજી ઘટના બની છે. આ અગાઉ સુક્કર જિલ્લાના સાલેહ પાટમાં હિંદુ સમુદાયની એક સગીર છોકરી ગુમ થઈ હતી. પોલીસે તેને શોધનારને રૂપિયા 25 લાખ ઈનામની જાહેરાત કરી હતી. જોકે તેની કોઈ જ ભાળ મળી ન હતી.

7 વર્ષની બાળકી સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું
પાકિસ્તાનમાં બાળકી સામે યૌન હિંસની ઘટના સતત સામે આવે છે. આ સપ્તાહની શરૂઆતમાં રાવલપિંડીમાં પોલીસે ગૈરીસન શહેરની એક શાળામાં 7 વર્ષની બાળકીના યૌન શોષણ કર્યાંની આશંકાના આધારે એક શિક્ષકની ધરપકડ કરી હતી.

પાકિસ્તાનમાં હિંદુ સમુદાય સૌથી ધાર્મિક લઘુમતી
પા
કિસ્તાનમાં હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો પર થતા અત્યાચારના સમાચાર કોઈ નવી વાત રહી નથી. વર્ષ 2017ની વસ્તી ગણતરી પ્રમાણે પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટા ધાર્મિક લઘુમતી છે. ત્યારબાદ ઈસાઈ, અહેમદી, શીખ અને પારસી સમુદાય આવે છે.