એક જ રીતે હસ્તાક્ષર કરવાથી કંટાળો આવી શકે છે. તો હવે હસ્તાક્ષરની પણ કૉસ્મેટિક સર્જરી થઇ રહી છે. ડૉક્ટર, વકીલ અને જાણીતી હસ્તિઓ વિશિષ્ટ અંદાજમાં સાઇન કરવા માટે તેમની કૉસ્મેટિક સર્જરીનો રસ્તો પસંદ કરી રહ્યાં છે. તેના માટે તેઓ કેલિગ્રાફરની સેવાઓ લઇ રહ્યાં છે. લૉસ એન્જલસમાં કેલિગ્રાફર પ્રિસિલા મોલિનાની પાસે મહિનામાં તેના માટે 300 ગ્રાહકો આવે છે. તેઓ સાઇનની કૉસ્મેટિક સર્જરીના પોતાના પેકેજમાં નક્કી કિંમતના બદલે ત્રણ ડિઝાઇન પ્રસ્તાવિત કરે છે. તેમનું કહેવું છે કે પ્રસિદ્ધ અને પ્રોફેશનલ લોકો પોતાની સાઇનને નવો લૂક આપવા માંગે છે.
સાઇન બદલવાની ઇચ્છાની પાછળ તેઓ એક જ કારણ માને છે કે આ લોકો હવે પોતાના નામની સાઇન કરવાથી કંટાળી ગયા છે. મોલિના કહે છે કે તેઓ પોતાની સાઇનથી ખુશ નથી. અત્યારની સાઇન તેમના વ્યક્તિત્વ સાથે બંધબેસતી નથી. તેઓ દુનિયાને જે સંદેશ આપવા માંગે છે તે અત્યારના હસ્તાક્ષરથી કરી શકતા નથી. મિસૌરીમાં સેંટ લુઇમાં સાઇનના કોસ્ટમેટિક સર્જન સોનિયા પલામંદ કહે છે કે આ લોકોને પોતાને નવી રીતે શોધવાની રીત છે. તમે જે રીતે તમારી જાતને લોકો સમક્ષ પ્રસ્તુત કરો છો, તે તેને પ્રભાવિત કરે છે કે તમે પોતાને કઇ રીતે જુઓ છો. એટલે જ સિગ્નેચર તમારી ઝલક આપે છે. તે તમારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરે છે.
રોજ અભ્યાસથી 3 દિવસમાં નવા સિગ્નેચરમાં કુશળ
કેલિગ્રાફર્સનું કહેવું છે કે 15 થી 20 મિનિટના દૈનિક અભ્યાસથી લોકો ત્રણ દિવસમાં તેમના નવા હસ્તાક્ષર કરવામાં માહિર થઇ જાય છે. તમે નવું કરવામાં કેટલી રૂચિ ધરાવો છો તેના પર નિર્ભર કરે છે. ગ્રાહકોને તેમના ટેમ્પલેટ અને સ્ટેંસિલ્સ પર અભ્યાસ કરવાનું કહેવાય છે. અભ્યાસથી નવો લૂક મળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.