તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Obama Wrote In The Book I Heard Stories Of Ramayana And Mahabharata In My Childhood, I Love India Very Much

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલની વાત:ઓબામાએ પુસ્તકમાં લખ્યું- બાળપણમાં રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાંભળી, ભારત પ્રત્યે મને ખૂબ જ સ્નેહ

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં ભારત સાથેના તેમના મજબૂત જોડાણનો ઉલ્લેખ કર્યો છે. (ફાઇલ). - Divya Bhaskar
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં ભારત સાથેના તેમના મજબૂત જોડાણનો ઉલ્લેખ કર્યો છે. (ફાઇલ).

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મતે ભારત તેમના દિલની ખૂબ નજીક છે. ઓબામાએ તેમના પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં લખ્યું છે કે તેમણે બાળપણમાં ઘણાં વર્ષો ઇન્ડોનેશિયામાં વિતાવ્યાં અને ત્યાં રામાયણ તથા મહાભારતને લગતી ઘણી વાર્તાઓ સાંભળી હતી. ઓબામા લખે છે- ભારત વિશે મારી કલ્પના હતી, સપનાં હતાં, પરંતુ ત્યાં જવાની તક 2010માં રાષ્ટ્રપતિ તરીકે મળી હતી.

બાળપણની યાદો
ઓબામાએ લખ્યું છે કે- ભારત માટે મારા દિલમાં ખાસ જગ્યા છે. મેં બાળપણમાં ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળી હતી. આ લગાવ લગભગ એટલા માટે પણ છે, કેમ કે ભારત ખૂબ જ મોટો દેશ છે. દુનિયાની કુલ વસતિનો છઠ્ઠો ભાગ અહીં રહે છે. બે હજારથી વધુ જનજાતિઓ છે અને સાતસો કરતાં પણ વધુ ભાષાઓ બોલવામાં આવે છે.

ઘણા સમય પછી તક મળી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ 2010ના ભારત પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રવાસને યાદગાર ગણાવ્યો છે અને કહ્યું કે તેમણે ભારત પ્રવાસની તક ખૂબ જ મોડી મળી હતી. ઓબામા લખે છે કે કલ્પનામાં ભારત માટે ખાસ જગ્યા છે, પણ ત્યાં જવાની તક રાષ્ટ્રપતિ બન્યા બાદ જ મળી શકી. કોલેજના દિવસોમાં ભારત અને પાકિસ્તાનના ઘણા મિત્રો હતા. તેઓ મને કહેતા હતા કે 'દાળનો ખીમો કેવી રીતે બને છે. તેમણે મને બોલિવૂડ ફિલ્મો પણ બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો