2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે ડોનાલ્ડ ટ્રમ્પ:સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું- 'અમેરિકાને મહાન બનાવવું છે'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી છે. તેમણે કહ્યું- 'અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે હું રાષ્ટ્રપતિ પદ માટે મારી ઉમેદવારીની ઘોષણા કરી રહ્યો છું.'

તેના પહેલાં જ ટ્રમ્પે US ફેડરલ ઇલેક્શન કમિટીમાં પેપરવર્ક સબમિટ કરી દીધા હતા. ચૂંટણી માટે ઔપચારિક રૂપે ઘોષણા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પ્રમુખ દાવેદાર બની ગયા છે. એટલે 2024માં ટ્રમ્પનો હાલના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફરી એક વાર જોરદાર મુકાબલો થઇ શકે છે.

પહેલાં જ કહી ચૂક્યા છે-મારા ચૂંટણી લડવાથી ઘણા લોકોને ખુશી થશે
ટ્રમ્પે સિઓક્સ સિટીમાં એક રેલીમાં સાફ કરી દીધું હતું કે તેઓ 2024માં થનારા US પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ઊતરવાનું મન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું- દેશને સુરક્ષિત બનાવા માટે હું ફરીથી ચૂંટણીમાં ઊભો રહીશ. હું બસ એટલું જ કહેવા માગું છું કે તમે બધા તૈયાર થઇ જાવ.

તેની પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું-મારા ચૂંટણી લડવાથી ઘણા લોકોને ખુશી થશે. બધા ઇચ્છે છે કે હું ઇલેક્શનમાં ઊભો રહું. મારી પોપ્યુલારિટી વધુ છે. હું, પ્રેસિડેન્ટ કેન્ડિડેટ પર કરવામાં આવેલા દરેક પોલ અને સરવેમાં પણ આગળ છું.

ઘોષણા તો કરી, પરંતુ ઘણી અડચણો પણ

  • ટ્રમ્પના સપોર્ટર્સ પણ ઘણા છે, પરંતુ બીજી વાર રા,્ટ્રપતિ બની જ જશે એ કહેવું મુશ્કેલ છે. કારણ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બે વાર ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવ્યો. પાછા 2020માં તેઓ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેનથી હારી ચૂક્યા છે.
  • ટ્રમ્પ પર ફેમિલી બિઝનેસમાં દગાબાજી, US કેપિટલ પર હુમલામાં તેમનો હાથ, 2020ની ચૂટણીને પલટવાની કોશિશ અને માર-એ-લોગોમાં ડોક્યુમેન્ટ છુપાવવાના આરોપ છે. તેની તપાસ ચાલી રહી છે. જો તેઓ દોષી સાબિત થયા તો તે જીતવા છતાં તેમને ડિસ્ક્વોલિફાઇ કરી દેવામાં આવશે.
  • તે સિવાય 2024માં ન માત્ર બાઇડેન બલકે કેટલાય કેન્ડિડેટ તેમને ટક્કર આપવા તૈયાર છે, જેમાં ફ્લોરિડાના ગવર્નર રોન ડેસાંટિસનું નામ પણ સામેલ છે. જેમણે 8 નવેમ્બરે શાનદાર જીત મેળવી છે.

ટ્રમ્પના ઘરેથી મળ્યા ન્યૂક્લિયર ડોક્યુમેન્ટ્સ
FBIએ 9 ઓગસ્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આલીશાન પોમ હાઉસ અને રિસોર્ટ માર-એ-લીગો પર દરોડા પાડ્યા હતા. અહીં એજન્ટ્સને બીજા દેશોની મિલિટરી અને ન્યૂક્લિયર કેપેબિલિટીથી સંકળાયેલા ડોક્યુમેન્ટ્સ મળ્યા. તેના પર ટ્રમ્પે કહ્યું- આ ડોક્યુમેન્ટ્સ મને ફસાવવા માટે રાખવામાં આવ્યા. તેઓ એ દેખાડવા માગે છે કે મેં ડોક્યુમેન્ટ્સ ચોરાવીને કાનૂન તોડ્યો છે.

CBS ન્યૂઝે કહ્યું કે માર-એ લીગોમાં FBIની રેડ અમેરિકાના નેશનલ આર્કાઇવ્સ રેકોર્ડ એટલે કે અમેરિકાની સરકારી એજન્સીની સારસંભાળની તપાસથી જોડાયેલી છે. આ એજન્સી પાસે રાષ્ટ્રપતિના રેકોર્ડને સુરક્ષિત રાખવાની જવાબદારી હોય છે. આરોપ છે કે ટ્રમ્પે જ્યારે ગયા વરસે વ્હાઇટ હાઉસ છોડ્યું હતું, ત્યારે તેઓ કેટલાય ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે લઇ ગયા હતા. કેટલાંય મોટાં મોટાં બોક્સમાં આ ડોક્યુમેન્ટ્સ માર-એ-લીગો લઇ જવામાં આવ્યા હતા. ત્યાર પછીથી અમમેરિકા ગુપ્ત એજન્સીઓ ટ્રમ્પ અને તેની નજીકના લોકો પર નજર રાખી રહી છે.

મિડ ટર્મ ઇલેક્શનમાં આગળ ચાલી રહી છે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (લોઅર હાઉસ)માં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે હજુ પણ જોરદાર મુકાબલો છે. અહીં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી આગળ ચાલી રહી છે. તેમની પાસે 216 સીટ છે, જ્યારે બહુમત માટે 218 સીટો જોઇએ. તો ડેમોક્રેટિક પાર્ટી 205 સીટો જ જીતી શકી છે

અન્ય સમાચારો પણ છે...