તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Joe Biden Kamala Harris Inauguration Day; Washington Post, New York Times, CNN Media Reacted To Biden Swearing In Ceremony

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શપથગ્રહણ પર અમેરિકન મીડિયા:બાઈડનના ભાષણની પ્રશંસા, ફોક્સ ન્યૂઝના એન્કરે કહ્યું- આ અત્યાર સુધીની બેસ્ટ સ્પીચ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકન મીડિયા જો બાઈડનના એકજૂથતાના સંદેશમાં રંગાયેલું જોવા મળ્યું. બાઈડનની વિચારધારાનું સમર્થન ન કરનાર સમાચાર સંસ્થાઓએ પણ તેમના ભાષણની પ્રશંસા કરી.ધ વોશિંગ્ટન પોસ્ટની વેબસાઈટે પોતાના પહેલા પેજ પર મોટા મોટા અક્ષરોમાં લખ્યું, ‘હિસ્ટ્રી મેડ, ધ વર્ક બિગિંસ’(ઈતિહાસ રચાયો, હવે કામ શરૂ) સમાચારનું સબહેડ આપ્યું‘બાઈડને એકજૂથતાની શોધ સાથે કાર્યકાળની શરૂઆત કરી, હેરિસે લિંગ અને જાતિના ગતિરોધને તોડી શપથ લીધા’સમાચારમાં બાઈડને પેરિસ સમજૂતી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનોમાં વાપસી, માસ્ક ફરજીયાત કરવા જેવા શરૂઆતના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો છે.

સાથે જ ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાની વેબસાઈટ પર બાઈડેનના શપથ ગ્રહણ સાથે જોડાયેલા સમાચાર વિશે ‘ડેમોક્રેસી હેજ પ્રિવેલ્સ’(લોકતંત્રની જીત થઈ)લખ્યું. વેબસાઈટનું મેઈન પેજ પણ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સાથે જોડાયેલા સમાચારોથી ભરાયેલું છે. અહીં વેક્સિનેશન અને કોરોનાથી થયેલા મોતના પણ અમુક સમાચાર છે.

ફોક્સ ન્યૂઝના એન્કરે કહ્યું- અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ભાષણ
કન્જર્વેટિવ વિચારધારાના સમર્થક ફોક્સ ન્યૂઝના સન્ડે પ્રોગ્રામના એન્કર ક્રિસ વોલેસે કહ્યું કે, અડધો ઉપદેશ, અડધું પ્રોત્સાહન ભાષણ અને મેં સાંભળેલું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ શપથ ગ્રહણ ભાષણ. ફોક્સ ન્યૂઝ પર જ કંજર્વેટિવ કોમેન્ટેટર કાર્લ રોવે ભાષણને ‘એકજૂથ થવા માટે દિલથી કરાયેલી અપીલ’ અને‘ જો બાઈડનના અંદાજ’ વાળું કહ્યું.

ભાષણ લોકતંત્ર વિશે હતું રાજકારણ વિશે નહીંઃCNN
CNN પર એબી ફિલિપે કહ્યું કે, આ કોઈ પક્ષપાતપૂર્ણ ભાષણ ન હતું. આ ન માત્ર વૈચારિક સરહદની પાર જવાનો , પણ પાછા રસ્તા પર આવવાનું આમંત્રણ પણ હતું. આ શિષ્ટાચાર તરફ પરત ફરવાનું આમંત્રણ હતું. આ ભાષણ લોકતંત્રના મૂળ વિશે હતું રાજકારણ વિશે નહીં.

NBC પર એન્ડ્રિયા મિશેલે બાઈડનના ભાષણ અને આખા સમારોહને ‘ખુબ જ જરૂરી અને સકારાત્મક, આશા આપનાર પણ અડીખમ ઊભો રહેનાર’ કહ્યાં હતા.

અનૈતિક યુદ્ધનો જવાબ ટુકડામાં વહેંચીને ન આપી શકાયઃCBS
CBS ન્યૂઝ પર એડ ઓ’ફીકે અમેરિકામાં વૈચારિક ભાગલા અંગે કહ્યું‘બાઈડને દેશને જણાવ્યું કે, દેશમાં જે અનૈતિક યુદ્ધ ચાલી રહ્યું છે.તેનો જવાબ અંતર્મુખી થઈને, ટૂકડામાં વહેંચાઈને અને એક બીજા સાથે સ્પર્ધા કરીને ન આપી શકાય. આ જવાબ અલગ દેખાતા, અલગ રીતે પૂજા કરનાર અથવા અલગ છાપા-ટીવી પર સમાચાર જોવા વાંચનાર પર અવિશ્વાસ વ્યક્ત કરીને પણ ન આપી શકાય’
ઓ’ફીકે કહ્યું કે, આપણે આ અશિષ્ટ યુદ્ધ ખતમ કરવું પડશે, જે લાલને(રિપબલ્કિન)વાદળી(ડેમોક્રેટ)વિરુદ્ધ ઊભા કરે છે. ગ્રામીણ જનતાને શહેરી જનતા વિરુદ્ધ ઊભા કરે છે. રૂઢિવાદીઓને ઉદારવાદીઓ વિરુદ્ધ ઊભા કરે છે. આપણે એવું કરી શકીએ કે દિલ નાનું કર્યા વગર આપણી આત્માને વધારીએ.
ન્યૂઝ ચેનલ ABC પર જોન કાર્લે પણ બાઈડનના સત્ય અંગે કરાયેલી અપીલની પ્રશંસા કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો