તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનની દુનિયાને ધમકી:NSA બોલ્યો- તાલિબાનને તાત્કાલિક માન્યતા ન આપવામાં આવી તો ફરી 9/11 જેવી ઘટના જોવા મળી શકે છે, બાદમાં ફેરવીતોળ્યું

ઈસ્લામાબાદ/લંડન20 દિવસ પહેલા

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પાકિસ્તાન ઘણું જ ખુશ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છે કે તેમના નેતાઓની જીભ હવે કાબૂમાં નથી રહેતી અને વારંવાર કોઈ ને કોઈ નેતા કારણ વગરનાં નિવેદનો આપતા જોવા મળે છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મોઇદ યુસુફે હવે દુનિયાને ખુલ્લેઆમ ધમકી આપી છે. એક ઈન્ટરવ્યુમાં યુસુફે કહ્યું હતું કે- પાકિસ્તાન ઈચ્છે છે કે દુનિયાના દેશ તાત્કાલિક ધોરણે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપે, જો એવું ન થયું તો આપણી સામે વધુ એક વખત 9/11નો ખતરો જોવા મળશે. આ નિવેદન બાદ બબાલ થઈ તો એને તરત જ પોતાના નિવેદનને ફેરવીતોળ્યું અને બચાવ કરતા જોવા મળ્યો.

અમેરિકામાં 2001માં 11 સપ્ટેમ્બર આતંકીઓએ એરક્રાફ્ટ હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો, જેનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન હતો. હુમલામાં 3 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. 10 વર્ષ પછી લાદેનને અમેરિકાએ પાકિસ્તાનના એબોટાબાદમાં કમાન્ડો ઓપરેશનમાં ઠાર થયો હતો. આ હુમલા પછી જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સેના મોકલી હતી, જેને પરત ફરવાનો સમય 31 ઓગસ્ટ અંતિમ દિવસ હતો.

અમેરિકામાં 2001માં 11 સપ્ટેમ્બર આતંકીઓએ એરક્રાફ્ટ હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો, જેનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન હતો, હુમલામાં 3 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. (ફાઈલ ફોટો)
અમેરિકામાં 2001માં 11 સપ્ટેમ્બર આતંકીઓએ એરક્રાફ્ટ હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો, જેનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન હતો, હુમલામાં 3 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. (ફાઈલ ફોટો)

પશ્ચિમી દેશોને પાકિસ્તાનની વોર્નિંગ
મોઇદે શનિવારે બ્રિટિશ અખબાર 'સન્ડે ટાઈમ્સ'ના જર્નલિસ્ટ ક્રિસ્ટીના લેમ્બને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન એક સવાલના જવાબમાં તેણે કહ્યું- જો દુનિયા અને ખાસ કરીને પશ્ચિમી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારને તાત્કાલિક માન્યતા નહીં આપે તો એનાથી વધુ એક વખત 9/11 જેવો ખતરો જોવા મળી શકે છે.

લેમ્બ બ્રિટન જ નહીં, પરંતુ દુનિયાની જાણીતી પત્રકારમાંથી એક છે. તેને અનેક અવોર્ડ મળી ચૂક્યા છે. હાલ તે સન્ડે ટાઈમ્સમાં ઈન્ટરનેશનલ અફેર્સની ઈન્ચાર્જ અને ચીફ કોરસ્પોન્ડટ છે.

મે 2011માં અમેરિકી સુરક્ષા દળોએ પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં લાદેનને ઠાર કર્યો હતો. લાદેન અમેરિકાનો સૌથી મોટો દુશ્મન હતો, જેના સુધી પહોંચવા માટે અમેરિકાને 6 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.
મે 2011માં અમેરિકી સુરક્ષા દળોએ પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં લાદેનને ઠાર કર્યો હતો. લાદેન અમેરિકાનો સૌથી મોટો દુશ્મન હતો, જેના સુધી પહોંચવા માટે અમેરિકાને 6 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.

વિવાદ વધ્યો તો બચાવમાં આવી એમ્બેસી
જેવા આ નિવેદનથી વિવાદ ઊભો થયો કે યુસુફ બચાવમાં આવી ગયો. તેમની ઓફિસ તરફથી એક નિવેદન કરી સ્પષ્ટતા દેવાનો પણ પ્રયાસ કરાયો, જેમાં કહેવામાં આવ્યું કે- મોઇનના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. તેમણે માત્ર એમ કહ્યું હતું કે તાલિબાનની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે. જો એવું નહીં થાય તો પછી 1990ના દશકા જેવી સ્થિતિ ફરી ઊભી થઈ શકે છે.

મામલો એટલો સંવેદનશીલ બની ગયો કે લંડન સ્થિત પાકિસ્તાની એમ્બેસીને પણ આ મામલે દરમિયાનગીરી કરવી પડી. એમ્બેસીએ એક ઔપચારિક પત્ર મોકલીને સન્ડે ટાઈમ્સથી ઈન્ટરવ્યુના કથિત વિવાદાસ્પદ ભાગને યોગ્ય કરવા કે એને હટાવવાનું કહ્યું.

અખબારે નિવેદન હટાવવાનો ઈનકાર કરી દીધો
પાકિસ્તાનની આ કવાયતની કોઈ જ અસર સન્ડે ટાઈમ્સ પર ન જોવા મળી. તેણે સ્પષ્ટ કરી દીધું કે જે ઈન્ટરવ્યુ પબ્લિશ કરાયો છે એ બિલકુલ યોગ્ય છે અને તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં નહીં આવે. પોતે ક્રિસ્ટીના લેમ્બે પણ કહ્યું કે- યુસુફે જે કંઈ કહ્યું એ રેકોર્ડ પર છે. એની ટેપ પણ છે.

યુસુફે નિવેદનમાં શું કહ્યું હતું
યુસુફના નિવેદનમાં દુનિયાના અનેક મીડિયા હાઉસે ચલાવ્યું. તેને કહ્યું હતું- મારા શબ્દ નોટ કરી લો. જો 1990ના દશકની ભૂલ ફરી કરવામાં આવી અને અફઘાનિસ્તાનને એકલું છોડવામાં આવ્યું તો પરિણામ પણ એ જ આવશે. વધુ એક વખત 9/11 જેવો ખતરો જોવા મળશે. અફઘાન આતંકી સંગઠન દુનિયાના લોકો માટે ખતરારૂપ બની જશે.

સન્ડે ટાઈમ્સે પોતાની હેડલાઈનમાં લખ્યું- પાકિસ્તાનના NSAની ધમકીઃ જો તાલિબાની સરકારને માન્યતા ન આપવામાં આવી તો વધુ એક વખત 9/11 જેવા હુમલાનો ખતરો. ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલાં જ યુસુફે 'સ્કાઇ ન્યૂઝ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ આ જ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...