તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Obama Wrote About Osama In His Book, 'Crop. Top Military Officials Were In Cahoots With Al Qaeda, So We Covered Up The Operation For Bin Laden.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓબામાનો નવો ઘટસ્ફોટ:પોતાના પુસ્તકમાં લખ્યું, 'પાક. સેનાના ઉચ્ચ અધિકારીઓ અલ કાયદા સાથે સાઠગાંઠમાં હતા એટલે બિન લાદેન માટેનું ઓપરેશન અમે છાનું રાખ્યું'

5 મહિનો પહેલા
બરાક ઓબામાએ પુસ્તકમાં લખ્યું છે કે અબોટાબાદ ખાતે બિન લાદેનના બંગલામાં કમાન્ડો ઉતારી વિડિયો રેકોર્ડિંગ કરવાનો નિર્ણય બહુ કપરો હતો. - Divya Bhaskar
બરાક ઓબામાએ પુસ્તકમાં લખ્યું છે કે અબોટાબાદ ખાતે બિન લાદેનના બંગલામાં કમાન્ડો ઉતારી વિડિયો રેકોર્ડિંગ કરવાનો નિર્ણય બહુ કપરો હતો.
  • લાદેનને નશ્યત કરવા અમે અનેક વિકલ્પો વિચાર્યા હતા, પરંતુ પાકિસ્તાનને અંધારામાં રાખવું જ પડશે એ વિશે અમે નિશ્ચિત હતા
  • ઓપરેશન પાર પડ્યા બાદ આસિફ અલી ઝરદારી સાથેની ફોન પરની વાતચીત મારા માટે બહુ મુશ્કેલ ઘડી હતી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હાલ તેમના આગામી પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ'ને લીધે ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલી વિવિધ દેશોની મુલાકાતો, નેતાઓ તેમજ અન્ય સંસ્મરણો વાગોળ્યા છે. આ પુસ્તકમાં તેમણે ઓસામા બિન લાદેનને નશ્યત કરવા માટે પાકિસ્તાનના અબોટાબાદ ખાતે કરેલ એર સ્ટ્રાઈકના નિર્ણય વિશે પણ વિગતે કહ્યું છે. તેમણે લખ્યું છે કે, 'પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીઓની બિન લાદેન સાથેની સાંઠગાંઠ ઓપન સિક્રેટ હતી. એટલે જ અમે પાકિસ્તાન સરકારને અંધારામાં રાખીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.'

એ નિર્ણય સૌથી વધુ પડકારજનક હતો
પુસ્તકમાં ઓબામાએ કહ્યા પ્રમાણે, 'લાદેનનું પગેરું દબાવવાના પ્રયાસો અમે સતત જારી રાખ્યા હતા. અબોટાબાદમાં તેનું ઠેકાણું મળ્યા પછી પણ ખાતરી કરવા માટે અમે અલગ અલગ ચાર પદ્ધતિ અજમાવી હતી. એ પછી તેને ઠાર કરવા માટે વિવિધ વિકલ્પો ચેક કરવા અને યોગ્ય વિકલ્પ પસંદ કરવો એ અમારા માટે સૌથી મોટો પડકાર હતો. લાદેનને ઠાર કરવો, જીવતો પકડી લાવવો, પાકિસ્તાનને તેની સામે એક્શન લેવા કહેવું સહિત અમે અનેક વિકલ્પો ચકાસ્યા બાદ ઓપરેશન જેરોનિમોને અંજામ આપવાનો નિર્ણય લીધો હતો.'

ગુપ્તતા અનિવાર્ય હતી
ઓબામાએ કહ્યા પ્રમાણે, 'અમને એ બરાબર ખબર હતી કે અમારા આયોજનની જરાક સરખી ગંધ પણ કોઈને આવી જશે તો એ ઓપરેશન નિષ્ફળ જશે. પાકિસ્તાન સરકારને પણ અંધારામાં જ રાખવી પડશે એવું તમામ ગુપ્તચર એજન્સીએ અમને કહ્યું હતું. કારણ કે એ દરેકના અહેવાલો મુજબ પાક. સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અલ કાયદા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હતા. આથી પાકિસ્તાન સરકારને પણ ખબર ન પડે એ રીતે અમે આયોજન કરવા મજબૂર હતા.

પાકિસ્તાન સરકારે આતંકવાદ સામેના અમારા અભિયાનને બહુ મક્કમતાથી ટેકો આપ્યો હતો અને સેઈફ પેસેજ આપવા ઉપરાંત પોતાની ભૂમિ પરથી શક્ય તમામ સહાય કરી હતી. પરંતુ બિન લાદેન સામેના ઓપરેશનમાં અમે તેમને જાણ કરી શકીએ તેમ ન હતા.'

છેવટે બે વિકલ્પો પૈકી પસંદગી કરી
અનેક વિકલ્પો વિચાર્યા પછી અમે બે વિકલ્પ ફાઈનલ કર્યા હતા. અબોટાબાદ પર લાદેનના રહેઠાણ પર હવાઈ હુમલો કરવો. પરંતુ એમ કરવાથી માર્યો ગયો એ લાદેન જ હતો એવું અમે દુનિયા સમક્ષ સાબિત કરી શકીએ એ નિશ્ચિત ન હતું. આથી અમે એર સ્ટ્રાઈક વડે તેના ઘરમાં કમાન્ડો ફોજને ઉતારીને વીડિયો રેકોર્ડિંગ સાથે લાદેનને ઠાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

મારા સાથીઓ પૈકી જો બાઈડન ( તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અને હાલમાં ચૂંટાયેલા અમેરિકાના નવા પ્રમુખ) તેમજ તત્કાલિન સુરક્ષા સચિવ રોબર્ટ ગેટ્સને આ વિકલ્પ બેહદ જોખમી લાગતો હતો. પરંતુ કમાન્ડો ફોજની તૈયારીના વીડિયો જોયા પછી તેમણે પણ સંમતિ આપી હતી.

ઝરદારીનો ફોન કસોટીરૂપ હતો
હુમલો સફળતાપૂર્વક પાર પાડ્યા પછી દિવસભર મેં દુનિયાના અનેક નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. તેમાં સૌથી મુશ્કેલ ઘડી પાકિસ્તાનના પ્રમુખ આસિફઅલી ઝરદારી સાથેની વાતચીત દરમિયાન અનુભવી હતી. કારણ કે અમેરિકાએ પાકિસ્તાનના સાર્વભૌમત્વનો ભંગ કર્યો એ મુદ્દે તેમના દેશમાં ઝરદારી પર માછલા ધોવાઈ રહ્યા હતા. જોકે એમ છતાં ઝરદારીએ મને ફોન પર અભિનંદન આપવા ઉપરાંત આતંકવિરોધી અભિયાનમાં તમામ સહાયની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો