તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાન રાજ:હવે વર્લ્ડ બેન્કે રોકી અફઘાનિસ્તાનની સહાયતા, સ્થિતિ પર દર્શાવી ગંભીર ચિંતા

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • USએ અગાઉ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કની લગભગ 9.5 અબજ ડોલર એટલે કે 706 અબજ રૂપિયાથી વધુની સંપતિને ફ્રીઝ કરી હતી

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલા ઉત્પીડન અને હુમલાની નીંદા થઈ રહી છે. આ દરમિયાન વર્લ્ડ બેન્કે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એએફપી ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ વિશ્વ બેન્કે અફઘાનિસ્તાનની આર્થિક સહાયતા રોકી દીધી છે. વિશ્વ બેન્કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે સહાયતા રોકી છે
આ પહેલા આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડે પણ અફઘાનિસ્તાનની આર્થિક સહાયતા રોકી દીધી છે. વિશ્વ બેન્ક અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ખૂબ જ ગંભી રીતથી ચિંતિત છે. આ પહેલા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ અફઘાનિસ્તાને સહાયતા રોકી દીધી છે. 19 ઓગસ્ટે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે કહ્યું હતું કે અફઘાનિસ્તાન હવે આઈએમએફનો ઉપયોગ નહિ કરી શકે. તેને કોઈ પણ પ્રકારની મદદ નહિ મળી શકે.

USએ તાલિબાનના હાથથી કેશને દૂર રાખવાનો નિર્ણય લીધો
ઉલ્લેખનીય છે કે પહેલા અમેરિકા પણ સખ્ત નિર્ણય લઈ ચુક્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછીથી અમેરિકાએ તાલિબાનના હાથથી કેશને દૂર રાખવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કની લગભગ 9.5 અબજ ડોલર એટલે કે 706 અબજ રૂપિયાથી વધુની સંપતિને ફ્રીઝ કરી દીધી હતી. આ સિવાય દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જતા રહે તે માટે અમેરિકાએ અફઘાનિસ્તાનનો કેશ સપ્લાઈ પણ રોકી દીધો
છે.

તાલિબાને બીજી વખત અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો
અમેરિકાના નાણાં મંત્રાલયે ફેડરલ રિઝર્વ અને અન્ય અમેરિકાની બેન્કો દ્વારા પ્રતિબંધિત કેશ ભંડારને તાલિબાનના હાથમાં જતો અટકાવવા માટે આ પગલું ઉટાવ્યું હતું. બાઈડન પ્રશાસનના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ કરતા કહ્યું કે અફઘાન સરકારની સેન્ટ્રલ બેન્કની કોઈ પણ સંપત્તિ તાલિબાનને ઉપલબ્ધ થશે નહિ અને આ સંપતિ નાણાં મંત્રાલયની પ્રતિબંધિત યાદીમાં રહેશે. તાજેતરમાં જ તાલિબાને બીજી વખત અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે. નાગરિક મોટી સંખ્યામાં દેશ છોડીને ભાગી રહ્યાં છે.