અમેરિકા સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનથી રવાના થઈ ગયા છે. તેઓ સાઉથ કોરિયા જઈ રહ્યાં છે. US ડેલિગેશનની સાથે પેલોસી 2 ઓગસ્ટે તાઈપે પહોંચ્યા હતા. બુધવારે તેમને તાઈવાનની સંસદમાં સંબોધન કર્યું. નેન્સીએ રાષ્ટ્રપતિ સાઇ ઈંગે વેન સાથે પણ મુલાકાત કરી .
આ દરમિયાન પેલોસીએ કહ્યું- સુરક્ષાના મુદ્દે અમેરિકા તાઈવાનનો સાથ આપશે. અમે દરેક તબક્કે તેમની સાથે છીએ. અમને તાઈવાન સાથે મિત્રતા પર ગર્વ છે. તેમને કહ્યું કે અમેરિકાએ 43 વર્ષ પહેલાં તાઈવાનની સાથે ઊભા રહેવાનો જે વાયદો કર્યો હતો તેના પર આજે પણ અડગ છીએ.
મહત્વના અપડેટ્સ-
ચીને તાઈવાન પર લગાડ્યા આર્થિક પ્રતિબંધ
પેલોસીની વિઝિટથી નારાજ ચીને તાઈવાન માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી દીધી છે. ચીની સરકારે તાઈવાનને નેચરલ સેન્ડ આપવા પર રોક લગાવી દીધી છે. તેનાથી તાઈવાનને ઘણું નુકસાન થઈ શકે છે. કોરોના મહામારી પછીથી કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તાઈવાન માટે ઈનકમનો સોર્સ બની ગયો છે. એવામાં રેતીની નિકાસ રોકવા માટે તાઈવાનને આર્થિક નુકસાન થશે. 1 જુલાઈએ પણ ચીને તાઈવાનના 100થી વધુ ફુડ સપ્લાયરથી ઈમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
પેલોસીની વિઝિટથી નાખુશ ચીન શું કરી શકે છે?
ચીન તાઈવાનની ચારેબાજુ સૈન્ય અભ્યાસ કરશે
ચીન વિરૂદ્ધ તાઈવાન અને અમેરિકા તૈયાર
તાઈવાન પહોંચ્યા તે બાદ પેલોસીએ કહ્યું હતું કે અમેરિકા તાઈવાનની ડેમોક્રેસીનું સમર્થન યોગ્ય રાખશે. તાઈવાનના 2.30 કરોડ નાગરિકોની સાથે અમેરિકાની એકજૂથતા આજે પહેલેથી ઘણી વધુ મહત્વની છે, કેમકે દુનિયા ઓટોક્રેસી (નિરંકુશતા) અને ડેમોક્રેસી વચ્ચે એક વિકલ્પનો સામનો કરી રહી છે. તો ચીને આ મુલાકાતની નિંદા કરતા કહ્યું કે US આગ સાથે રમવાનું બંધ કરે.
તાઈવાનની ડેમેક્રેસીના સમર્થનમાં US
તાઈવાન પહોંચ્યા બાદ પેલોસીએ કહ્યું હતું કે અમેરિકા તાઈવાનની ડેમોક્રેસીનું સમર્થન કરતું રહેશે. તાઈવાનના 2.30 કરોડ નાગરિકોની સાથે અમેરિકાની એકજૂથતા પહેલાથી વધુ મહત્વની છે, કેમકે દુનિયા ઓટોક્રેસી (નિરંકુશતા) અને ડેમોક્રેસી વચ્ચે એક વિકલ્પનો સામનો કરી રહી છે. તો ચીને આ યાત્રાની નિંદા કરતા કહ્યું હતું કે US આગથી રમવાનું બંધ કરે.
તાઈવાનને લઈને આટલી ખેંચતાણ કેમ?
ચીન વન-ચાઈના પોલિસી અંતર્ગત તાઈવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે કે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશની જેમ જુએ છે. ચીનનું લક્ષ્ય તાઈવાનને તેમની રાજનીતિક માગ આગળ ઝુકવા અને ચીનના કબજાને માનવા માટે તાઈવાનને મજબૂર કરવાનું કહ્યું છે.
અમેરિકા પણ વન ચાઈના પોલિસીને માને છે, પરંતુ તાઈવાન પર ચીનનો કબજો ન જોઈ શકે, બાઇડેને 2 મહિના પહેલાં કહ્યું હતું- અમે વન ચાઈના પોલિસી પર રાજી છીએ, અમે તેના પર હસ્તાક્ષર કર્યા પરંતુ તે માનવું ખોટું છે કે તાઈવાનને બળ પ્રયોગથી છીનવી શકાય છે. ચીનનું આ પગલું ન માત્ર ખોટું હશે પરંતુ આ સમગ્ર ક્ષેત્રને એક પ્રકારે નવી જંગમાં સામેલ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.