ભાસ્કર ખાસ:યુરોપમાં સ્થૂળતા મહામારીનું રૂપ લઈ રહી છે, ધૂમ્રપાનને પાછળ છોડીને આ બીમારી કેન્સરનું કારણ બની શકે છે

લંડન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડબલ્યુએચઓનો રિપોર્ટ, યુરોપ સ્થૂળતા રોકવાના લક્ષ્યથી ઘણું દૂર

એજન્સી | યુરોપિયન દેશોમાં સ્થૂળતા એક વ્યાપક બિમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ કરેલા સંશોધન પ્રમાણે, યુરોપમાં વધુ વજન અને સ્થૂળતાનો દર ઘાતક સ્તરે પહોંચી રહ્યો છે. ડબલ્યુએચઓએ 2025 સુધી સ્થૂળતાનો દર વધતો રોકવાનું લક્ષ્ય 12 વર્ષ પહેલા જ નક્કી કર્યું હતું. કોઈ પણ યુરોપિયન દેશના આંકડા આ લક્ષ્ય હાંસલ કરી શકે એવા નથી દેખાઈ રહ્યા.

આ રિપોર્ટ પ્રમાણે, વાર્ષિક બે લાખ કેન્સર દર્દીઓનો સીધો સંબંધ સ્થૂળતા સાથે છે. આ આંકડા આગામી દેશોમાં આવનારા દસકામાં વધશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, કેટલાક યુરોપિયન દેશોમાં તો એવું અનુમાન છે કે, ધુમ્રપાનને પાછળ છોડીને સ્થૂળતા કેન્સરનું મોટું કારણ બની જશે. હાલ બ્રિટન, તૂર્કી, માલ્ટા સહિત ઈઝરાયલમાં પણ કેન્સરના સૌથી વધુ દર્દી છે.

ડબલ્યુએચઓના મતે, સ્થૂળતાનો સામનો કરી રહેલા લોકોએ કોરોના મહામારીના પણ નકારાત્મક પરિણામો ભોગવવા પડ્યા છે. તેના કારણે તેમના આરોગ્ય પર કાયમી નકારાત્મક અસર પડે છે, જેને બદલવા પ્રયાસ કરવા પડશે. સ્થૂળતાના કારણો બિનઆરોગ્યપ્રદ ખોરાક અને શારીરિક નિષ્ક્રિયતાથી અનેકગણા વધારે જટિલ છે.

યુરોપિયન કોંગ્રેસના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં અમેરિકા પછી સ્થૂળતાના સૌથી વધુ દર્દી યુરોપમાં છે. યુરોપમાં 24% મહિલાઓ અને 22% પુરુષો સ્થૂળતાના શિકાર છે.

અન્ય સમાચારો પણ છે...