તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Now The Corona In Indonesia Is In Dire Straits, Hospitals Are Running Out Of Oxygen And Beds, The World Community Is Asking For Help

દક્ષિણ એશિયામાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ:હવે ઈન્ડોનેશિયામાં કોરોનાને લીધે ભયજનક સ્થિતિ, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ ખૂટી પડ્યાં, વિશ્વ સમુદાય પાસે મદદ માગી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જકાર્તામાં રિચાર્જીંગ સ્ટેશન પર ઓક્સિજન સિલિન્ડર  ભરાવવા રાહ જોતા લોકો - Divya Bhaskar
જકાર્તામાં રિચાર્જીંગ સ્ટેશન પર ઓક્સિજન સિલિન્ડર ભરાવવા રાહ જોતા લોકો
  • બે મહિના અગાઉ ભારતને હજારો ટેંક ઓક્સિજન આપ્યો હતો
  • પડોશી દેશ મ્યાનમારમાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ

કોરોના મહામારી શરૂ થયાને આશરે દોઢ વર્ષ સુધી તેની ઝપટમાં નહીં આવેલા ઈન્ડોનેશિયામાં હવે કોરોના ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેને લીધે દેશમાં કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા સાથે મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અલબત ભારત બાદ હવે ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસની વિનાશકારી લહેરને લીધે ઓક્સિજનની અભૂતપુર્વ અછત સર્જાઈ છે.

બે મહિના અગાઉ હજારો લીટર ઓક્સિજન આપી તેણે ભારતને મદદ કરી હતી. પણ હવે ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નથી અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાઈ છે. ઈન્ડોનેશિયા સરકારે પોતાને ત્યાં નિયંત્રણ બહાર જઈ રહેલી સ્થિતિને અંકૂશમાં લેવા માટે તબીબી મદદ માટે ચીન, ભારત અને સિંગાપોર સહિત વિશ્વ સમુદાય પાસે મદદ માગી છે.

બીજી બાજુ પડોશી દેશ મ્યાનમારમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે અને અહીં પણ ઓક્સિજનની અછત સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ફેબ્રુઆરી,2021માં સત્તા પલટો થયા બાદથી સ્થાનિક પ્રજા અગાઉથી જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.

સ્પેનની રાજધાની મેડ્રિડમાં ફરી વખત હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. અહીં સ્થિતિ ભયજનક થઈ રહી છે,જેની પાછળ કોરોના-19નો ડેલ્ટા વેરિએન્ટ છે, જે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેમ જ તે યુવાનોને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે.

ઈન્ડોનેશિયાએ ભારતને 3400 ઓક્સિજન સિલેન્ડર અને કન્સ્ટ્રેટર મોકલ્યા હતા
ભારતમાં કોરોનાની બીજી લહેર સમયે 3400 ઓક્સિજન સિલેન્ડર અને કન્સ્ટ્રેટર મોકલનાર ઈન્ડોનેશિયામાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. અહીં છેલ્લા બે મહિનામાં સંક્રમણની સ્થિતિ અચાનક જ બદલાઈ ગઈ છે. ઈન્ડોનેશિયાને શુક્રવારે 1,000થી વધારે ઓક્સિજન સિલેન્ડર, કન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર્સ તથા અન્ય સ્વાસ્થ્ય ઉપકરણો સિંગાપોર તરફથી પહોંચાડવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પણ 1,000 વેન્ટિલેટર પણ અહીં પહોંચાડવામાં આવ્યા છે.

હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યાં છે
ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા બચી નથી. આ સંજોગોમાં મોટી સંખ્યામાં સંક્રમિતોના મોત થઈ રહ્યા છે. લોકો હોમ આઈસોલેશનમાં જ ઈમર્જન્સી સેવાની રાહ જોતા જોતા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. ઝડપથી વધી રહેલા કેસોને લીધે દક્ષિણ એશિયાના દેશમાં સ્થિતિ ઘણી નાજુક બની રહી છે.

દેશમાં ગઈકાલે કોરોનાના 36,197 કેસ આવ્યા હતા અને 1,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 66,464 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે અને સંક્રમિતોની કુલ સંખ્યા 2,527,203 થઈ ગઈ છે.ગુરુવારે દેશમાં એક દિવસમાં 39,000 કેસ નોંધાયા હતા.