શાહી મકાનમાંથી હેરી-મેગનને હાંકી કઢાયા:પ્રિન્સ એન્ડ્રયૂને કિંગ ચાર્લ્સે ઘર ઓફર કર્યું, બે મહિના પહેલા જ તેમને બકિંઘમ પેલેસમાંથી કાઢવામાં આવ્યા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના શાહી પરિવાર અને પ્રિન્સ હેરી-મેગન મર્કેલ વચ્ચે અંતર વધતું રહ્યું છે. હવે ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સને શાહી મહેલ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ કિંગ ચાર્લ્સે આપ્યો. બ્રિટિશ સમાચારપત્ર 'ધ સન' મુજબ, ઘર ખાલી કર્યા પછી તેમની તમામ વસ્તુઓ અમેરિકાના કેલિફોર્નિયા પહોંચાડી દેવામાં આવી છે. શાહી પરિવાર છોડ્યા પછીથી હેરી-મેગન અમેરિકામાં જ રહી રહ્યાં છે.

આટલું જ નહીં આ ઘર ચાર્લ્સે પોતાના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યૂ માટે ખાલી કરાવ્યું છે. એટલે હવે અહીં પ્રિન્સ એન્ડ્રયૂ રહેશે. બે મહિના પહેલા કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રયૂને સેક્સ સ્કેન્ડલના કેસમાં બકિંઘમ પેલેસમાંથી કાઢી દીધા હતા. પ્રિન્સ હેરી-મેગનનું ઘર- ફ્રોગમોર કોટેજ, બર્કશાયર સ્થિત વિન્સ્ડર કેસલ નજીક છે. ઘર ખાલી કરાવવાનો આ નિર્ણય પ્રિન્સ હેરીની પુસ્તક 'સ્પેયર'ના રિલીઝ થયા પછી લેવામાં આવ્યો છે.

પ્રિન્સ હેરીએ પુસ્તક 'સ્પેયર'માં ઘણા રહસ્યો ઉજાગર કર્યા હતા
પુસ્તક 'સ્પેયર' દ્વારા ફક્ત પ્રિન્સ હેરીના જીવનના ખુલાસા નથી થયા, પરંતુ આખા બ્રિટિશ પરિવારના રહસ્યો ઉજાગર કર્યા હતા. આ ખુલાસાઓથી શાહી પરિવાર પ્રિન્સ હેરીથી નારાજ છે.

પુસ્તકમાં થયેલા ખુલાસાઓ વાંચો...

  • પ્રિન્સ હેરીએ લખ્યું કે, જ્યારે પ્રિન્સી ડાયના એટલે તેમની માતા મૃત્યુ પામ્યા તો કિંગ ચાર્લ્સે તેમને ગળે પણ નહતા મળ્યા.
  • પુસ્તકમાં એ પણ લખવામાં આવ્યું છે કે, હેરી અને પ્રિન્સ વિલિયમને કેમિલા પસંદ નહતી. બંને ભાઈઓએ પોતાના પિતા એટલે કે કિંગ ચાર્લ્સને કહ્યું હતું કે, તેઓ તેમની સાથે લગ્ન ન કરે. તેમને ભય હતો કે કેમિલા તેમની સાવકી મા બનીને તેમને પરેશાન કરશે.
  • હેરીએ લખ્યું કે, જ્યારે તેઓ પ્રથમ વખત એટોન કોલેજ ગયા, તો ત્યાં પહેલાથી જ અભ્યાસ કરી રહેલાં પ્રિન્સ વિલિયમને નહતું ગમ્યું.
  • હેરીએ પુસ્તકમાં ખુલાસો કર્યો કે, તેમણે પ્રથમ વખત 17 વર્ષની ઉંમરમાં ડ્રગ્સ લીધું હતું. તેમણે ઘણી વખત ડ્રગ્સ લીધુ છે, પરંતુ ક્યારે મજા નથી માણી.
  • હેરીએ પ્રથમ વખત પોતાની વર્જિનિટી લૂઝ કરવાનો કિસ્સો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ત્યારે તે 17 વર્ષનો હતો અને જે મહિલા સાથે તેમણે સંબંધ બાંધ્યા હતા, તેની ઉંમર તેનાથી ઘણી વધારે હતી.
  • હેરીએ લખ્યું કે, 2019માં એક ચર્ચા દરમિયાન વિલિયમે તેમનો કોલર પકડી લીધો હતો અને જમીન પર પછાડ્યો હતો. હેરી કૂતરાના ખાવા માટે રાખેલા વાસણ પર પડ્યા હતા. તેમના વજનના કારણે વાસણ તૂટી ગયુ અને તેના લીધે હેરીને પીઠમાં ઈજા થઈ.

પ્રિન્સ એન્ડ્રયુ પર લાગ્યા હતા સેક્સ સ્કેન્ડલના આરોપ
પ્રિન્સ એન્ડ્રયુ પર પૂર્વ મોડલ વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે 17 વર્ષની હતી, ત્યારે જેફ્રી એપ્સટીન (આ કેસના મુખ્ય આરોપી) તેને એન્ડ્રયુ પાસે લઈ ગયા હતા અને પ્રિન્સે તેની સાથે સંબંધ બાંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...