તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Nuclear Weapons Have Declined In The World But Are Being Made More Deadly By China And Pakistan. India Also Strengthens To Deal With: Report

ભાસ્કર વિશેષ:દુનિયામાં પરમાણુ હથિયાર ઘટ્યાં પણ તેને વધારે ઘાતક બનાવાઈ રહ્યાં છે, ચીન અને પાક. સાથે મુકાબલા માટે ભારતે પણ તાકાત વધારી : રિપોર્ટ

સ્ટૉકહોમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021માં પરમાણુ હથિયાર સંપન્ન દેશો પાસે કુલ 13,080 પરમાણુ બોમ્બ છે

દુનિયામાં પરમાણુ હથિયાર ઘટી રહ્યાં છે પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ તેને વધુ ઘાતક બનાવી રહ્યાં છે. આ ખુલાસો સ્ટૉકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ અનુસંધાન સંસ્થાન(સિપ્રી)ના વાર્ષિક રિપોર્ટમાં થયો છે. સિપ્રી આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ હથિયારો પર નજર રાખનારી સંસ્થા છે. તે મુજબ ચીન-પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતે પણ હથિયારોનું ભંડાર વધારવાનું શરૂ કર્યું છે.

રિપોર્ટની માનીએ તો 1 વર્ષમાં ચીને 30 અને પાકિસ્તાને 5 નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે. જોકે ભારતે 6 નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે. ભારત પાસે કુલ પરમાણુ હથિયારોની સંખ્યા હવે વધીને 156 થઈ ચૂકી છે. બીજી બાજુ ઉ. કોરિયાએ ગત વર્ષની તુલનાએ 10 નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે. આ રીતે 2021માં પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉ.કોરિયા પાસે કુલ 13,080 પરમાણુ બોમ્બ છે.

જોકે 2020માં આ આંકડો 13,400 હતો એટલે કે ચાલુ વર્ષે 320 ઓછા થયા છે. જોકે પરમાણુ બોમ્બની કુલ સંખ્યામાં ભલે ઘટાડો નોંધાયો હોય પણ તાત્કાલિક ઉપયોગ માટે સૈન્ય પાસે પરમાણુ હથિયારોની સંખ્યા વધી ગઈ છે. 2020માં 3,720 પરમાણુ બોમ્બ તહેનાત હતા. 2021માં 3,825 પરમાણુ હથિયાર ગમે ત્યારે હુમલા માટે એકદમ તૈયાર સ્થિતિમાં છે. તેમાં 2,000 પરમાણુ બોમ્બ રશિયા અને અમેરિકાના છે.

અમેરિકા-રશિયા હથિયારોને અત્યાધુનિક બનાવી રહ્યાં છે
સિપ્રી અનુસાર 1990ના દાયકામાં શરૂ થયેલ પરમાણુ બોમ્બ ઘટાડવાનો સિલસિલો થંભી ગયો છે. અમેરિકા અને રશિયા તેમના પરમાણુ હથિયારોને સતત અત્યાધુનિક બનાવી રહ્યાં છે. બંને દેશોઅે ગત વર્ષની તુલનાએ 50 અને પરમાણુ બોમ્બને એકદમ હુમલો કરવાની સ્થિતિમાં તહેનાત કરી દીધા છે. રશિયાએ તેના ભંડારમાં 180 બોમ્બ વધાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...