તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસત્તા શર્મસાર:હવે બાઈડેનના શપથગ્રહણ પર હિંસાની આશંકા, ટ્રમ્પના સમર્થકોની તૈયારી શરૂ

વૉશિંગ્ટન17 દિવસ પહેલા
નેન્સી પેલોસીની ઓફિસમાં ટેબલ પર પગ મૂકીને ફોટો ક્લિક કરાવનારો ઝડપાયો - Divya Bhaskar
નેન્સી પેલોસીની ઓફિસમાં ટેબલ પર પગ મૂકીને ફોટો ક્લિક કરાવનારો ઝડપાયો
  • ટ્રમ્પ રાજીનામું નહીં આપે તો મહાભિયોગ પ્રસ્તાવ લાવીશું: પેલોસી
  • સો. મીડિયા પોસ્ટ અને હેટ ગ્રૂપોના સંદેશથી સંકેત મળ્યા, નિષ્ણાતોની ચેતવણી

અમેરિકન સંસદ ભવનના પરિસરમાં એટલે કે કેપિટલ હિલમાં થયેલી હિંસાના કેસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની તૈયારી તેજ થઈ ગઈ છે. હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું છે કે, જો ટ્રમ્પ રાજીનામું નહીં આપે તો અમે મહાભિયોગ માટે આગળ વધીશું. ડેમોક્રેટ્સ સોમવારે ગૃહમાં ટ્રમ્પ વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરવાના આરોપમાં પ્રસ્તાવ રજૂ કરશે.

બીજી તરફ, કેપિટલ હિલ પછી હવે 20 જાન્યુઆરીએ થનારા શપથ ગ્રહણ સમારંભમાં પણ હિંસાની આશંકા વધી ગઈ છે. સીએનએનના એક રિપોર્ટ પ્રમાણે, સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને વિવિધ હેટ ગ્રૂપોના સંદેશ થકી એ વાતના સંકેત મળ્યા છે કે, ટ્રમ્પ સમર્થકો શપથ ગ્રહણ વખતે પણ હિંસા કરી શકે છે. આ જૂથોએ ‘ટ્રમ્પ અથવા યુદ્ધ’, અને ‘જો તમને ગોળી છોડતા નથી આવડતી, તો હવે તમારે એ શીખી લેવું જોઈએ’- એવી પોસ્ટ ટ્રમ્પ સમર્થકો સતત સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. એક સમર્થકે તો લખ્યું છે કે, ‘અમે સરકારી બિલ્ડિંગોમાં તોફાન લઈને આવીશું, પોલીસને જાનથી મારીશું.

સતર્કતા: ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ, પાર્લર એપને ગૂગલે પ્લેસ્ટોર પરથી હટાવાયું, એપલે ચેતવણી આપી
ટ્વિટરે ટ્રમ્પનું પર્સનલ એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટરે કહ્યું છે કે, ભવિષ્યમાં હિંસાના ખતરાને જોતા અમે આ નિર્ણય લીધો છે. ગૂગલે પણ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પાર્લરને પ્લે સ્ટોર પરથી હટાવી દીધું છે. એફલે પણ પાર્લરને 24 કલાકની ચેતવણી આપી છે. પાર્લર પ્લેટફોર્મ પર ટ્રમ્પ સમર્થક, કન્ઝર્વેટિવ અને આત્યંતિક જમણેરીઓ સૌથી વધુ છે. તેઓ સતત ઉશ્કેરણીજનક વાત કરી રહ્યા છે.

ટ્રમ્પ શપથ ગ્રહણમાં નહીં આવે તે સારી વાત છે: બાઈડેન
અમેરિકાના આગામી પ્રમુખ જો બાઈડેને કહ્યું છે કે, જો ટ્રમ્પ શપથ ગ્રહણ સમારંભમાં નથી આવતા, તો તે સારી વાત છે. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, બાઈડેનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હું નહીં જાઉં. બાદમાં બાઈડેને કહ્યું કે, તેઓ શપથ કાર્યક્રમમાં નહીં આવે તે એક જ મુદ્દે અમે સંમત છીએ. ટ્રમ્પના કારણે અમેરિકાને દુનિયામાં નીચાજોણું થયું છે.

નેન્સી પેલોસીની ઓફિસમાં તોડફોડ કરનારાની ધરપકડ
હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની ઓફિસમાં ટેબલ પર પગ મૂકીને ફોટો ક્લિક કરાવનારો અને તોડફોડ કરનારો ઝડપાઈ ગયો છે. એફબીઆઈએ રિચર્ડ બર્નેટ નામની આ વ્યક્તિની અર્કાન્સાના બેન્ટોબિલેથી પકડી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser